The human mind knows but does not do
શા માટે પોતાના જીવને દુઃખી કરે છે? જાણે છે કે જતું કરવું એ જ જીવન છે. શા માટે દુઃખ આપતી વાતોને ભરીને મનને ભારે બનાવે છે? જાણે છે કે ક્ષમા આપવી જ મનની શાંતિ છે. શા માટે બીજા માટે કરેલા કાર્યોને ઉપકારભાવથી જોવે છે? જાણે છે કે ફરજ નિભાવવી એ તો કર્તવ્ય છે. શા માટે સરખામણી કરીને પોતાનાપણું ગુમાવે છે? જાણે છે કે તારું અસ્તિત્વ જ નોખું છે. જેમ જીવન છે તો સાથે સંઘર્ષ પણ છે તેવી રીતે સંબંધો છે તો સાથે સમસ્યા પણ હોવાની જ. તે જગતનો કોઈ પણ સંબંધ કેમ ના હોય નાની કે મોટી સમસ્યા તો સર્જાય જ છે.સમસ્યાનું સમાધાન કરવું કે તેને વિકરાળ રૂપ આપવું તે મનુષ્યના મન પર નિર્ભર કરે છે.જે ઘટના કે વાતને કારણે સંબંધમાં સમસ્યા સર્જાય હોય ત્યારે કોઈ પણ એક પક્ષ તરફથી તેને છોડી દેવામાં આવે, ભૂલી જવામાં આવે એટલે કે જતું કરવામાં આવે તો સમસ્યા પર ત્યારે જ પૂર્ણવિરામ મુકાય જતું હોય છે.તે સંબંધના છેડે ઉભેલી બંને વ્યક્તિ જાણે જ છે પણ પહેલ કોણ કરે તેની રાહ હોય છે. જતું કરવામાં વચ્ચે અહં આડો આવતો હોય છે. સાથે-સાથે જતું ના કરીને દુઃખી પણ થતા જ હોય છે. જાણે દુઃખી થવામાં વધારે મ...