A simple and intuitive life is closer to God
સરળ અને સહજ સ્વભાવથી સંબંધો કે વ્યવસાયમાં સફળતા મળે છે. જેટલું તોછડૂ વર્તન, દુનિયા એટલી જ દૂર. અતિશય મીઠાપણાના બદલે પારદર્શક વ્યવહારથી લોકો આકર્ષાઈ છે. દંભને પણ દુનિયા ઓળખે છે, ને સહજતાને પણ સૌ પારખે છે.
હાલમાં દુનિયાના મોટા ભાગના સંબંધો સ્વાર્થના જ હોય છે. અમુક સંબંધો જ નિસ્વાર્થભાવથી જોડાયેલા હોય છે. ઝડપી જમાનામાં સંબંધો બને છે ઝડપથી અને તૂટે પણ છે ઝડપથી. સંબંધોનું વર્તુળ હોય છે ઘણું મોટુ, પણ, હૃદયના તરંગોના વર્તુળમાં અમુક સંબંધો જ પોતાની જગ્યા બનાવતા હોય છે. એટલે કે, જયારે વ્યક્તિને ખરેખર મદદની જરૂર હોય અને વગર કહ્યે સમજી જાય તેવા સંબંધો. જો આપણા જીવનમાં આવા કોઈ સંબંધ હોય તો, આપણુ જીવન ભાગ્યશાળી કહેવાય. બાકી મીઠું-મીઠું બોલનારા જીવનમાં અણીના સમયે ખસી જતા હોય છે. તેઓની વાણી હોય છે અતિશય મીઠી પણ, જીવનમાં જરૂરિયાત આવી પડે ત્યારે તેમની પાસે બહાનાઓની યાદી તૈયાર હોય છે. એવી જ રીતે વાતે-વાતે તોછડું વર્તન કરનારા, આડું બોલનારા કે હું પદ ધરાવનારથી પણ દુનિયા દૂર થતી જાય છે.
જેના માટે પ્રયત્ન કરવો પડે તે કૃત્રિમ અને જે આપમેળે થઈ જાય તે કુદરતી. સંબંધો હોય કે વ્યવસાય જ્યાં પારદર્શકતા જળવાય ત્યાં જ જીત મળે છે. આપણું વર્તન-વ્યવહાર આપણા વ્યક્તિત્વ-સ્વભાવનું પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબ જેટલું સરળ અને સહજ તેટલી જ જીવનની પ્રગતી મજબૂત.
ઈશ્વરે તો બધું સર્જન સાહજિક જ કર્યું છે. પણ, આપણે સૌએ સ્વાર્થ સાધવા તેને બનાવટી બનાવી દીધું છે. જેટલો દંભ આચરીશું, જેટલા બનાવટી બનીશું તેટલા જ ઈશ્વરથી દૂર રહીશું. જેટલા સરળ અને સાહજિક એટલા ઈશ્વરની નજીક રહીશું. ઈશ્વરની નજીક એટલે જીવનની નજીક.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
A simple and natural nature leads to success in relationships or business. The more casual the behavior, the more distant the world. People are attracted by transparent dealings instead of excessive sweetness. Hypocrisy is recognized by the world, and simplicity is also recognized by all.
Currently, most of the relationships in the world are selfish. Very few relationships are bound by selflessness. In this fast paced world, relationships are made fast and break fast. The circle of relationships is very large, but only certain relationships make their place in the circle of heart waves. That is, relationships that understand when a person really needs help and without saying it. If we have such a relationship in our life, our life is said to be lucky. The rest of the sweetner speaker people move away at the brink of life. They are sweet spoken but have a list of excuses ready when we really need them. Like that people behave worst nd speak worst in small matters, believe themselves inferior than others also loses their value nd position in life.
That which requires effort is artificial and that which is automatic is natural. Be it in relationships or business where transparency prevails there is victory. Our behavior is a reflection of our personality and nature. The simpler and more natural this reflection, the stronger the progress of life.
God has made all creation intuitive. But, all of us have faked it for selfish reasons. The more hypocritical we are, the more fake we become, the further away we are from God. The more simple and intuitive, the closer we will be to God. Closer to God means closer to life.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment