Purpose of life and efforts to achieve it
સપનાઓ હોય છે ઘણા બધા,
પણ, બંધ આંખોથી સપનાનો ભાર જ વધે છે.
જાગતી આંખની આશને,મક્કમ મનના પ્રયાસો હૈયે હામ આપે છે.
જાગ્યા ત્યાંથી સવાર માંડીને,
જીવ રેડી દો જીવનને સાર્થક કરવામાં.
રોજ ઉગતી નવી સવારે,
શોધો અર્થ સાર્થકતાનો.
ચાલો, દોડો, પડો ને ઉઠો,
વેરાયેલા સપનાને વીણો ને ફરી દોડો.
જગતને બદલે જાતને બતાવો,
દરેક કદમે નવું શીખી અંદરથી વૃદ્ધિ પામો.
અંદરથી વધતું જાતને કંઈક આપે છે,
વિદાય વેળાએ તે જ આપે છે હાશકારો.
સપનું એટલે શું? અત્યારે જે જીવન ચાલી રહ્યું છે, તે આગળ વધે ત્યારે કંઈક મેળવવાની, કંઈક આપવાની, કંઈક બનવાની કે કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા. દરેક મનુષ્યને પોતાનું એક સપનું હોય છે. સપનાવિહોણો મનુષ્ય હોતો જ નથી. દરેકને પોતાના માટે કે બીજા માટે કંઈક ને કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા હોય જ છે. પણ, મોટા ભાગના મનુષ્યો સપનાના જગતને હકીકતના જગતમાં પરિણામી નથી શકતા. સપનાને પામવા પ્રયત્નનો પ્રવાસ ના કરીએ તો સપનાઓ ઘણા વજનદાર બની જાય છે. આ વજનનો ભાર મનને અતૃપ્ત કરી દે છે.
સેવેલા સપનાને સિદ્ધ કરવા નવા ઉગતા સૂર્યોદયે જીવનનો ધ્યેય શું છે?, હેતુ શું છે? ભગવાને આપણને આ સુંદર પૃથ્વી પર અવતરણ શા માટે આપ્યું?, આપણી અંદર એવું અલગ શું રોપ્યું છે ઈશ્વરે?, તે શોધીને તેને વિકસાવો અને જીવનને સાર્થક કરવાના પ્રયાસોમાં જીવ રેડી દઈએ.
જગત આખાની વધારાની માહિતી રાખતો માનવી પોતાના મનને ખરેખર શું જોઈએ છે, તે નથી જાણતો. એકાંતમાં માહ્યાલાને ઢંઢોળીને મનની વાત જાણવાની મથામણ કરવી જોઈએ. આ મથામણ ચોક્કસ જીવનને સપષ્ટતા આપશે. હેતુને સિદ્ધ કરવા શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું એ સ્પષ્ટ થયા બાદ સતત સજાગ રહીને હેતુને વફાદાર રહી કરેલું કર્મ અવશ્ય સિદ્ધ થાય છે.
પ્રયત્નના પ્રવાસમાં ચાલતા માર્ગ ક્યારેક કાંટાળો આવે, ક્યારેક ટાઢક મળે, ક્યારેક ઠોકર વાગે ને પડી જવાય તો મુસાફરી ના છોડાય. પણ, હિંમતપૂર્વક ઉભા થઈને દોડવાની કળા નિખારવાની. માનવ સહજ સ્વભાવથી પડવાથી સપનાઓ વેરાઈ જાય ને, ત્યાંથી જ આપણે અટકી જઈએ છીએ. જે વેરાયેલા સપનાને ભેગા કરી, જુસ્સા પૂર્વક ઉભા થઈ દોડવાની ક્ષમતા બતાવે તે કોઈની કોઈ રીતે જીતે જ છે.
પ્રવાસના દરેક પગલે કંઈક નવું શીખવા મળે છે. પ્રવાસને મજેદાર બનાવવા અટક્યા વગર ચાલતા રહેવું જરૂરી છે, ગતિ જરુરી છે. આ ગતિ જ અંદર આત્મા પરનો વિશ્વાસ કેળવે છે. આત્મવિશ્વાસથી જીવેલી જિંદગી અંતિમ વેળાએ કોઈ ફરિયાદ કે અતૃપ્ત ઈચ્છા નહીં પણ, એક અલગ હાશકારો આપે છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
dreams are many,
But, closed eyes only increase the load of dreams.
to the hope of the waking eye,
The efforts of a determined mind give life.
From waking up to morning,
Pour life into making life worthwhile.
Every new morning that rises,
Discover the meaning of realism.
Walk, run, fall and get up,
Collect the shattered dreams and run again.
Show yourself instead of the world,
Learn something new at every step and grow from within.
Growing from within gives something of itself,
It gives a magical relief at the time of farewell of life.
What is a dream? The desire to get something, give something, become something or achieve something as life goes on now. Every human being has a dream of his own. There is no human being without dreams. Everyone has a desire to achieve something for themselves or for others. But, most humans cannot transfer the world of dreams into the world of reality. If we do not take the journey of trying to achieve the dreams, the dreams become very heavy. The burden of this weight makes the mind insatiable.
In every Sun rising morning,We have to find goal of life.What is the purpose? Why did God put us on this beautiful earth?, What has God planted different thing in us?, find out and develop it and pour our lives into efforts to make life worthwhile.
A person who keeps the extra information of the whole world does not know what his mind really needs. In solitude, soul should pretend to know the thoughts of the mind. This attempt will definitely give clarity to life. After it is clear what is to be done and what is not to be done to achieve the purpose, the karma of being constantly alert and loyal to the purpose is definitely achieved.
In the journey of effort, sometimes the path is thorny, sometimes we get obstacles, sometimes we stumble and fall, so we do not leave the journey. But, to hone the art of standing up and running boldly. it's human nature that we fall and dreams to be crushed, and that's where we get stuck. The one who gathers the scattered dreams, shows the ability to get up and run with passion, somehow wins.
There is something new to learn at every step of the journey. To make the journey fun, it is necessary to keep going without stopping, motion is essential. This motion itself builds faith in the soul within. A life lived with confidence brings at the end not a complaint or an insatiable desire, but a different magical relief.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment