Truth and Transparency are most essential tools to achieve success in personal, professional and spritual life.

સ્વાર્થ ને દેખાડો હોય, ત્યાં સત્ય ને પારદર્શિતાની અપેક્ષા ખોટી છે. લાગણીઓ સાથે રમત જેનો સ્વભાવ, ત્યાં વિશ્વાસની અપેક્ષા ખોટી છે. અસત્ય ને છળ જ જેની પાત્રતા, ત્યાં આત્મીયતાની અપેક્ષા ખોટી છે. જેઓ હું પદ ધરાવતા હોય, જ્યાં બીજાને પ્રભાવિત કરી દેવાની ભાવના હોય, તેઓ થોડા સમયના ફાયદા માટે ખોટુ બોલતા કે ખોટું કરતા અચકાતા નથી. તેઓ સાચું શું છે તે નથી જોતા, બીજા લોકો પ્રભાવિત કઈ રીતે થાય છે અને તેની વાહવાહી કઈ રીતે થાય છે તે જ જુએ છે. આવા સ્વાર્થી જીવોને જેવા છીએ તેવા રજૂ થવામાં તકલીફ પડે છે ને દંભનો પડદો રાખીને ફરતા આવા લોકો દેખાડાને જ સર્વસ્વ માને છે. તેઓ સારા બનવામાં નહીં સારા બનવાના દેખાડો કરવામાં માહેર હોય છે. તેમને સત્ય જોડે તો જોજનો દુરનો સબંધ હોય છે. કોઈ એક વ્યક્તિ અંધ બનીને બીજા પર વિશ્વાસ કરતી હોય, તો બીજા વ્યક્તિની ફરજ છે કે એ વિશ્વાસને જીવના ભોગે પણ અકબંધ રાખે. પણ, જેમને લાગણીઓ સાથે રમવું હોય તેઓને મન વિશ્વાસની કોઈ જ કિંમત નથી. કોઈની પીઠ પાછળ છરા ભોંકવા જેવું ખરાબ કામ જ તેનો સ્વભાવ હોય તેને મન છળકપટ સામાન્ય વાત હોય છે. કોઈ વ્યક્તિ અંધ વિશ્વાસ કરતી હોય તો એના હૃદયની લાગણીઓ ...