Those who are responsible and wise are God's beloved children.
લોકો સમય, સ્થિતિ ને સંજોગ જોઈને વર્તતા હોય છે.
જ્યાં પ્રતિકાર થવાનો ના હોય, ત્યાં લોકો કાર્યના કદરની વાત તો દૂર રહી, પણ, સતત અસંતોષના ભાવથી ફરિયાદો, અપમાન કે ભેદભાવ કરતા અચકાતા નથી.જ્યાં જાણે છે કે મારું કશું ચાલવાનું નથી, ત્યાં તેમની કદર થતી ના હોવા છતાં, પ્રાણ પાથરવા તૈયાર થઈ જતા હોય છે.
જે પોતે અંદર અસંતોષથી ભરેલા છે, તેને કોઈ જ ખુશ કરી શકતું નથી. ઉલટું, તેની વારંવારની ફરિયાદો ને ઉદ્ધાતાઈ ભરેલા વર્તનથી બીજાને દુઃખ પહોંચાડ્યા કરે છે. તેને પ્રાણ પાથરી દીધા હોય, તો પણ ઓછું જ લાગે! આ પ્રકારના લોકોમાં તમારા કાર્યની કદર તો દૂરની વાત રહી, પણ, તમારા દ્વારા જે કાંઈ પણ કરવામાં આવે તે ઓછું જ લાગે. કેમકે, તે પોતે જ સંતોષી નથી. તેનો અસંતોષ તેમને જંપવા ના દે અને એનું વર્તન બીજાનું દિલ દુભાવતું રહે. તેઓ પોતાનો રોષ ત્યાં જ ઠાલવતા હોય છે, જ્યાં કોઈ પ્રતિકારની સંભાવના નથી. જ્યાં તે જાણે છે કે, "મને મારા શબ્દો વ્યાજ સહિત પાછા મળવાના છે." ત્યાં તેઓ સંભાળીને ચાલે છે.
જ્યાં તેમનો પ્રતિકાર થવાનો છે ત્યાં તેમના શબ્દો ત્રાજવામાં તોલાઈ જતા હોય છે. પોતે અસંતોષી છે, ઘણી બધી ફરિયાદો છે, છતાં, ચૂપ રહે છે, કેમકે, મજબૂરી છે.
જ્યાં કોઈ મજબૂરી નથી હોતી, ત્યાં ગમે તેવું વર્તન કરતા, ભારે ભરખમ શબ્દો બોલતા ના અચકાતા લોકો મજબૂરીમાં તેઓ પોતે પ્રાણ પાથરી દેતા હોય છે.
સમય, સંજોગ, સ્થળ, વસ્તુ કે વ્યક્તિ મુજબ વર્તતા લોકો સ્વાર્થી હોય છે, જેમાં પોતાનું હિત હોય, ત્યાં ખોટું થતું હોય તો પણ તેઓ ચૂપ રહે છે.
જેઓ જવાબદાર છે, જેવું છે તેવું જ કોઈ પણ જાતના ફિલ્ટર વગર કહે છે ને વર્તે છે, તેઓ પોતાનો સ્વાર્થ ભલે લૂંટાતો હોય, જાત ખર્ચાઈ જતી હોય, પણ સત્ય સાથે જ રહે છે. જ્યાં ખોટું થતું હોય, ભલે તે બીજા સાથે થતું હોય, તેમની સામે પોતાની પરવા કર્યા વગર અવાજ ઉઠાવે છે. જીવનમાં જે જવાબદાર છે, જે સમજદાર છે, તકલીફ પણ તેમને જ આવતી હોય છે. ઉપરવાળો તકલીફ સામે લડવાની જેનામાં સમજણશક્તિ અને આવડતશક્તિ હોય, તેને જ તકલીફ આપે. ઉપરવાળો લાડકા સંતાનને જ કાંઈ વિશેષતા આપે. જેને જીવનમાં તકલીફ અને તેની સામે લડવાની શક્તિ મળી, તે ઈશ્વરના લાડકા સંતાન. કેમકે, તકલીફમાંથી તક શોધે તે સાચો વીર.
સ્થિતિ મુજબ વર્તવા કરતા સત્ય મુજબ વર્તવું વધારે સારૂ. સારૂ દેખાવા કરતા, સારા બનવું સારૂ, સ્વાર્થી બનવા કરતા કોઈને ઉપયોગી બનવું સારૂ. કેમકે, દુનિયાના રાજા ફિલ્ટરને નહીં, પણ, મૂળ તત્ત્વને જ જુએ છે. એટલે કે, આપણે શું બતાવા માંગીએ છીએ, તે નહીં પણ, આપણે જે છીએ તે જુએ છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
People act according to time, situation and circumstances.
Where there is no resistance, people stay away from the question of appreciation for work, but do not hesitate to complain, insult or discriminate out of a constant sense of dissatisfaction.
Where they know that nothing will be done according to them, they are ready to lay down their lives despite not being appreciated.
No one can make someone happy who is filled with dissatisfaction inside. On the contrary, one causes pain to others with ones frequent complaints and arrogant behavior. Even if one is ready to do everything, without thinking about ones life, it will not matter much! In such people, your work is far from being appreciated, but whatever you do will not be appreciated. Because, that person is not satisfied. Their dissatisfaction does not let them grow and their behavior continues to hurt the hearts of others. They vents their anger only where there is no possibility of resistance. Where they know that, "I will get my words back with interest." There they walk with restraint.
Where they are going to be resisted, their words are weighed in the balance. They themselves are dissatisfied, have many complaints, yet, they remain silent, because they are in some compulsion.
Where there is no compulsion, people who behave as they please, who do not hesitate to speak harsh words, are sacrificing their lives under compulsion.
People who behave according to time, circumstance, place, thing or person are selfish, who remain silent even when wrong is happening in their own interest.
Those who are responsible, speak and act as they are without any filter, even if they are losing their own selfish interests, even if their own lives are being spent, they remain with the truth. Wherever wrong is happening, even if it is happening to others, they raise their voice against them without caring about themselves. Those who are responsible in life, those who are wise, also face difficulties. The God gives difficulties only to those who have the understanding and ability to fight difficulties. God gives something special to his beloved child. Whoever gets difficulties in life and the strength to fight them, is the beloved child of God. Because, the true hero is the one who finds opportunity in hardship.
It is better to act according to the truth than to act according to the situation. It is better to be good than to look good, it is better to be useful to someone than to be selfish. Because, the king of the world does not see the filter, but the original element. That is, he sees what we are, not what we want to be shown.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment