Father :The Pillar of Life
જેની છત્રાછાયામાં જીવનના થાકનો વિસામો મળે, જેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય, જેના ખમતીધર ખભાએ જવાબદારીનો બોજ ઉંચકયો, જેમને ક્યારેક કડક થઈને સાચી શિક્ષા આપી હોય, જેમને સારૂ ઘડતર કરી સુંદર જીવન, અસ્તિત્વ આપ્યું હોય, તે એટલે પિતા..... બાળકને તેની સાથે તેના પિતાની ઉપસ્થિતથી એક હૂંફ, સલામતીનો અનુભવ થાય છે. બાળક માટે તેના પિતા એટલે તેની દરેક જરૂરિયાત પુરી કરનાર વ્યક્તિ.એક પિતા સંતાનના સારા ભવિષ્ય માટે પોતાની આજની જિંદગી,અરમાનો અને ઘણું બધું ત્યાગી દઈને,પુરા પરિવારની જવાબદારી પોતાના ખમતીધર ખભા પર લઈ લે છે.પરિવારના તમામ સદસ્યોની બધી જરૂરિયાત પુરી કરી જીવનને સરળ તેમજ સગવડભર્યું બનાવાનો પ્રયાસ જ તેના જીવનનો ધ્યેય હોય છે.ગમે તેટલા મોટા થઈ જઈએ પણ માતા-પિતાની છત્રછાયામાં જે હૂંફ,સલામતી મળે તે જગતમાં ક્યાંય ના મળે,તેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય છે. બાળકના જીવનના ઘડતર માટે ક્યારેક કડક બની શિક્ષા આપે છે,તો ક્યારેક મિત્ર બની સમજાવે પણ છે.દરેક પિતાની એ જ ઈચ્છા હોય છે કે ત...