Ego Destroys everything
હું જ બધું કરું છું ને મારાથી જ બધું છે,
તેવા વહેમમાં શાને રહે છે એ માનવ?
અહીં તો પર્ણ પણ પ્રભુની મરજીથી ફરકે છે,
તો તને કઈ વાતનું ઘમંડ છે એ માનવ?
ખોટા અહંમમાંથી અસંતોષ જન્મે છે,
તો આયખું શાને બોજરૂપ બનાવે છે એ માનવ?
અંતે અભિમાન જ સદગુણોને સમાપ્ત કરે છે,
તો અશાંતિ વ્હોરી સર્વનો દુશ્મન શાને બને છે એ માનવ?
કાર્યક્ષમતા,આવડત ને વૈભવ એ કુદરતની બક્ષિસ છે,
તેનો લોક-કલ્યાણ અર્થે સદુપયોગ કર એ માનવ.
માનવીની નબળાઈ એ છે કે તેની વાહ-વાહ થાય, તેના બધા વખાણ કરે એવું તે ઈચ્છે છે. કોઈ તેનું નકારાત્મક પાસું બતાવે તો તરત જ તે વ્યક્તિ પ્રત્યે પોતાનો અણગમો પ્રગટ કરે છે.દરેક માનવીમાં સકારાત્મક અને નકારાત્મક વિચારોનું યુદ્ધ સતત ચાલતું જ રહે છે.જેનામાં માફ કરી દેવાની ભાવના હોય, પોતાનું નબળું પાસું સ્વીકારી લેવાની ક્ષમતા હોય તેનામાં સકારાત્મક વિચારો વિજય બને છે અને જેનામાં દ્રેષ, વેરભાવ, ઈર્ષ્યા, બદલો લેવાની અને કોઈને સંભળાવી દેવાની ભાવના હોય તેનામાં નકારાત્મક વિચારો વિજયી બને છે. જે પ્રકારના વ્યક્તિના વિચારો વિજયી બને તેવું તેનું વર્તન થાય છે. આખરે વાણી અને વર્તન એ મનમાં જન્મેલા વિચારોનું તો ફળ છે.ઘણા વ્યક્તિઓ પોતાની જ સિદ્ધિઓ, પોતાની જ આવડત શ્રેષ્ઠ છે એવું બતાવવા મથતા હોય છે. બીજા વ્યક્તિની સિદ્ધિ, મહેનત, ત્યાગનું તેને મન કોઈ જ મહત્વ નથી હોતું.સતત પોતાની મહાનતા દર્શાવવા માંગતા લોકોના મનમાં ધીમે -ધીમે હું પદના બીજ રોપાતા જાય છે. આ બીજ જેમ વિકસતું જાય તેમ -તેમ તે વ્યક્તિ પોતાના વિચારો બીજા પર થોપતા જાય છે અને વારંવાર બીજાનું અપમાન કરતા પણ નથી અચકાતા.આમ કરીને તેઓ જાણતા કે અજાણતા પોતાનું જ નુકસાન કરતા હોય છે. પોતાની જાત જ શ્રેષ્ઠ અને બીજા કશું જ નહિં તે અહંકારી અને પોતાની જાતની સાથે બીજાની સિદ્ધિ, આવડતને માન આપે તે વિવેકી.અહંકારી માણસને સતત કઈ ને કઈ ખૂંપ્યા ને ખૂટ્યા કરતુ હોય છે. ધીમે -ધીમે તેનામાં જીવન પ્રત્યે અસંતોષ થવા લાગે છે. આ અસંતોષની લાગણી બહુ ખતરનાક હોય છે. તે એક ક્ષણની પણ માણસને શાંતિ બક્ષતી નથી. અદ્રશ્ય રીતે નુકશાન કરતી અસંતોષની લાગણી શાં માટે જન્મી? તેનો ફક્ત એક જ જવાબ છે.તે છે ખોટા અહંકારમાંથી.જયારે વિવેકી માણસ પોતાની ખૂબીની સાથે બીજાની ખૂબીને માન આપે છે,બીજાની મહેનત ત્યાગને ને બિરદાવે છે, બીજાના સમય અને સંજોગ અને સ્થિતિને તે સમજી શકે છે.
બધા માનવીમાં અહંકાર અને વિવેકનું યુદ્ધ ચાલતું જ હોય છે. જે લાગણી મજબૂત તે જીતી જાય છે. જો અહંકારની લાગણી જીતે તો તે જ વ્યક્તિમાં રહેલા બીજા સદગુણોને પણ ધીમે-ધીમે સમાપ્ત કરે છે. પછી જ્યાં સુધી અભિમાન નામનું તત્વ જ્યાં સુધી વિનાશ ના થાય ત્યાં સુધી ફાંફા મારવા છતાં શાંતિનું સુખ પામી નથી શકતા.
આ પૃથ્વી પર એક વૃક્ષનું પાન પણ જો પ્રભુની મરજીથી ફરકતું હોય તો આપણી ફકત આવડત જ નહિં પણ આ મનુષ્ય અવતાર પણ કુદરતની જ દેન છે. એમાં આપણું કઈ જ નથી. આપણે ફક્ત નિમિત્ત માત્ર બની, પરિશ્રમ કરી આપણું કર્મ કરવાનું છે. આપણી કાર્યક્ષમતા, બુદ્ધિ, ધન -વૈભવ બધું જ ઈશ્વરની આપણા પરની મહેરબાની છે. આપણે તેનો સદુપયોગ કરી સમગ્ર જગતના કલ્યાણમાં આપણો ફાળો આપી આપણી વૈશ્વિક અને કુદરત પ્રત્યેની ફરજ પુરી કરી લોક-કલ્યાણ સાધવું જોઈએ.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
I do everything and everything is from me,
Wgy the human being living in such superstition?
Here even the leaf turns by the will of God,
So why are you full of ego,human?
False ego gives rise to dissatisfaction,
So what makes a human being a burden?
Ego in the end is the end of virtues,
So why makes a human being the enemy of all?
Efficiency, skill and splendor are the gifts of nature,
Make good use of it for the welfare of the people.
The weakness of a human being is that he wants to be praised, to be praised by all. When someone shows his negative side, he immediately expresses his dislike for that person. The battle of positive and negative thoughts is going on in every human being.In a person who has a sense of forgiveness, who has the ability to accept his own weaknesses, positive thoughts become victorious, And in those who have a spirit of hatred, enmity, jealousy, revenge, negative thoughts prevail. Thઈ person behaves which type of thoughts become victorious. After all, speech and behavior are the fruit of thoughts born in the mind. Many people want to show that their own achievements, their own skills are the best. The other person's achievement, hard work, sacrifice does not matter to him or her at all. As the seed of ego grows, the person imposes his thoughts on others and often does not hesitate to insult others. In doing so, he knowingly or unknowingly harms oneself. The one who believe that only and only he or she is best and nothing else is arrogant and the one who respects the achievements and skills of others along with own is polite.The arrogant man is constantly being bullied. Gradually he begins to feel dissatisfied with life This feeling of dissatisfaction is very dangerous. It does not give a man a moment's peace. Why the feeling of dissatisfaction causing invisible loss? There is only one answer to that. It is from false ego.
The battle of ego and conscience is going on in all human beings. The stronger the feeling, the more it wins. If the feeling of ego wins, it gradually destroys the other virtues in the same person. Then, unless the element of ego is destroyed, one cannot attain the bliss of peace in spite of boasting.
If even the leaf of a tree on this earth turns by the will of God, then not only our skills but also this human incarnation is a gift of nature. We have nothing in it. We have to do our karma by working hard just for the sake of it. Our efficiency, intelligence, wealth - everything is God's grace on us. We should make good use of it, contribute to the welfare of the whole world, fulfill our duty towards the world and nature, and achieve public welfare.
Dhara Manish Gadara "GATI".
Very True 👍
ReplyDeleteVery good 😌
ReplyDeleteBeautifully written
ReplyDelete👌
ReplyDelete