Don't depend on others for your work
જે છે પુરી રીતે કાર્યક્ષમ, છતાં, અવલંબે છે અન્ય પર. પોતાના જ નિર્વાહ કાજ, આધારિત છે અન્ય પર. જો કરીએ કરુણા ભાવથી તેની મદદ, તો મદદ બને છે મોટુ નુકસાન. આપણે ત્યાં કહેવત છે ને કે માથે પડે એટલે બધું આવડી જાય,તે ખરેખર સાચી વાત છે.સગવડતાભર્યા દિવસોમાં માનવી પોતાની જાતને પુરી રીતે કામે લગાડી શકતો નથી.પોતાના પર જયારે આવે, મુશ્કેલી જયારે સર્જાય ત્યારે ક્યારેય ના કરેલું હોય તેવું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી પાર પડતું હોય છે. તો પછી સગવડતાના સંજોગોમાં કાર્યક્ષમતા હતી છતાં કેમ અધૂરપ રહી? કેમકે, તે કાર્યક્ષમતા સુષુપ્ત અવસ્થામાં હતી. તેને ક્યારેય જગાડવાનો પ્રયત્ન જ ના કર્યો. માથે મુશ્કેલી આવે ત્યારે જ પોતાની સાચી શક્તિનો માનવીને પરિચય થતો હોય છે. તેને ક્યારેય પોતાની જાતને આરામદાયક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જ ના કર્યો હોય. પોતાની જાતને ઢંઢોળીએ નહીં તો તેમાંથી કશું જ બહાર નીકળી નથી શકતું. જેટલું પોતાની જાત પાસેથી કાર્ય લેશું તેટલી જ વધારે કાર્યક્ષમતા વિકસે છે. માનવીનો મોટામાં મોટો શત્રુ તેની પોતાની આળસ જ છે.અમુક અપવાદ બાદ કરતા પો...