Express ur feelings with politely when something goes wrong
અંદર ઉછાળા મારતી લાગણીઓને-વિચારોને ક્યારેક સંવાદ દ્વારા વ્યક્ત કરી દેવા જોઈએ, એ લાગણીઓ ઉછળીને બહાર આવે એના કરતા વહીને બહાર આવે એ વધારે ઉચિત રહે છે. સમયાંતરે યોગ્ય દિશામાં વહેતી ગતિ નુકશાન નથી કરતી, પણ, એકસામટું સચવાયેલું ક્યારેક તો બહાર આવશે જ, એ નક્કી છે, એકસાથે બહાર આવતું વહેણ જ્વાળામુખીના રૂપે આવી વિનાશ વેરી જતું હોય છે. ઘાનો પ્રત્યાઘાત પણ હોય જ છે. આ નિયમ વસ્તુ અને વ્યક્તિ બંનેમાં લાગુ પડે છે. ક્રિયાની જયારે પ્રતિક્રિયા કોઈ પણ રૂપે ના અપાતી હોય તો સમજવુ કે ક્યારેક તો પ્રતિક્રિયા આપશે જ. જયારે કોઈ વ્યક્તિના સપનાઓ, મહત્વકાંક્ષાઓ, ઈચ્છાઓ જવાબદારીના બોજ તળે લાંબા સમય સુધી દબાયેલા રહે, તો અંદર ક્યાંક ને ક્યાંક ઘવાતું હોય છે. અંદર વિસ્તૃત થતો જતો ઘા બહાર આવે ત્યારે અજાણપણે બીજાને પીડા આપી જતો હોય છે. માટે જવાબદારીમાંથી થોડો-થોડો સમય પોતાના માટે કાઢીએ તો વાઘેલા ઘાને રૂઝ મળવાની સાથે જાત પણ વિસ્તૃત થતી જશે. આમાં સ્વાર્થી બન્યા વગર, ફરજોને પ્રાથમિકતા આપીને થોડું-થોડું અંદર ઉઠતા અવાજને સાંભળતા રહેશું તો મોટા કોલાહલથી બચી જવાની સાથે જિંદગી પણ ઉજવવા જેવી લાગશે. મોટાભાગના લોકોમાં સાચાને સા...