State of mind in good and bad times
કાળદેવતાનું ચક્ર ફરતું રહે છે અવિરત, વહેતું રહે છે સાથમાં જીવનનું સુખ-દુઃખ. હોય જયારે જીવનમાં સુખનો વરસાદ, અસત્યરૂપી પટ્ટીથી દ્રષ્ટિ બની જાય છે અંધ. અંધ દ્રષ્ટિ નથી નિહાળી શકતી અન્યની પીડ, સ્વાર્થી બની સ્વત્વને પરમતત્વથી કરી દે છે દુર. હોય જયારે જીવનમાં દુઃખના ફક્ત છાંટણા જ, ખુદ પર વિતતા અસત્યના બંધનોથી દ્રષ્ટિ બને છે મુક્ત. મુક્ત દ્રષ્ટિ સમજે છે વસ્તુ-વ્યક્તિનું મુળ સત્ય, સત્ય દ્રષ્ટિ લઈ જાય છે સ્વત્વને પરમતત્વની સમીપ. બ્રહ્માંડમાં કાળદેવતાનું ચક્ર સતત ફરતું રહે છે. ચક્રની ગતિની સાથે મનુષ્ય જીવનમાં સુખ-દુઃખ વહેતું રહે છે. જીવનમાં એકસરખા દિવસો કોઈ પણ માનવીને ક્યારેય નથી મળ્યા. ક્યારેક સંઘર્ષ,તો ક્યારેક સફળતા. ક્યારેક નિરાશા, તો ક્યારેક વિશ્વાસ. સમયની સાથે જીવન પણ બદલાતું રહે છે. બદલતા સમય અને જીવનની સાથે માનવીનો અભિગમ પણ બદલાતો રહે છે. પોતાના જીવનમાં સુખના દિવસો દરમ્યાન બીજાના અવગુણો શોધવા ને તેને જાહેર કરવામાં, ઈર્ષ્યા કે નિંદા કરવામાં, પોતાની જાતને જ જબરદસ્તી શ્રેષ્ઠ સાબિત કરવા મથતો રહે છે. બીજાના દુઃખ -દર્દને...