State of mind in good and bad times
કાળદેવતાનું ચક્ર ફરતું રહે છે અવિરત,
વહેતું રહે છે સાથમાં જીવનનું સુખ-દુઃખ.
હોય જયારે જીવનમાં સુખનો વરસાદ,
અસત્યરૂપી પટ્ટીથી દ્રષ્ટિ બની જાય છે અંધ.
અંધ દ્રષ્ટિ નથી નિહાળી શકતી અન્યની પીડ,
સ્વાર્થી બની સ્વત્વને પરમતત્વથી કરી દે છે દુર.
હોય જયારે જીવનમાં દુઃખના ફક્ત છાંટણા જ,
ખુદ પર વિતતા અસત્યના બંધનોથી દ્રષ્ટિ બને છે મુક્ત.
મુક્ત દ્રષ્ટિ સમજે છે વસ્તુ-વ્યક્તિનું મુળ સત્ય,
સત્ય દ્રષ્ટિ લઈ જાય છે સ્વત્વને પરમતત્વની સમીપ.
બ્રહ્માંડમાં કાળદેવતાનું ચક્ર સતત ફરતું રહે છે. ચક્રની ગતિની સાથે મનુષ્ય જીવનમાં સુખ-દુઃખ વહેતું રહે છે. જીવનમાં એકસરખા દિવસો કોઈ પણ માનવીને ક્યારેય નથી મળ્યા. ક્યારેક સંઘર્ષ,તો ક્યારેક સફળતા. ક્યારેક નિરાશા, તો ક્યારેક વિશ્વાસ. સમયની સાથે જીવન પણ બદલાતું રહે છે. બદલતા સમય અને જીવનની સાથે માનવીનો અભિગમ પણ બદલાતો રહે છે.
પોતાના જીવનમાં સુખના દિવસો દરમ્યાન બીજાના અવગુણો શોધવા ને તેને જાહેર કરવામાં, ઈર્ષ્યા કે નિંદા કરવામાં, પોતાની જાતને જ જબરદસ્તી શ્રેષ્ઠ સાબિત કરવા મથતો રહે છે. બીજાના દુઃખ -દર્દને જાણતો હોવા છતાં અવગણે છે. બીજાની પીડા સામાન્ય વાત સમજી સ્વાર્થી બનતો જાય છે. ટૂંકમાં, માનવી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું સત્ય જાણે અને સમજે છે. છતાં,અસત્યની પટ્ટી બાંધી અંધ બની જાય છે.આંખ આડા કાન કરી માણસાઈ વિસરતો જાય છે.અંતે તે ભગવાનથી દુર થતો જાય છે.પણ, મનુષ્ય જાણતો નથી સુખ સદાને માટે ટકી નથી રહેવાનું. જેવું વર્તન-વ્યવહાર સારા દિવસોમાં કરેલું તેનું ફળ અચૂક મળે જ છે.
સમયની ગતિ બદલાતા માનવીના જીવનમાં જયારે દુઃખ આવી પડે ત્યારે ભગવાનને ફરિયાદ કરતા થાકતો નથી. પોતાના પર જયારે દુઃખ આવી પડે ત્યારે વસ્તુ -વ્યક્તિ કે પરિસ્થિતિને તેના મુળ રૂપમાં એટલે કે જે જેવું છે તેવું તે જોઈ શકે છે. અસત્યના તમામ બંધનોથી મુક્ત બની સત્યની નજીક જતો જાય છે.જે માણસની તે નિંદા કરતો તે સારો લાગવા માંડે છે, બીજાની પીડાને સમજી શકે છે.કોઈની પણ ઈર્ષ્યા તેનાથી થતી નથી.ટૂંકમાં,દુઃખના કારણે તેનામાં સત્ય સ્વરૂપ દ્રષ્ટિ કેળવાય છે. જે પોતાની જાતને એટલે કે સ્વત્વને પરમતત્વની નજીક લઈ જવાના માર્ગને નિહાળી શકે છે.
કહેવાય છે ને કે" દુઃખ વગર સુખની કિંમત નથી સમજાતી".તે યથાર્થ છે. માનવીના મનની સ્થિતિ ચંચળ છે. સુખમાં તે ફરીથી સ્વકેન્દ્રી બની જાય છે ને દુઃખમાં તે ફરીથી દુનિયાના માલિકની નજીક જોડાવાનો પ્રયાસ કરે છે.નબળા સંજોગોમાં માનવસહજ દુઃખ થાય, સુખથી પ્રસન્નતા અનુભવાય તે બધું સ્વાભાવિક છે. પણ, જીવનના સત્યથી અંતર બનાવી લે એટલી ચંચળ સ્થિતિ સ્વાભાવિક નથી,તે સ્વાર્થી છે. જીવનના સુખ કે દુઃખ કોઈ પણ સંજોગોમાં મનનો ભાવ સત્યથી દુર ના થાય તે જ ખરી સમય પર જીત હાંસલ કરે છે.
ધારા મનિષ ગડારા "ગતિ ".
ENGLISH TRANSLATION
The wheel of the time keeps revolving endlessly,
The joys and sorrows of life flow together.
When there is a rain of happiness in life,
Falsehood blinds the vision.
Blindness cannot see the pain of others,
Becoming selfish removes own from the Supreme Being.
When there is only a sprinkling of sorrow in life,
The vision becomes free from the restraints of lying on oneself.
Free vision understands the basic truth of the thing-person,situation.
The vision of truth takes the self closer to the Supreme of world.
The cycle of Time is constantly revolving in the universe. Happiness and sorrow flow in human life with the speed of the wheel. No human has ever had the same days in life. Sometimes conflict, sometimes success. Sometimes disappointment, sometimes confidence. Life also changes over time. With the changing times and life, the attitude of human beings is also changing.
During the happy days of his life, he strives to find the faults of others, to expose them, to envy or condemn them, to force himself to prove himself the best. Knows the pain of others but ignores it. The pain of others becomes normal and human becomes selfish. In short, the human being knows and understands the truth of the thing, person or situation. However, he becomes blind by tying the bandage of untruth. He loses sight of humanity by closing his eyes and ears. In the end, he gets away from God. However, man does not know that good days do not last forever. Such behavior in good days will definitely pay off.
As the pace of time changes, human beings do not get tired of complaining to God when there is suffering. When he is in pain, he can see the thing-person or situation in its original form, that is, as it is. Freed from all the shackles of untruth, he gets closer to the truth. The man on whom one condemns begins to feel good, can understand the pain of others. No more feel jealousy. Human can see the way to bring oneself, i.e. the self, closer to the Supreme of world.
It is said that "the value of happiness is not understood without suffering". The state of mind of a human being is fickle. In happiness one becomes self-centered again and in sorrow tries to reconnect with the owner of the world.It is natural for human beings to be sad in weak circumstances, to feel happiness in good days. But, it is not natural to be so fickle as to distance oneself from the truth of life, it is selfish. Happiness or unhappiness of life, in any case, the value of the mind does not turn away from the truth, it is the real victory on time.
Dhara Manish Gadara "Gati".
Article with bunch of many deep Truths mainly on Human Ego and Selfishness. To be sent to publish in any state level Or national levels news papers Or magazines. Very nice efforts.
ReplyDelete