Don't depend on others for your work

 જે છે પુરી રીતે કાર્યક્ષમ,

છતાં, અવલંબે છે અન્ય પર.

પોતાના જ નિર્વાહ કાજ,

આધારિત છે અન્ય પર.

જો કરીએ કરુણા ભાવથી તેની મદદ,

તો મદદ બને છે મોટુ નુકસાન.




        આપણે ત્યાં કહેવત છે ને કે માથે પડે એટલે બધું આવડી જાય,તે ખરેખર સાચી વાત છે.સગવડતાભર્યા દિવસોમાં માનવી પોતાની જાતને પુરી રીતે કામે લગાડી શકતો નથી.પોતાના પર જયારે આવે, મુશ્કેલી જયારે સર્જાય ત્યારે ક્યારેય ના કરેલું હોય તેવું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી પાર પડતું હોય છે. તો પછી સગવડતાના સંજોગોમાં કાર્યક્ષમતા હતી છતાં કેમ અધૂરપ રહી? કેમકે, તે કાર્યક્ષમતા સુષુપ્ત અવસ્થામાં હતી. તેને ક્યારેય જગાડવાનો પ્રયત્ન જ ના કર્યો. માથે મુશ્કેલી આવે ત્યારે જ પોતાની સાચી શક્તિનો માનવીને પરિચય થતો હોય છે. તેને ક્યારેય પોતાની જાતને આરામદાયક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જ ના કર્યો હોય. પોતાની જાતને ઢંઢોળીએ નહીં તો તેમાંથી કશું જ બહાર નીકળી નથી શકતું. જેટલું પોતાની જાત પાસેથી કાર્ય લેશું તેટલી જ વધારે કાર્યક્ષમતા વિકસે છે.

         માનવીનો મોટામાં મોટો શત્રુ તેની પોતાની આળસ જ છે.અમુક અપવાદ બાદ કરતા પોતાનું કાર્ય પોતે કરી શકે એટલી કાર્યક્ષમતા ઈશ્વરે સૌને આપેલી જ છે. છતાં નકામી આળસ અને ખોટા થાકના બહાના હેઠળ જાતને પંપાળીને પોતાના કાર્ય માટે, પોતાના જ નિર્વાહ માટે બીજા પર આધારિત શા માટે રહેવું? તેમ કરવામાં મોટુ નુકસાન પોતાનું જ થતું હોય છે. કેમકે, પ્રેમભાવથી બીજા પાસેથી કાર્યની કે અન્ય કોઈ મદદ તો મળી જતી હોય છે પણ, પોતે પોતાની આવડત ખોઈ બેસતા હોય છે.

        જેટલું વધારે કાર્ય થયું હોય તેટલી આવડત ખીલતી હોય છે, પોતાની જાતે કંઈ કર્યાનો આત્મસંતોષ પણ મળતો હોય છે. જે ખરેખર જરૂરિયાતમંદ છે તે પોતાના પગ પર ઉભા રહી શકે, તેનું આત્મસન્માન મેળવી શકે એવું કંઈ કરીએ તો તેની મદદ કરી કહેવાય. બાકી દયા, પ્રેમ કે કરુણાભાવેથી કરેલી મદદ લાંબો સમય ટકતી નથી અને મદદ લેનાર હંમેશા મદદ માંગતો જ રહે છે,પોતાના વ્યક્તિત્વને ખોઈ બેસે છે. પોતાની અંદર ઉતરીને જે પડેલું છે તે કાઢવાની ક્યારેય કોશિશ નહીં કરે.

ધારા મનિષ ગડારા "ગતિ".


English Translation


one is fully efficient,


 Yet, depends on others.


 Own subsistence work,


 Depends on others.


 If we help her or him with compassion,


 So help is a big loss.





 There is a saying that if it falls on the head then everything will done perfectly.it is really true. In the days of convenience man cannot fully employ himself. When it comes to oneself, when trouble arises, a task that has never been done is completely overcome.  Then why was it incomplete even though there was efficiency in the circumstances of convenience? Because, that efficiency was dormant.  Never tried to wake up.  It is only when trouble comes to the head that man is introduced to his true power.  He or she never tried to get oneself out of a comfort zone.  Nothing can come out of it unless we reveal ourselves.  The more work we take from ourselves, the more efficiency develops.


 Man's greatest enemy is his own laziness. With a few exceptions, God has given so much efficiency to all that he or she can do his or her own work.  Yet why pamper oneself under the pretext of useless laziness and false fatigue and depend on others for one's own work, for one's own sustenance?  Doing so is to one's own detriment.  Because, out of love, one gets help from others for work or any other, but he or she loses  own skills.


 The more work done, the better the skills, the more self-satisfaction one gets.  Those who are really in need can stand on their own feet, gain self-respect.  Help with feeling of kindness, love or compassion does not last long and the seeker always seeks help, loses his or her personality.  He will never try to get out what is lying inside.


 Dhara Manish Gadara "GATI".



 

Comments

Post a Comment

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty