A Prayer to God on Birthday

 અપેક્ષાઓ પણ ઓછી પડે,

એટલું મળ્યું મને જીવનમાં,

મળેલું સાર્થક કરી શકું એવી પ્રાર્થના.


તમે આપેલા જીવનની ગતિની સાથે,

કર્મનાં સાતત્યનો દીપ પ્રગટાવી,

જીવનને અજવાળી શકું એવી પ્રાર્થના.


બીજાની ભૂલોને ક્ષમા આપીને,

મારી ભૂલોને સુધારી-માફી માંગીને,

સંબંધોને મહેકાવી શકું એવી પ્રાર્થના.


ક્યારેય કોઈનુંય અહિત ન કરીને,

મન-વચન-કર્મથી થોડું પણ બીજાનું હિત કરીને,

શુદ્ધ આચારણને જીવનમાં ઉતારી શકું એવી પ્રાર્થના.


ગર્વ છે મને મારા ગુજરાતી-ભારતીયતાનો,

પરિવાર-સમાજ અને દેશ માટે કંઈક કરીને,

શાંતિ-સંતોષ સાથે જીવનને ગતિ આપી શકું એવી પ્રાર્થના.


સત્યના માર્ગે ચાલીને,

સંઘર્ષો સામે લડીને,

જીવનને સુંદર બનાવી શકું એવી પ્રાર્થના.


સારૂ સ્વાસ્થ્ય જાળવીને,

જરૂરિયાતમંદની સેવા કરીને,

જનેતાના ઋણને ચૂકવવાનો પ્રયાસ કરી શકું એવી પ્રાર્થના.


ધારા મનિષ ગડારા "ગતિ".






ENGLISH TRANSLATION



Where Expectations also less,


 I got so much in life,


 A prayer that I can make what I have received worthwhile.



 With the pace of life you give,


 Lighting the lamp of continuity of karma,


 A prayer that can light up life.



 By forgiving the faults of others,


 By correcting my mistakes,apologized for it,


 A prayer to strengthen relationships.



 Never harming anyone,


 By doing a little bit good deed of mind-word-karma,


 A prayer that I can bring pure conduct to life.



 I am proud of my Gujarati-Indianness,


 By doing something for family-society and country,


 A prayer to pace life with peace and contentment.



 walking in the path of truth,


 By fighting conflicts,


 A prayer to make life beautiful.



 By maintaining good health,


 By serving the needy,


 A prayer to try to pay off the debt of mother.





 Dhara Manish Gadara "Gati".




Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow