The pace of life with nature

 રફ્તાર જોઈએ છે જીવનમાં સૂર્યનારાયણના અશ્વો જેવી,

પણ કર્મો છે ગોકળગાયની ગતિ જેવા.


જયારે આવકારે છે પ્રકૃતિ સૂર્યનારાયણની સવારીને,

ત્યારે નથી ગમતી આપવી વિદાય નિંદરની રાણીને.


ગુરૂ બનાવવા સૂર્યદેવને કરી હતી હનુમાનજીએ તપસ્યા,

ત્યારે મનુષ્યની તો શી વિસાત?


નથી મેળવવો તાલ જીવનની ગતિનો સૂર્યની ગતિ સાથે,

ને નિંદ્રાદેવીની સંગાથે સપનાઓ આવે છે આભને આંબતા.



         પોતાના જીવનની પ્રગતિ થાય, પ્રસિદ્ધિ મળે એવું કોણ ના ઈચ્છે? પોતાનું ઈચ્છીત ધ્યેય મેળવવા ઘણા લોકો આકરી કસોટીમાંથી પસાર થતા હોય છે,ઘણું બધું ત્યાગીને લક્ષ્ય મેળવવા મથતા હોય છે. બસ, એ જુસ્સાની, એ વલણની જ આવશ્યકતા છે. સમર્પણ  કર્યું છે એટલે મળશે એ નક્કી છે. પણ, ક્યારે એ કહી ના શકાય. અથાગ પરિશ્રમ છતાં ધાર્યું ના મળે ત્યારે માણસ થાકી -હારી જાય છે.જીવનમાં ધ્યેય નક્કી કરો ત્યારે આ વાત ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ. મારી આવડત અને ક્ષમતા છે આ કાર્ય કરવામાં. જ્યાં સુધી પરિણામ મળે નહીં ત્યાં સુધી હકારાત્મકતા સાથે આત્મવિશ્વાસ કે ધૈર્ય ગુમાવીશ નહીં. હોય શકે ભગવાન તમારી ધીરજની કસોટી કરતા હોય. આમ પણ, પોતાના સમય પહેલા ક્યારેય કંઈ મળતું નથી, ને મળવાના સમયને પણ કોઈ રોકી શકતું નથી.

પણ, અમુક માણસો તો ફક્ત હવામાં જ કિલ્લા બનાવે છે. વાતો મોટી -મોટી કરતા હોય પણ એ દિશામાં કામ શૂન્ય હોય છે.સૂર્યનારાયણના અશ્વો જેવી ગતિ જીવનમાં મેળવવા કર્મોનો પ્રવાહ પણ નિરંતર વ્હાવવો પડે તો જ તે રફ્તારને જીલી શકાય. દોડતા ઘોડા જેવા નસીબની કલ્પનામાં જ રહીએ અને કર્મો ગોકળગાયની ગતિએ દોડાવીએ તો કંઈ ના વળે.

પહેલાના માણસો પાસે જયારે ઘડિયાળ ન હતી છતાં દૈનિક જીવનચર્યા સમયસર રહેતી. જયારે આજના માનવી પાસે બ્રાન્ડેડ ઘડિયાળ છે પણ તેની સાથે ચાલી શકાતું નથી. પહેલા પ્રકૃતિની સાથે માનવી જીવન જીવતા.સમયસર અથાગ પરિશ્રમ, સમયસર ભોજન અને ઉંઘ. તેથી રોગ ઘણા દુર રહેતા ને તંદુરસ્ત જીવન જીવતા. જયારે આજે ટેક્નોલોજીમાં અટવાયેલો માનવી રાતે ઉજાગરા કરે, સવારે મોડે સુધી સુવે અને ભરપેટ ફાસ્ટફૂડ અને જંકફૂડ ખાઈને બિમારીને સામેથી નોતરે.

પહેલા જેવું જીવન અત્યારે જીવવું શક્ય નથી ને પ્રકૃતિ સાથે જીવનનો તાલ મેળવવો અશક્ય પણ નથી.સવારમાં સૂર્યદેવની સવારી આવકારીને,તાજી અને શક્તિદાયક હવાને શ્વાસમાં ભરીને શરીરની સાથે મનને પણ શાંતિ અને કામ કરવાની શક્તિ મળે છે.ટૂંકમાં, જીવનને પ્રકૃતિના તત્વો સાથે જીવવામાં આવે તો તે ચારે તરફથી જીવનની ગતિને વેગ આપતા કર્મો કરવાની શક્તિ પ્રદાન કરે છે.આશીર્વાદ આપે છે.

ધારા મનિષ ગડારા "ગતિ".


English Translation


We need speed in life like the horses of god Sun,


 But karma is like the speed of a snail.



 When nature welcomes the god Sun's ride,


 Then don't like to say goodbye to the queen of sleep.



 Hanumanji did penance to God Sun to make Guru,


 Then what about human beings?



 Do not get the rhythm of life with the speed of the sun,


 Big Dreams come with the company of goddess sleep.




 Who doesn't want his life to progress and get fame?  Many people are going through a severe test to achieve their desired goal, a lot of people are trying to achieve the goal by giving up a lot.  All that is needed is passion, that attitude. If we dedicated to work, then we will definately get.  But, it can never be said when.  Man gets tired and loses when he doesn't get what he expected despite his hard work. This should be taken into consideration while deciding the goal in life.  I have the skills and ability to do this.  I will not lose confidence or patience with positivity until the result is achieved.  Maybe God is testing your patience.  Even so, before time we can't get nd on time nobody can stop that we want in life.


 Also, some men build forts only in the air.  Even if the talk is big, the work in that direction is zero. In order to get a speed like the god Sun'shorse in life, the flow of karma also has to flow continuously, only then that speed can be overcome.  If we stay in the imagination of destiny like a running horse and run karma at the speed of a snail, nothing will turn.


 Even though the earlier men did not have a clock, their daily life was on time.  While today's man has a branded watch but cannot walk with it.  Living a human life with nature first. Timely hard work, timely food and sleep.  So stay away from the disease and live a healthy life.  While a person stuck in technology today wakes up at night, sleeps late in the morning and eats a lot of fast food and junk food to fight the disease.


 It is not possible to live life like before now and it is not impossible to keep pace with nature. Welcoming the ride of the sun god in the morning, breathing fresh and invigorating air gives peace of mind and strength to the body. In short, if life is lived with the elements of nature  Provides the power to do deeds that accelerate the pace of life from all sides. Nature give Bless.


 Dhara Manish Gadara "Gati".











          

Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty