Expectations on others are depressing, while self-effort builds self-confidence
બીજા પર અપેક્ષાઓ રાખીશું, તો ફક્ત નિરાશા જ મળશે. આપબળે આગળ વધશું, તો આત્મા પરનો વિશ્વાસ મળશે. એક કહેવત જૂની અને જાણીતી છે કે "પારકી આશ, સદા નિરાશ." તમારી પાસે પુરી શક્તિ અને સમય છે, છતાં જો તમે અન્ય પર અપેક્ષાઓ રાખો કે આધારિત રહેશો તો તે દુઃખના બીજ રોપવા સમાન બને છે. કેમકે, અન્ય વ્યક્તિ તેની અનુકૂળતા, પ્રાથમિકતા કે ઈરાદાપૂર્વક આપણી અપેક્ષાઓને અગ્રિમતા ના આપે અને વારંવાર આવું બને તો મનમાં રોપાયેલું દુઃખનું બીજ ક્યારે મોટુ રૂપ ધારણ કરી લે તે આપણે પણ નથી જાણતા. ઈશ્વરે સૌને અલગ-અલગ કળા અને જ્ઞાન આપ્યા છે. કોઈ એક સંપૂર્ણ ના જ હોય શકે. સૌને એકબીજાની આવડતની અનિવાર્યતા રહેવાની જ છે. પણ, આ અનિવાર્યતા અને અપેક્ષાનો ભેદ સમજાવો જોઈએ. સંબંધમાં તો અપેક્ષાઓનો અવકાશ રહેવો જ ના જોઈએ. સંબંધનો આધાર લાગણી છે, લાગણીમાં ગણતરી ના હોય. મનને શાંતિ જોઈતી હોય તો અપેક્ષાઓને શૂન્યત્તમ બનાવાનો પ્રયાસ કરો. જો બીજા પરની અપેક્ષાઓ ઘટશે, તો આપણે સૌ પ્રથમ જાત પાસેથી શક્ય તેટલું કાર્ય લેવાની કોશિશ કરશું. આપણી છુપી શક્તિ કામે લાગશે, અને આપણા આશ્ચર્ય સાથે આપણે પોતાના બળ પર આપણી અપેક્ષાઓને પુર્ણ કરી શકીશું. તેની...