Truth and Transparency are most essential tools to achieve success in personal, professional and spritual life.
સ્વાર્થ ને દેખાડો હોય,
ત્યાં સત્ય ને પારદર્શિતાની અપેક્ષા ખોટી છે.
લાગણીઓ સાથે રમત જેનો સ્વભાવ,
ત્યાં વિશ્વાસની અપેક્ષા ખોટી છે.
અસત્ય ને છળ જ જેની પાત્રતા,
ત્યાં આત્મીયતાની અપેક્ષા ખોટી છે.
જેઓ હું પદ ધરાવતા હોય, જ્યાં બીજાને પ્રભાવિત કરી દેવાની ભાવના હોય, તેઓ થોડા સમયના ફાયદા માટે ખોટુ બોલતા કે ખોટું કરતા અચકાતા નથી. તેઓ સાચું શું છે તે નથી જોતા, બીજા લોકો પ્રભાવિત કઈ રીતે થાય છે અને તેની વાહવાહી કઈ રીતે થાય છે તે જ જુએ છે. આવા સ્વાર્થી જીવોને જેવા છીએ તેવા રજૂ થવામાં તકલીફ પડે છે ને દંભનો પડદો રાખીને ફરતા આવા લોકો દેખાડાને જ સર્વસ્વ માને છે. તેઓ સારા બનવામાં નહીં સારા બનવાના દેખાડો કરવામાં માહેર હોય છે. તેમને સત્ય જોડે તો જોજનો દુરનો સબંધ હોય છે.
કોઈ એક વ્યક્તિ અંધ બનીને બીજા પર વિશ્વાસ કરતી હોય, તો બીજા વ્યક્તિની ફરજ છે કે એ વિશ્વાસને જીવના ભોગે પણ અકબંધ રાખે. પણ, જેમને લાગણીઓ સાથે રમવું હોય તેઓને મન વિશ્વાસની કોઈ જ કિંમત નથી. કોઈની પીઠ પાછળ છરા ભોંકવા જેવું ખરાબ કામ જ તેનો સ્વભાવ હોય તેને મન છળકપટ સામાન્ય વાત હોય છે. કોઈ વ્યક્તિ અંધ વિશ્વાસ કરતી હોય તો એના હૃદયની લાગણીઓ સાથે રમવાનું પાપ ક્યારેય ના કરવું. કેમકે, એ વ્યક્તિ કદાચ માફ કરી દે, પણ સૃષ્ટિનો સર્જનહાર એક-એક વાતનો હિસાબ ખૂબ ચોકસાઈ પૂર્વક લે છે, એનો હિસાબ ત્યારે ચૂકતે નહીં થઈ શકે.
જેની કથની અને કરણીમાં ફેર રહેતો હોય એટલે કે, મોઢા પર કઈ અલગ હોય અને પીઠ પાછળ કઈ અલગ જ ચિત્ર બનતું હોય, તો જેની સાથે છળ કરતા હોય તેની આંખોમાં વરસતા સ્નેહને એક વખત યાદ કરી લેવાય! જો એ સ્નેહને પણ નજરઅંદાજ કરી ફરીથી તે દગો આપવાનું કાર્ય કરે તો, તેની જોડે આત્મીયતાની અપેક્ષા ખોટી છે.
આજના સમયમાં વિશ્વાસ, સ્નેહ, સત્ય, પારદર્શિતાના સંબંધો ઘટતા જાય છે. ડગલે ને પગલે ખોટું થતું જોઈએ છીએ, સ્વાર્થ અને અસત્ય તો જાણે સામાન્ય બની ગયું હોય એવું લાગે. આવા સમયમાં પણ જો અપાર શ્રદ્ધા દાખવનાર, અખૂટ સ્નેહ વરસાવનાર ને પારદર્શિતા દાખવનાર સંબંધો મળે તો તેને પ્રસાદ એટલે કે પભુના સાક્ષાત દર્શન સમજવા.
બાકી ખોટાનો, છળનો કે અસત્યનો પડદો જાજો સમય ટકી નથી શકતો, ખુદ ઈશ્વર તેના વિરોધમાં આવી એવી બદલાયેલા પવનની ઝાપટ ઝીંકે છે, જે જીવન અને મૃત્યુ બંનેને ઉઘાડું પાડી દે છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Where there is selfishness and show off,
there is a false expectation of truth and transparency.
Where there is a nature that plays with emotions,
there is a false expectation of trust.
Where there is a nature that is characterized by lies and deceit,
there is a false expectation of intimacy.
Those who are egoist, where there is a desire to impress others, do not hesitate to lie or do wrong for short-term gain. They do not see what is true, they only see how others are impressed and how they are praised. Such selfish beings find it difficult to present themselves as they are, and such people, walking around with a veil of hypocrisy, consider show off to be everything. They are not good at being good, but at pretending to be good. They have a distant relationship with the truth.
If a person blindly trusts another, then it is the duty of the other person to keep that trust intact even at the cost of life. But, for those who want to play with emotions, trust has no value. For those whose nature is to do bad things like stabbing someone behind their back, deception is a common thing. If a person has blind trust, never commit the sin of playing with the feelings of heart. Because, that person may forgive, but the Creator of the universe takes account of each and every thing very precisely, and then account cannot be paid.
If there is a difference in the words and deeds of the one who is cheating, that is, there is something different on the face and a different picture behind the back, then the affection that is showered in the eyes of the one with whom you are cheating should be remembered once! If even that affection is ignored and acts as a traitor again, then the expectation of intimacy with that person is wrong.
In today's time, relationships of trust, affection, truth, and transparency are decreasing. We see wrongdoing step by step, selfishness and falsehood seem to have become normal. Even in such times, if we find relationships that show immense faith, shower inexhaustible affection, and show transparency, then we should consider it as Prasad, that is, the real vision of the Lord.
Otherwise, the veil of falsehood, deceit, or untruth cannot last long; God Himself opposes it with such a gust of changing wind that it exposes both life and death.
Dhara Manish Gadara"GATI".
Comments
Post a Comment