Father :The Pillar of Life

 જેની છત્રાછાયામાં જીવનના થાકનો વિસામો મળે,

જેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય,

જેના ખમતીધર ખભાએ જવાબદારીનો બોજ ઉંચકયો,

જેમને ક્યારેક કડક થઈને સાચી શિક્ષા આપી હોય,

જેમને સારૂ ઘડતર કરી સુંદર જીવન, અસ્તિત્વ આપ્યું હોય,

 તે  એટલે પિતા.....




        

          બાળકને તેની સાથે તેના પિતાની ઉપસ્થિતથી એક હૂંફ, સલામતીનો અનુભવ થાય છે. બાળક માટે તેના પિતા એટલે તેની દરેક જરૂરિયાત પુરી કરનાર વ્યક્તિ.એક પિતા સંતાનના સારા ભવિષ્ય માટે પોતાની આજની જિંદગી,અરમાનો અને ઘણું બધું ત્યાગી દઈને,પુરા પરિવારની જવાબદારી પોતાના ખમતીધર ખભા પર લઈ લે છે.પરિવારના તમામ સદસ્યોની બધી જરૂરિયાત પુરી કરી જીવનને સરળ તેમજ સગવડભર્યું બનાવાનો પ્રયાસ જ તેના જીવનનો  ધ્યેય હોય છે.ગમે તેટલા મોટા થઈ જઈએ પણ માતા-પિતાની છત્રછાયામાં જે હૂંફ,સલામતી મળે તે જગતમાં ક્યાંય ના મળે,તેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય છે. 

         બાળકના જીવનના ઘડતર માટે ક્યારેક કડક બની શિક્ષા આપે છે,તો ક્યારેક મિત્ર બની સમજાવે પણ છે.દરેક પિતાની એ જ ઈચ્છા હોય છે કે તેનું સંતાન જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે સક્ષમતાથી સામનો કરે,પ્રગતિ કરે,ખુશ રહે અને સારૂ જીવન જીવે.

            જે પિતા કરકસર અને મહેનત કરી સંતાનોનું જીવન બનાવ્યું હોય તેમને કદાચ આજની યુવાપેઢીના મોજ-શોખ અને નકામા ખર્ચા થોડા વિચિત્ર લાગતા હોય.આ પેઢી વચ્ચેનો વૈચારિક અંતરાય છે,જે સમજાવટથી અને સમાધાનથી ઉકેલી શકાય. કોઈ પણ પિતા ક્યારેય સંતાનનું અહિત ના ઈચ્છે,તે બસ સારા સંસ્કાર આપવા ઈચ્છે છે.જેથી જીવનમાં તેની ગેરહાજરી હોય તો આવનાર સંઘર્ષનો મજબૂતાઈથી સામનો કરી શકે.

              જીવનના આધારસ્તંભ સમા પિતા માટે મોટી ભેટ એ છે કે તેના સંતાનો હળીમળીને રહે,સંતાનો સાથે સમય વિતાવા મળે અને એકબીજાનું માન-સન્માન જળવાય રહે.ક્યારેક માતા-પિતા સાથે સમય પસાર કરીએ અને આપણા બાળપણની વાતો આપણને કહે ત્યારે જે સ્મિત એમના ચહેરા પર હોય એ નિહાળજો,ચોક્કસ અમૂલ્ય ખજાનો મળશે.આજના સમયમાં એક પિતા માટે કિંમતી ભેટ સંતાને તેમને આપેલો સમય જ કહી શકાય.

              આજના સંતાનોએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે આજે તે જે કંઈ પણ છે તેના માટે તેના પિતાની મહેનત,પરસેવો અને વ્યક્તિગત મોજ-શોખ અને અરમાનોનો ત્યાગ છે.આજે સંતાન મુક્ત ગગનમાં વિહરી રહ્યું છે તો તેની પાંખો તેના પિતા જ છે એ વાત ક્યારેય ના ભૂલવી.પિતા માટે ફક્ત આ એક જ દિવસ નથી, આજે તો ફક્ત શબ્દથી,ભેટથી કે કોઈ પણ રીતે ઉજવીએ છીએ.પણ,પિતાને સમય આપી કર્મથી સદા પિતાનું માન જાળવીએ એવી અભ્યર્થના.....

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION



  In the shadow of whom one finds the breath of life's fatigue,comfort.

 From Whom one get a childhood resurrection,

 Whose capable shoulders carried the burden of responsibility,

 From Whom  sometimes punished,

 Who gives us well-crafted and beautiful life, all existence,

  That means Father .....

        

           The baby feels a warmth, a sense of security in the presence of his father.  For a child, his father is the person who fulfills his every need. A father, by giving up his present life, aspirations and much more for the good future of his child, takes the responsibility of the whole family on his able shoulders.  Trying to be comfortable life for whole family is the goal of his life. No matter how old we in age,the warmth and security we get in the shadow of our parents is not found anywhere in the world, we have our childhood revived.

For the betterment of the life of a child, sometimes it is strictly disciplined, sometimes it is even explained as a friend.Every father wants his child to be able to face the difficulties in life competently, make progress, be happy and live a good life.

             Fathers who work hard to make a better living for their children may find wasteful spending of today's youth and feels little strange. It creats generation gap on thinking process which can be solved on good understanding.No father ever wants to harm his child, he just wants to give nd cultivate good manners.so, in the absense of him, his child is able to fight against troubles created in life.

               A great gift for a father who is a pillar of life is that his children get along with each other well, spend time with their children and maintain respect for each other.   when you get some time with parents  nd they share ur childhood memories.Look, you will surely find invaluable treasure in form of smile on parents faces. Now this days , a precious gift for a father can only be called the time given by child to him.

               Today's children should remember one thing in particular that for whatever he is today, his father's hard work, sweat and personal hobbies and aspirations have been abandoned. If a child is flying in the open sky today, never forget that his wings are his father. This is not the only day for the father, today we celebrate it only with words, gifts or in any other way.Spend time with father nd always respect father is our gift by deed.

Dhra Manish Gadara "GATI".

          

        

           

Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty