Birthday of Krishnavi

 કૃષ્ણવીનો કિલકિલાટ લાવે છે સૌની ખુશી,

પ્રભુને એટલી પ્રાર્થના રહે તું સદાયે હસતી-રમતી.

સ્ત્રી છે એક શક્તિ સ્વરૂપ એ વાત કદી ના ભૂલતી,

તકલીફમાંથી તક શોધી જીવનમાં રહેજે આગળ ધપતી.

કર્મ તારા કરજે દિલથીને જીવજે તું મોજથી,

ફરજ કદીયે ના ચુકતી આત્મસન્માનને જાળવી.

માતા-પિતાને પરિવારની છો તું લાડલી,

ઘડજે સારૂ વ્યક્તિત્વ સમાજ અને દેશ-સેવા કરી.




              લાગણીઓને દીકરીઓ જીવતી હોય છે. જન્મથી જ તેના લોહીમાં પ્રેમ, સંભાળ કરુણા જેવા ગુણો વણાયેલા હોય છે. સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે, માઁ જગદંબાના અંશનો સાક્ષાત્કાર છે. છતાં લોકો સંતાનમાં ફક્ત દિકરાને જ કેમ મહત્વ આપે છે? દીકરો વંશને આગળ વધારશે, ઘડપણનો સહારો બનશે એવી ખોટી દલીલો આગળ ધરશે. જો દીકરીને પ્રેમ અને સ્વતંત્રતા અને સમાનતાનું મુક્ત આકાશ આપવામાં આવે તો દીકરી પણ કુળનું નામ આભને આંબતું કરે છે.

               સંતાનમાં દીકરો કે દીકરી કોઈ પણ હોય ફક્ત તેનો ઉછેર પ્રેમ અને સંસ્કારોથી કર્યો હોય તો બંને આપણા માટે ગર્વ અપાવે એવું કાર્ય કરી શકે છે.

                અમારા આંગણે લક્ષ્મી સ્વરૂપ દીકરી કૃષ્ણવીનો જન્મ અમારું સૌભાગ્ય છે. તે અમારી શક્તિ છે. આજના દિવસે તેનો પૃથ્વી પરનો પ્રથમ શ્વાસ. અમારા હૃદય કુંજમાં બિરાજેલી, માઁ જગદંબાનું શક્તિ સ્વરૂપ કૃષ્ણવીની ભગવાન સઘળી સારી મનોકામનાઓ પૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના.



                તારું જીવન બીજાને મદદરૂપ થાય, સંઘર્ષો સામે લડીને જીતી શકે, જીવનની દરેક પલોમાં તું મોજથી જીવી શકે, તારી પલકોમાં રહેલા દરેક સરસ સપનાઓ પૂર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના.

               એક વાત હંમેશા યાદ રાખજે બેટા!સ્ત્રી શક્તિનું રૂપ છે, તને ભગવાને ઘણુ બધું સામર્થ્ય આપ્યું છે, પણ તારી વિનમ્રતા ક્યારેય ના છોડતી, તારી ફરજો ક્યારેય ના ચુકતી, તારા સાચા સ્વાભિમાનને જાળવજે.

              નિસ્વાર્થ કર્મ કરી મારી ઢીંગલી કૃષ્ણવી તારા નામના ગુણને સાર્થક કરજે એ જ મારી ઈચ્છા છે.ખુબ ખુશ રહે.

ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION


Krishnavi's chirping brings happiness to all,


 Pray to the Lord that you are always smiling and playing.


 Never forget that woman is a form of power,


 Looking for an opportunity out of trouble, you move forward in life.


 Do your deeds and live with joy,


 Maintain self-respect that duty never forget.


 To parents and  to the family love u alot darling,


 Make a good personality and serve the society and the country.





Daughters are alive to feelings.  Right from birth qualities like love, care and compassion are woven in her blood.  A woman is a form of power, a manifestation of a portion of Maa Jagdamba.  But why do people give importance only to sons?  They will advance false arguments that a son will advance the dynasty, will be the support of old age.  If the daughter is given a free sky of love and freedom and equality, the daughter also makes the clan name shine.


Whether it is a son or a daughter, only if they are brought up with love and rites, both of them can do something that makes us proud.


The birth of our daughter Krishnavi is like goddess Laxmi in ​​our home is our good fortune.  She is our strength.  Her first breath on earth is today.  Living in our hearts,form of Maa Jagdamba is our Krishnavi. We pray to God that all your good desire will be fulfilled.


May your life help others,society nd country.may you fight against conflicts and win, may you live happily in every phase of life, pray to God that all the beautiful dreams in your eyes come true.


Always remember one thing beta! Woman is the epitome of power, God has given you so much power, but never lose your modesty, never neglect your duties, maintain your true self-respect.


 It is my wish that my doll, Krishnavi, should fulfill the merits of your name by doing selfless deeds. May she be very happy.


 Dhara Manish Gadara "Gati".


Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Walking on the path of duty intuitively without the burden of duty