Mahatma Gandhiji's Birthday
જે મારામાં છે,
તે તારામાં પણ છે.
કેમકે, સૌનો સર્જનહાર એક જ છે.
આ ભાવે જીવનાર,
સત્યના પથે ચાલનાર,
સ્વયં કષ્ટ વેઠનાર,
સામા પક્ષનું પણ ભલું ઈચ્છનાર,
માનવ મૂલ્યોને જીવનાર,
સાદગીને જ સંપૂર્ણ માનનાર,
ભારતના આત્માને નોખી રીતથી જાગ્રત કરનાર,
મહામાનવ, મહાત્મા પણ એક જ છે.
આજના સમયમાં જયારે માણસાઈ મરી રહી છે, ત્યારે મહામાનવે જીવેલા મૂલ્યોના અમુક અંશો પણ આપણા જીવનમાં ઉતારીએ તો, આપણે બીજું કાંઈ સિદ્ધ ના કરી શકીએ તો કાંઈ નહીં પણ, પોતાની જાત સાથે પ્રામાણિક બનવાનો ગર્વ જરૂર અનુભવી શકીશું. બાકી, આજે દુનિયાને છેતરતો માનવી પોતાની જાતને પણ નથી છોડતો.
સત્ય અને અહિંસા જેવા ગુણો જે રીતે ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલા એ હદ સુધી તો આપણું ગજું નથી. પણ, આપણાથી કોઈનું અહિત ના થાય અને બીજાએ આપણી સાથે કરેલા અન્યાયનો પ્રત્યુત્તર પણ નુકસાનકારક ન હોવો જોઈએ. એટલું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ. એટલે કે, અન્યાયનો વિરોધ વિનમ્રતા સાથે હોવો જોઈએ. આપણા વર્તન કે વાણીથી સામા પક્ષને તકલીફ ના થાય અને આપણી વાત તેમના ગળે ઉતારી શકીએ એટલી ધીરજ અને સહન શક્તિ આપણામાં હોવી જોઈએ.અત્યારના સમયનો માનવી પોતાના જ સ્વજનની અણગમતી વાતનો વિરોધ કરે ત્યારે વાણી અને વર્તન બંનેની મર્યાદા ગુમાવી દે છે. ત્યારે આ સાદું જીવન જીવનાર માણસે ફક્ત પોતાના માનવીય ગુણોના બળ પર જેનો સુરજ ક્યારેય અસ્ત ના થાય તેવા બ્રિટિશ શાસનને હારવા મજબુર કર્યું. પોતાની જાતે કષ્ટ વેઠી અન્યાયી સરકાર સામે લડવાની નોખી રીત સત્યાગ્રહથી લોકોને જાગ્રત કર્યા અને સેંકડો લોકો તેમાં જોડાયા પણ ખરા.
પોતાના જીવનને એક પ્રયોગશાળા બનાવી. માનવ સહજ સ્વભાવથી ભૂલો થાય. પણ, એ ભૂલને સ્વીકારવાની અને સુધારવાની ક્ષમતા બધામાં નથી હોતી. ગાંધીજી ડગલે ને પગલે સુક્ષ્મ થી સુક્ષ્મ વાણી, વર્તન અને વ્યવહારનું અવલોકન કરી, પોતાના દોષોને સ્વીકારી સુધારવા મથતા.આજે આપણે જાણી જોઈને પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકશાન કરતા અચકાતા નથી. કેમકે, માનવતા મરી પરવારી છે.
આજે લોકો જયારે ગાંધીજી વિશે સવાલ કરે ત્યારે દુઃખ થાય છે. એમને ફક્ત એટલું જ કહેવું છે કે ગાંધીજી જે જીવન દેશ માટે જીવ્યા, તે મૂલ્યો મુજબ નિસ્વાર્થ ભાવે તમે પોતાના પરિવાર માટે પણ નથી જીવી શકતા.
કુદરતે આપણને જે સહજ ગુણો આપ્યા છે, તે માનવીય ગુણો પ્રત્યે સતત સભાન રહી માનવતા મહેકાવનાર વિશ્વ માનવ,ભારતના રાષ્ટ્ર્રપિતા અને બાપુ એવા મહાત્મા ગાંધીજીને જન્મદિવસ પર્વની શુભકામનાઓ. એ મહાન આત્માનો અંશ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ અને આપણું જીવન રાષ્ટ્રને સમર્પિત કરીએ.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
which is in me,
It is also in you.
Because the creator of all is one.
Living in this way,
On path of truth,
Self sufferer,
A well-wisher of the opposite party as well,
living human values,
A true believer in simplicity,
Awakening the soul of India in a unique way,
Mahamanava, Mahatma is also the one.
In today's time when humanity is dying, if we take some part of the values lived by the great man in our life, we will be able to feel the pride and need to be honest with ourselves, if we cannot achieve anything else. Besides,in todays's life the man who deceives the world does not leave himself.
The virtues like truth and non-violence that Gandhiji weaved in his life are not ours to the extent. But, no one should be hurt by us and our response to the injustice done to us by others should not be harmful. Let's try to be so careful. That is, injustice must be opposed with humility. We should have so much patience and endurance that our behavior or speech does not cause trouble to the opposite party. Doing our good deeds even if their actions are worst. In this way we can reach their heart.
A man of the present time loses both his speech and his conduct when he opposes the objectionable speech of ones own lovable. Then this simple man forced the defeat of the never-setting British rule on the strength of his human qualities alone. Satyagraha, a new way of fighting against an unjust government by suffering on their own, awakened people and hundreds of people joined it.
He made his life a laboratory. It is human nature to make mistakes. But, not everyone has the ability to accept and correct that mistake. Gandhiji used to observe minute to minute speech, behavior and practice, accept his faults and correct them. Today we do not hesitate to deliberately harm others for our own selfishness. Because, humanity is dying.
Its very sad when some people ask about Gandhiji. They only have to say that according to the values that Gandhiji lived for the country, you cannot live for your own family at a selfless actions.
Happy birthday to Mahatma Gandhi, the father of India, the man of the world, who has spread humanity and has also always been conscious of the human qualities that nature has given us. Let us try to imbibe a part of that great soul in our lives and dedicate our lives to the nation.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment