Posts

Showing posts from October, 2023

Purpose of life and efforts to achieve it

Image
  સપનાઓ હોય છે ઘણા બધા, પ ણ, બંધ આંખોથી સપનાનો ભાર જ વધે છે. જાગતી આંખની આશને, મક્કમ મનના પ્રયાસો હૈયે હામ આપે છે. જાગ્યા ત્યાંથી સવાર માંડીને, જીવ રેડી દો જીવનને સાર્થક કરવામાં. રોજ ઉગતી નવી સવારે, શોધો અર્થ સાર્થકતાનો. ચાલો, દોડો, પડો ને ઉઠો, વેરાયેલા સપનાને વીણો ને ફરી દોડો. જગતને બદલે જાતને બતાવો, દરેક કદમે નવું શીખી અંદરથી વૃદ્ધિ પામો. અંદરથી વધતું જાતને કંઈક આપે છે, વિદાય વેળાએ તે જ આપે છે હાશકારો.          સપનું એટલે શું? અત્યારે જે જીવન ચાલી રહ્યું છે, તે આગળ વધે ત્યારે કંઈક મેળવવાની, કંઈક આપવાની, કંઈક બનવાની કે કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા. દરેક મનુષ્યને પોતાનું એક સપનું હોય છે. સપનાવિહોણો મનુષ્ય હોતો જ નથી. દરેકને પોતાના માટે કે બીજા માટે કંઈક ને કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા હોય જ છે. પણ, મોટા ભાગના મનુષ્યો સપનાના જગતને હકીકતના જગતમાં પરિણામી નથી શકતા. સપનાને પામવા પ્રયત્નનો પ્રવાસ ના કરીએ તો સપનાઓ ઘણા વજનદાર બની જાય છે. આ વજનનો ભાર મનને અતૃપ્ત કરી દે છે.           સેવેલા સપનાને સિદ્ધ કરવા નવા ઉગતા સૂર્યોદયે જીવનનો ધ્યે...

Mahatma Gandhiji's Birthday

Image
જે મારામાં છે, તે તારામાં પણ છે. કેમકે, સૌનો સર્જનહાર એક જ છે. આ ભાવે જીવનાર, સત્યના પથે ચાલનાર, સ્વયં કષ્ટ વેઠનાર, સામા પક્ષનું પણ ભલું ઈચ્છનાર, માનવ મૂલ્યોને જીવનાર, સાદગીને જ સંપૂર્ણ માનનાર, ભારતના આત્માને નોખી રીતથી જાગ્રત કરનાર, મહામાનવ, મહાત્મા પણ એક જ છે. આજના સમયમાં જયારે માણસાઈ મરી રહી છે, ત્યારે મહામાનવે જીવેલા મૂલ્યોના અમુક અંશો પણ આપણા જીવનમાં ઉતારીએ તો, આપણે બીજું કાંઈ સિદ્ધ ના કરી શકીએ તો કાંઈ નહીં પણ, પોતાની જાત સાથે પ્રામાણિક બનવાનો ગર્વ જરૂર અનુભવી શકીશું. બાકી, આજે દુનિયાને છેતરતો માનવી પોતાની જાતને પણ નથી છોડતો. સત્ય અને અહિંસા જેવા ગુણો જે રીતે ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલા એ હદ સુધી તો આપણું ગજું નથી. પણ, આપણાથી કોઈનું અહિત ના થાય અને બીજાએ આપણી સાથે કરેલા અન્યાયનો પ્રત્યુત્તર પણ નુકસાનકારક ન હોવો જોઈએ. એટલું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ. એટલે કે, અન્યાયનો વિરોધ વિનમ્રતા સાથે હોવો જોઈએ. આપણા વર્તન કે વાણીથી સામા પક્ષને તકલીફ ના થાય અને આપણી વાત તેમના ગળે ઉતારી શકીએ એટલી ધીરજ અને સહન શક્તિ આપણામાં હોવી જોઈએ. અત્યારના સમયનો માનવી પોતાના જ સ્વજનની અણગમતી વાતનો વિ...