At the end of life there should be contentment, not repentance

 વિતિ ગયું આયખું આળસમાં ને,

રહી ગયા અધૂરા અરમાન.

કાલ પર કાર્ય મુલતવી રાખ્યું ને,

આવી નહિં કાલ ક્યારેય.

ભૂતકાળના ભાર તળે રહ્યો દબાયેલો ને,

ગુમાવી રોજ નવા સૂર્યોદયની અનેક તક.

આપી તાલિમ કર મનને જાગ્રત ને,

ઉદાર જીવનદાતાના દાનને ઉજાળ.

કહેવાય છે ને કે જે છે તે અત્યારે જ છે, તમારી અંદર જ છે. બીજે ક્યાંય નથી. માણસને કોઈ કાર્ય કરવું હોય અને જો તે ખરા હૃદયથી તે કરવા ઈચ્છતો હોય તો તે થઈને જ રહે છે. પણ, મોટા ભાગના લોકો કાર્યના ફક્ત વિચારો કરે છે, સપનાઓ જોવે છે અને અત્યારનું કાર્ય ભવિષ્ય પર મુલતવી રાખે છે. એટલે કાર્ય કરવાની ઈચ્છાઓનું પાત્ર ભરાતું જાય છે અને આળસ ને આળસમાં  ઈચ્છીત કાર્યનું અમલીકરણ આજ ને આવતીકાલના વાયદાઓમાં હિલોળે ચડીને અંતે અશક્ય બની જાય છે.

        સૂર્યદેવ રોજ પોતાની સાથે તાજી સોનેરી અઢળક ક્ષણો લાવે છે. તાજગીનો અહેસાસ પોતાના શ્વાસ અને શરીરમાં ભરીને ધારેલા કાર્યને પૂરું કરવાની અનેક તકોને માણસ આવતીકાલના ખ્યાલી દુનિયાના વ્હેમને કારણે ગુમાવતો જાય છે અને એ ભ્રમની દુનિયા ક્યારેય અસ્તિત્વ પામતી જ નથી. આવી રીતે ઈશ્વરે આપેલ અનેક તકોનો લાભ પોતાની આળસ અને બેદરકારીમાં ગુમાવીને અંત સુધી પસ્તાવા સાથે જીવે છે.

           માનવી પાસે બધું જ હોય છતાં તે શાંતિ, આંતરિક ખુશીની શોધમાં ભટકતો રહે છે. આ સ્થળે, આ સ્થિતિમાં આ સમયે શાંતિ અને ખુશી મળશે એવી આશા સાથે તે અત્યારની, આ ક્ષણનાં અસ્તિત્વને માણતો નથી.જે સ્થિતિ છે તેને જો સ્વીકારે, પોતે જે વિચારેલુ છે તે નહિં પણ જે છે તે પ્રમાણે પોતે ઢળે, પોતાની અંદર રહેલા ભાવોને જાણે -સમજે અને તેને વિનય પૂર્વક બીજા સમક્ષ વ્યક્ત કરે, પોતાની નકારાત્મકતા સામે લડે, તો આંતરિક ખુશી આપમેળે મળી જાય. પોતાના દોષ સ્વીકારી સામે વાળાના ગુણ નિહાળીએ તો આ સમગ્ર જગત અંતરાત્માને શાંતિ જ પ્રદાન કરે.

      મનને જે પ્રકારે તાલિમ આપીએ એ પ્રમાણે તે કેળવાય.અધૂરી ઈચ્છા, સપનાઓ અને કાર્ય ને આજથી અને અત્યારથી આરંભી દઈએ તો ઈશ્વરે જે કાર્ય માટે જન્મ આપ્યો છે તે સાર્થક થશે.જીવન સંધ્યા ટાણે પસ્તાવાના શુળ નહિં રહે અને સંતોષનો મધુર ઓડકાર દિવ્યતા પ્રદાન કરશે.


ધારા મનિષ ગડારા "ગતિ".




English Translation


Days gone because of laziness,

 Desires remained unfinished.

 Work postponed on tomorrow,

 Never come tomorrow

 Pressed under the weight of the past,

  new sunrise gives many opportunity that on lost.

 Give training and awaken the mind,

 Enlighten the generous life-giver's charity.


 It is said that what is right now, is within you.  Nowhere else.  Man has to do something and if  wants to do it with all their heart then it is done.  Also, most people just think of work, dream and postpone the present work to the future.  That is why the character of the desire to work is being filled and the implementation of the desired remain unfinish in laziness and laziness. It becomes impossible in the end by swinging from today to tomorrow.



 Suryadev brings with him many golden moments every day.  Man loses many opportunities to fulfill the task of filling his breath and body with the feeling of freshness due to imaginary world of tomorrow and the world of that illusion never exists.  Thus, taking advantage of the many opportunities God has given us, we lose in our laziness and carelessness and lives with remorse till the end.

 Man, despite having everything, wanders in search of peace, inner happiness. Man believed that,In this situation, at this place, at this time, he or she will get true hapiness nd loses present moment. If he or she accepts the situation not according own thought bt, it is in actual form,lives according situation, know own all feelings nd Understand and humbly express it to others, fight against one's own negativity, then inner happiness is found automatically.  If we look at the virtues of those who admit their guilt, then this whole world will only provide peace to the conscience.

 It is cultivated according to the way we train the mind. If we start unfulfilled desires, dreams and work from today and from now on, then the work for which God has given birth will be meaningful.The twilight of life will not be a nightmare of repentance and the sweet belching of contentment will provide divinity.


 Dhara Manish Gadara "GATI".

Comments

Post a Comment

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow