Posts

Showing posts from June, 2023

A Prayer to God on Birthday

Image
 અપેક્ષાઓ પણ ઓછી પડે, એટલું મળ્યું મને જીવનમાં, મળેલું સાર્થક કરી શકું એવી પ્રાર્થના. તમે આપેલા જીવનની ગતિની સાથે, કર્મનાં સાતત્યનો દીપ પ્રગટાવી, જીવનને અજવાળી શકું એવી પ્રાર્થના. બીજાની ભૂલોને ક્ષમા આપીને, મારી ભૂલોને સુધારી-માફી માંગીને, સંબંધોને મહેકાવી શકું એવી પ્રાર્થના. ક્યારેય કોઈનુંય અહિત ન કરીને, મન-વચન-કર્મથી થોડું પણ બીજાનું હિત કરીને, શુદ્ધ આચારણને જીવનમાં ઉતારી શકું એવી પ્રાર્થના. ગર્વ છે મને મારા ગુજરાતી-ભારતીયતાનો, પરિવાર-સમાજ અને દેશ માટે કંઈક કરીને, શાંતિ-સંતોષ સાથે જીવનને ગતિ આપી શકું એવી પ્રાર્થના. સત્યના માર્ગે ચાલીને, સંઘર્ષો સામે લડીને, જીવનને સુંદર બનાવી શકું એવી પ્રાર્થના. સારૂ સ્વાસ્થ્ય જાળવીને, જરૂરિયાતમંદની સેવા કરીને, જનેતાના ઋણને ચૂકવવાનો પ્રયાસ કરી શકું એવી પ્રાર્થના. ધારા મનિષ ગડારા "ગતિ". ENGLISH TRANSLATION Where Expectations also less,  I got so much in life,  A prayer that I can make what I have received worthwhile.  With the pace of life you give,  Lighting the lamp of continuity of karma,  A prayer that can light up life...

Birthday of Krishnavi

Image
 કૃષ્ણવીનો કિલકિલાટ લાવે છે સૌની ખુશી, પ્રભુને એટલી પ્રાર્થના રહે તું સદાયે હસતી-રમતી. સ્ત્રી છે એક શક્તિ સ્વરૂપ એ વાત કદી ના ભૂલતી, તકલીફમાંથી તક શોધી જીવનમાં રહેજે આગળ ધપતી. કર્મ તારા કરજે દિલથીને જીવજે તું મોજથી, ફરજ કદીયે ના ચુકતી આત્મસન્માનને જાળવી. માતા-પિતાને પરિવારની છો તું લાડલી, ઘડજે સારૂ વ્યક્તિત્વ સમાજ અને દેશ-સેવા કરી.               લાગણીઓને દીકરીઓ જીવતી હોય છે. જન્મથી જ તેના લોહીમાં પ્રેમ, સંભાળ કરુણા જેવા ગુણો વણાયેલા હોય છે. સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે, માઁ જગદંબાના અંશનો સાક્ષાત્કાર છે. છતાં લોકો સંતાનમાં ફક્ત દિકરાને જ કેમ મહત્વ આપે છે? દીકરો વંશને આગળ વધારશે, ઘડપણનો સહારો બનશે એવી ખોટી દલીલો આગળ ધરશે. જો દીકરીને પ્રેમ અને સ્વતંત્રતા અને સમાનતાનું મુક્ત આકાશ આપવામાં આવે તો દીકરી પણ કુળનું નામ આભને આંબતું કરે છે.                સંતાનમાં દીકરો કે દીકરી કોઈ પણ હોય ફક્ત તેનો ઉછેર પ્રેમ અને સંસ્કારોથી કર્યો હોય તો બંને આપણા માટે ગર્વ અપાવે એવું કાર્ય કરી શકે છે.           ...