The human mind knows but does not do
શા માટે પોતાના જીવને દુઃખી કરે છે?
જાણે છે કે જતું કરવું એ જ જીવન છે.
શા માટે દુઃખ આપતી વાતોને ભરીને મનને ભારે બનાવે છે?
જાણે છે કે ક્ષમા આપવી જ મનની શાંતિ છે.
શા માટે બીજા માટે કરેલા કાર્યોને ઉપકારભાવથી જોવે છે?
જાણે છે કે ફરજ નિભાવવી એ તો કર્તવ્ય છે.
શા માટે સરખામણી કરીને પોતાનાપણું ગુમાવે છે?
જાણે છે કે તારું અસ્તિત્વ જ નોખું છે.
જેમ જીવન છે તો સાથે સંઘર્ષ પણ છે તેવી રીતે સંબંધો છે તો સાથે સમસ્યા પણ હોવાની જ. તે જગતનો કોઈ પણ સંબંધ કેમ ના હોય નાની કે મોટી સમસ્યા તો સર્જાય જ છે.સમસ્યાનું સમાધાન કરવું કે તેને વિકરાળ રૂપ આપવું તે મનુષ્યના મન પર નિર્ભર કરે છે.જે ઘટના કે વાતને કારણે સંબંધમાં સમસ્યા સર્જાય હોય ત્યારે કોઈ પણ એક પક્ષ તરફથી તેને છોડી દેવામાં આવે, ભૂલી જવામાં આવે એટલે કે જતું કરવામાં આવે તો સમસ્યા પર ત્યારે જ પૂર્ણવિરામ મુકાય જતું હોય છે.તે સંબંધના છેડે ઉભેલી બંને વ્યક્તિ જાણે જ છે પણ પહેલ કોણ કરે તેની રાહ હોય છે. જતું કરવામાં વચ્ચે અહં આડો આવતો હોય છે. સાથે-સાથે જતું ના કરીને દુઃખી પણ થતા જ હોય છે. જાણે દુઃખી થવામાં વધારે મજા આવતી હોય તેમ જીવને દુઃખી રાખીને પણ સમસ્યાને પકડી જ રાખવી છે. ભલે સામે વાળાનો અહં પોષાય, ભલે તેની ફરજ કે તમારી કિંમત તેને ના સમજાય,પણ,એક વાર જતું કરવાથી કે વારંવાર જતું કરવાથી તમે સંબંધને ઘડનાર કલાકાર સાબિત થાઓ છો.જેના માટે સમસ્યા મહત્વની હોય તેઓ તેને પકડી રાખે, જેના માટે સંબંધ મહત્વનો હોય તેઓ તેને પકડી રાખે.વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે એના માટે જે મહત્વનું હોય તે પકડી રાખે અને છોડી દે છે.પણ, અંતે જેઓ જતું કરે છે તેઓ કુદરતની દ્રષ્ટિએ જીતે છે અને સાચા અર્થમાં જીવે છે.
માણસનું મન એક વિચિત્ર લાક્ષણિકતા ધરાવે છે.કોઈએ તેના માટે સારૂ કર્યું હોય તો તે સતત તેના મનમાં તેની સાથે નથી રહેતું.યાદ કરવું પડે છે.પણ, કોઈએ તેને વર્ષો પહેલા પણ દુઃખદાયક શબ્દો કહ્યા હોય તો તે વ્યક્તિ જયારે પણ નજર સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે તે દુઃખદાયક ક્ષણથી સતત મનમાં કોષાયા કરે છે.વાંક વગર સાંભળેલા કટુ વચનો, ઈચ્છા -સપનાઓ ત્યાગીને નિભાવેલી ફરજોના બદલામાં મળેલું અપમાન અને ઘણી બધી ઘટના કે જેમાં સીધી રીતે કોઈ પણ કસૂર વગર દોષિત સાબિત થાય ત્યારે મનુષ્ય સહજ અપાર દુઃખ થાય તે સ્વાભાવિક છે. પણ,સતત તેના બોજ તળે દુઃખી રહેવાથી નુકસાન આપણું જ થાય છે. આપણે જાણીએ છીએ કે ક્ષમા આપી દેવાથી બધું હળવું થઈ જશે છતાં આપણે આપી શકતા નથી. અને કદાચ આપી દઈએ તો પણ જયારે -જ્યારે બોલવાનો મોકો મળે ત્યારે બધી વિગતવાર ઘટના સંભળાવી દઈએ અને આપણે કેટલી દરિયાદીલી દાખવી તે જણાવીએ છીએ. હકીકતમાં તે ક્ષમા છે જ નહીં. ક્ષમા એટલે કંઈ બન્યું જ નથી તે રીતે સંપૂર્ણપણે બધું ભૂલી જવુ.ત્યારે જ મન શાંતિ અનુભવી હળવું થાય છે.
પરિવારમાં, સમાજમાં કે દેશમાં આપણે બીજા માટે કંઈ પણ કરીએ તો તેનો આપણે મસમોટો હિસાબ રાખીએ છીએ અને મનમાં આપણે બીજા પર ઉપકાર કર્યો એવી ભાવના સેવીએ છીએ. બીજા માટે આપણે બે રસ્તે કંઈ કરતા હોઈએ છીએ. એક તો સ્વાર્થ અને બીજો નિસ્વાર્થનો રસ્તો. સ્વાર્થ માટે તો આપણે આપણો ફાયદો -લાભ જોઈએ છીએ તો ઉપકાર શાનો? અને નિસ્વાર્થ ભાવ હોય તો બીજા માટે કરેલું કાર્ય એક ફરજરૂપે કર્તવ્ય હોય છે તો તેમાં પણ ઉપકાર શાનો?
ઈશ્વરના ઘડેલા તમામ માનવીમાં કંઈ ને કંઈ શ્રેષ્ઠ છે જ.બીજા પાસે જે શ્રેષ્ઠતા છે તે કદાચ આપણી પાસે ના હોય. પણ, જે આપણું પોતાનું છે તે બીજાથી ઉતરતું શા માટે માનવું? આપણી અંદર રહેલ ખુબીને ઓળખીને, તેને નિખારીને શા માટે શ્રેષ્ઠ ના બનાવીએ? બીજાની સરખામણી કરીને, તેનું અનુસરણ કરીને આપણે કંઈ મેળવતા નથી, પણ, આપણું પોતાનાપણું ગુમાવીએ છીએ. બીજા પાસેથી શીખી શકાય, માર્ગદર્શન -સલાહ લઈ શકાય પણ સરખામણી તો ના જ કરાય. આ વાત બધા જાણે જ છે. પણ, હરીફાઈની દુનિયામાં બધાને બધું કોઈ પણ ભોગે જોઈએ જ છે, દેખાદેખી માટે, નહીં કે પોતાની સાચા અર્થમાં પ્રગતિ માટે. અંદરથી તો પોતે જાણે જ છે કે મારાથી આ નહીં થઈ શકે.જયારે પોતાનું અસ્તિત્વ જ અલગ છે ત્યારે શા માટે તેની અલગ ઓળખાણ ના બનાવીએ?
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Why make life miserable?
Knowing that giving up is the only life.
Why do you fill your heart with sad words?
Knowing that forgiveness is the only peace of mind.
Why look at the work done for others with gratitude?
knowing that doing deed is only duty.
Why lose one's identity by comparison?
Knowing that your existence is unique.
Just as there is a conflict with life, there is also a problem with relationships. No matter what the relationship is in the world, big or small problems arise. It is up to the human mind to solve the problem or to make it look monstrous. If it is given, if it is forgotten, that is, if it is given away, then the problem is put to an end only. The two people standing on the edge of the relationship know but are waiting to see who takes the initiative. The ego tends to lie in between relationship . At the same time, by not leaving, sadness also happens. As much as it is more fun to be sad, to hold on to the problem while keeping life sad. Even if the ego of the other person is nurtured, even if he doesn't understand his duty or your value, by giving up once or by going away again and again, you prove to be the artist who creates the relationship. Those for whom the problem is important hold it, those for whom the relationship is important hold it. A person holds and gives up what is important to him according to his own idea. But, in the end, those who give up win in terms of nature and live in the true sense.
The mind of a man has a strange characteristic. If someone has done good for him, he does not stay with him constantly in his mind. He has to remember.But, even if someone has said painful words to him years ago, whenever that person appears in front of his eyes, he is constantly ingrained in his mind from that painful moment. constantly haunts the mind from the painful moment. Bitter promises heard without guilt, insults received in return for the duties performed by abandoning desires and dreams and many incidents in which human beings are instinctively inflicted immense grief when directly convicted without any guilt. Also, suffering under the burden of constant suffering is to our own detriment. We know that forgiving will make everything easier, but we cannot. And maybe even if we do, whenever we get a chance to speak, we will narrate all the details of the incident and tell how much generosity we have shown. In fact, it is not forgiveness. Forgiveness means completely forgetting everything in a way that nothing happened.Only then does the mind feel at peace.
In the family, in the society or in the country, if we do anything for others, we keep a close account of it and in our minds we feel that we have done good to others. For the other we are doing something in two ways. One is selfishness and the other is the path of selflessness. If we want our benefit for selfishness, then what we give benefit to others ? And if there is a selfless price, then the work done for others is a duty, then what is the benefit in that too others?
Of all the human beings created by God, one or the other is the best. We may not have the superiority that others have. Also, why believe that what is ours is inferior to others? By recognizing the beauty within us, why not make it the best? By comparing others, by following him we gain nothing, but, lose our ownness. You can learn from others, you can take guidance and advice, but you can't compare. Everyone knows this. Also, in the world of competition, everyone wants everything at any cost, ફોર appereance , not for progress in their own right. he knows that this cannot happen to me. When his own existence is different, why not create a different identity?
Dhara Manish Gadara "GATI".
Comments
Post a Comment