The great man who is rich from huminity not wealth.
છે જે ધનથી અમીર ને, નથી નિભાવી માનવતા, કહેવાય તે મોટા માણસ. છે જે ધનથી ગરીબ ને, નિભાવ્યો માનવધર્મ, કહેવાય તે નાના માણસ. માણસની માણસાઈ મોટી નથી અહીંયા, છે મોટી નામના માણસાઈથી ગરીબ ધનિકોની. ઘણી વખત એવું સાંભળવા મળે છે કે આ બહુ મોટા માણસો છે ને તે તો બહુ નાના માણસો છે. લોકો ક્યા અર્થમાં મોટા અને નાના માણસોનો ભેદ કરે છે તે સમજાતું નથી. મોટાભાગે લોકો ધન અને વૈભવની દ્રષ્ટિએ મોટા અને નાના માણસોનો ભેદ કરે છે, તેમાં જીવી રહેલી માણસાઈના આધારે નહીં. તેને એક વાત પરથી યોગ્ય રીતે સમજી શકાશે.એક વૃદ્ધ દંપતી રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. અચાનક વૃદ્ધ પુરુષને છાતીમાં દુખાવો થવા લાગ્યો. વૃદ્ધ સ્ત્રીએ થોડે આગળ એક વૃક્ષ નીચે પોતાના પતિને બેસાડી પસાર થતા વાહનોને રોકી મદદ માંગવા નીકળી. રસ્તા પરથી પસાર થતી મોટી ગાડીઓમાં બેઠેલા લોકો વૃદ્વ દંપતીની લાચારી જોઈ ના જોઈ કરી આગળ નીકળી ગયા, કોઈ તેમને જોઈને ઉભા રહ્યા પણ મદદ માટે તૈયાર ના થયા. વૃદ્ધની તકલીફ વધતી જતી હતી ને લાચાર બનીને તેની પત્ની રસ્તાની વચ્ચે ઉભી રહી મદદની ...