Express ur feelings with politely when something goes wrong

 


અંદર ઉછાળા મારતી લાગણીઓને-વિચારોને ક્યારેક સંવાદ દ્વારા વ્યક્ત કરી દેવા જોઈએ,એ લાગણીઓ ઉછળીને બહાર આવે એના કરતા વહીને બહાર આવે એ વધારે ઉચિત રહે છે. સમયાંતરે યોગ્ય દિશામાં વહેતી ગતિ નુકશાન નથી કરતી, પણ, એકસામટું સચવાયેલું ક્યારેક તો બહાર આવશે જ, એ નક્કી છે,એકસાથે બહાર આવતું વહેણ જ્વાળામુખીના રૂપે આવી વિનાશ વેરી જતું હોય છે.



ઘાનો પ્રત્યાઘાત પણ હોય જ છે. આ નિયમ વસ્તુ અને વ્યક્તિ બંનેમાં લાગુ પડે છે. ક્રિયાની જયારે પ્રતિક્રિયા કોઈ પણ રૂપે ના અપાતી હોય તો સમજવુ કે ક્યારેક તો પ્રતિક્રિયા આપશે જ.

જયારે કોઈ વ્યક્તિના સપનાઓ, મહત્વકાંક્ષાઓ, ઈચ્છાઓ જવાબદારીના બોજ તળે લાંબા સમય સુધી દબાયેલા રહે, તો અંદર ક્યાંક ને ક્યાંક ઘવાતું હોય છે. અંદર વિસ્તૃત થતો જતો ઘા બહાર આવે ત્યારે અજાણપણે બીજાને પીડા આપી જતો હોય છે. માટે જવાબદારીમાંથી થોડો-થોડો સમય પોતાના માટે કાઢીએ તો વાઘેલા ઘાને રૂઝ મળવાની સાથે જાત પણ વિસ્તૃત થતી જશે. આમાં સ્વાર્થી બન્યા વગર, ફરજોને પ્રાથમિકતા આપીને થોડું-થોડું અંદર ઉઠતા અવાજને સાંભળતા રહેશું તો મોટા કોલાહલથી બચી જવાની સાથે જિંદગી પણ ઉજવવા જેવી લાગશે.

મોટાભાગના લોકોમાં સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની ક્ષમતા હોતી નથી. ક્યાંક બીજાના પદ કે પૈસા સામે જુકી જતા હોય છે, તો ક્યાંક પોતાની ભૂલના ઢાંક પીછોડા કરતા હોય છે, તો ક્યાંક ડરપોક બની હા માં હા અને ના માં ના મિલાવતા હોય છે. પણ, સાચું હોય એ સાચું અને ખોટું હોય તે ખોટું જ રહેવાનું છે, ભલેને લાખ મથામણ થાય. દરેક સમયે બીજાના ઓથ હેઠળ જાતને છાવરતા રહીએ, તો પોતાની સ્વતંત્રતા અને મૌલીકતા ગુમાવી બેસીએ છીએ, જે અંદરથી જાતને કેદી બનાવે છે. કેદી બનેલી જાત જયારે મુક્ત થવા મથે ત્યારે આસપાસ રચેલી તમામ જાળને તોડી નાખે છે. આ જાળ તૂટે ત્યારે સાથે બીજું ઘણું બધું તૂટી અને છૂટી જતું હોય છે. દરેક સમયે નિડર અને સ્વતંત્ર બની વ્યકત થતા રહેશું તો કેદી નહીં પણ જાતના માલિક બની જીવનને સાક્ષી ભાવે માણી શકીશું.

જયારે જાણી જોઈને કે અજાણપણે આપણી સાથે અન્યાય થાય કે નુકશાન થાય, ત્યારે તે સમયે બધું અંદર દબાવી દેવા કરતા તેને બહાર કાઢી નાખવું વધારે ઉચિત રહે છે. પણ, શરત એટલી કે વ્યકત થવાની ભાષા વિનમ્ર હોવી જોઈએ. જો માન સાચવવા અંદર વાગેલા ઘા ને દબાવશું તો, તે વકરશે. ઘામાં રૂઝ લાવવા માન સાચવો, વિનમ્રપણે વ્યકત થાઓ. સબંધમાં જતું કરવું જરૂરી જ છે, પણ જ્યારે કાંઈ ખોટું થતું હોય કે નુકશાન થતું હોય ત્યારે જણાવી દેવું જરૂરી છે. સમસ્યા એ છે કે આપણે જણાવતા નથી અને જયારે જણાવીએ ત્યારે મર્યાદા ચુકી જવાઈ છે. જયારે મર્યાદા ચુકાઈ ત્યારે તે વિનાશને જ આમંત્રિત કરતુ હોય છે.

સમયે-સમયે વહેતી ગતિ એક મોટા વહેણથી બચાવે છે.

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION


Feelings-thoughts that are bubbling up inside should sometimes be expressed through gentle communication, it is better to let these feelings flow out rather than gushing out.  Periodic flow in the right direction does not cause damage, but it is certain that a  preserved intact  will flow sometimes. such a volcanic eruption will cause such destruction.



Wounds also have repercussions.  This rule applies to both things and persons.  When the reaction of the action is not given in any form, understand that sometimes there will be definatelya reaction.

When a person's dreams, ambitions, desires are suppressed under the burden of responsibility for a long time, then there is a wound somewhere inside.  A wound that is widening inside is unknowingly inflicting pain on others when it comes out.  So, if you take some time for yourself from the responsibility, the wound will heal and the self will also expand.  In this, without being selfish, giving priority to duties and listening to the inner voice little by little, we save ourselves from big noise, life will also feel like celebrating.

Most people do not have the ability to tell right and wrong.  Sometimes they are clinging to other people's position or money, sometimes they are hiding their mistakes, sometimes they are timid and mix yes with yes and no with no with others opinion.  But, what is right is right and what is wrong must remain wrong, even if there are lakhs of attempt. Always keeping ourselves under the shadow of others, we lose our freedom and originality, which makes us a prisoner from within.  When a prisoner breaks free, one breaks all the traps around him.  When this trap breaks, so much else breaks and some loose also.  If we continue to be bold and independent all the time, we will be able to enjoy life as a witness, not as a prisoner, but as an owner of ourselves.

When we are wronged or harmed knowingly or unknowingly, it is better to let it out than to hold it all in.  But, the condition is that the language of expression should be modest.  If we press the wound inside to preserve dignity of others, it will be wound inside more.  To heal wounds, be respectful, express yourself politely.  It is necessary to let go in a relationship, but it is necessary to tell when something is wrong or a loss occurs.  The problem is that we don't tell and when we tell, the limit is missed.  When the limit is exceeded, it invites destruction.

An occasional drifting motion prevents a major drift.


 Dhara Manish Gadara "Gati".









Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow