Expectations on others are depressing, while self-effort builds self-confidence
બીજા પર અપેક્ષાઓ રાખીશું, તો ફક્ત નિરાશા જ મળશે. આપબળે આગળ વધશું, તો આત્મા પરનો વિશ્વાસ મળશે.
એક કહેવત જૂની અને જાણીતી છે કે "પારકી આશ, સદા નિરાશ." તમારી પાસે પુરી શક્તિ અને સમય છે, છતાં જો તમે અન્ય પર અપેક્ષાઓ રાખો કે આધારિત રહેશો તો તે દુઃખના બીજ રોપવા સમાન બને છે. કેમકે, અન્ય વ્યક્તિ તેની અનુકૂળતા, પ્રાથમિકતા કે ઈરાદાપૂર્વક આપણી અપેક્ષાઓને અગ્રિમતા ના આપે અને વારંવાર આવું બને તો મનમાં રોપાયેલું દુઃખનું બીજ ક્યારે મોટુ રૂપ ધારણ કરી લે તે આપણે પણ નથી જાણતા.
ઈશ્વરે સૌને અલગ-અલગ કળા અને જ્ઞાન આપ્યા છે. કોઈ એક સંપૂર્ણ ના જ હોય શકે. સૌને એકબીજાની આવડતની અનિવાર્યતા રહેવાની જ છે. પણ, આ અનિવાર્યતા અને અપેક્ષાનો ભેદ સમજાવો જોઈએ. સંબંધમાં તો અપેક્ષાઓનો અવકાશ રહેવો જ ના જોઈએ. સંબંધનો આધાર લાગણી છે, લાગણીમાં ગણતરી ના હોય.
મનને શાંતિ જોઈતી હોય તો અપેક્ષાઓને શૂન્યત્તમ બનાવાનો પ્રયાસ કરો. જો બીજા પરની અપેક્ષાઓ ઘટશે, તો આપણે સૌ પ્રથમ જાત પાસેથી શક્ય તેટલું કાર્ય લેવાની કોશિશ કરશું. આપણી છુપી શક્તિ કામે લાગશે, અને આપણા આશ્ચર્ય સાથે આપણે પોતાના બળ પર આપણી અપેક્ષાઓને પુર્ણ કરી શકીશું. તેની સફળતા આત્મા પરની શ્રધ્ધા વધારે છે. જીવનમાં ક્યારે એકબીજાની આવડત, જ્ઞાન કે કાર્યક્ષમતાનો ઉપયોગ કરવો ને ક્યારે અપેક્ષાઓનો ભાર ઉતારી, હળવા બનવું તે સમજી લઈએ તો મનની શાંતિની સાથે આત્મવિશ્વાસ પણ વધે છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Expectations on others will only lead to disappointment.
If we move forward independently with own strength, we will get faith in the soul.
A saying is old and well known that "hope from others, forever
disappointed."
You have plenty of energy and time, yet you keep expectations or depend on others, it will plant the seeds of unhappiness. Because, if the other person does not give priority to our expectations because of their convenience, priority or intentionally to fulfill our expectations. if this happens often, we do not even know when the seed of sorrow planted in the mind will take a big shape.
God has given everyone different skills and knowledge. No one can be perfect. Everyone has to be indispensable to each other's skills. But, this distinction between necessity and expectation must be explained. There should be no space for expectations in a relationship. The basis of relationship is feeling, emotions. feeling does not be counted.
If you want peace of mind, try to make expectations zero. If the expectations on others are lowered, we will try to take as much work as possible from ourselves first. Our hidden power will come into play, and to our surprise we will be able to fulfill our expectations on our own. Its success increases faith in the soul. If we understand when to use each other's skills, knowledge or efficiency in life and when to makes light the burden of expectations and be relaxed, then confidence also increases along with peace of mind.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment