The Difference between Ego and Self-esteem.

 સળગી રહ્યું છે મારી અંદર કંઈક,

જે બાળે છે પોતાની સાથે જગતને.

પ્રજવલ્લિત થઈ રહ્યું છે મારી અંદર કંઈક,

જે પ્રદીપ્ત કરે છે જાતની સાથે જગતને.

સળગું છું હું મારા અહંકારથી,

પ્રજવલ્લિત થાઉં છું હું મારા સ્વાભિમાનથી.

હું જ એક શ્રેષ્ઠ તે મારો અહંકાર,

હું પણ શ્રેષ્ઠ તે મારો આત્મવિશ્વાસ.



             ઈશ્વરે દરેક મનુષ્યનું સર્જન કમી -ખૂબીના સંયોજનથી કરેલું છે. ઈશ્વrદત્ત ખૂબીને જો તે અહંકારની દ્રષ્ટિએ જોશે તો, તે ખૂબી વધારે સમય ટકતી નથી. અહંકારી માણસ અંદરથી ખોખલો થઈ જાય છે. તે હંમેશા સ્વકેન્દ્રી વિચારોમા જ ખોવાયેલો રહે છે. તેની નજર બીજાની શ્રેષ્ઠતા જોઈ શકતી નથી.બીજાને પોતાના કરતા આગળ જતા જોઈને તેને નીચે પાડવાના વિચારોમા રહેવા લાગે છે. તે ઈશ્વરદત્ત આવડતનો ઉપયોગ કરીને તેને વધારવાને બદલે બીજા શા માટે તેનાથી આગળ નીકળી ગયા તેના વિચારોમા રહીને જાતને તો બાળે છે, સાથે -સાથે પોતાના કરતા શ્રેષ્ઠને નીચે પાડવાના પ્રયત્નોથી બીજાને નુકસાન પણ પહોંચાડે છે.

                   જયારે વ્યક્તિને પોતાના કાર્યની કદર ના થઈ હોય કે અપેક્ષિત વળતર કે માન-સન્માન ના મળ્યું હોય ત્યારે તે અભિમાની બને છે. તેને પોતાના સમકક્ષ વ્યક્તિઓ કરતા વધારે મહેનત કરી હોય તેમ છતાં અપેક્ષિત ફળ ના મળે ત્યારે તે વિચારે છે કે મારા કરેલા કાર્યના બદલામાં મને શું મળ્યું?હું શા માટે કરું? તે પોતાના કરેલા કાર્યોના અપેક્ષિત ફળ ના મળવા પર ભગવાને આપેલી આવડત પર અભિમાન કરવા લાગે છે કે હું જ શ્રેષ્ઠ છું મારી શ્રેષ્ઠતાનું પરિણામ મને મળવું જ જોઈએ. જયારે જાતને ભૂલીને કરેલા કાર્યોની કદર ના થાય કે માન-સન્માન ના મળે ત્યારે દુઃખ જરૂર થાય છે પણ, તે દુઃખને અભિમાનમાં પરિવર્તિત ના થવા દેવું જોઈએ.સાચી કદર તો કુદરતના દરબારમાં થાય છે.કંઈક મેળવવાની અપેક્ષાએ શા માટે કર્મ કરવું જોઈએ. ભગવાને આપેલી યોગ્યતાને કામે લગાડવી એ તો આપણી ફરજ છે. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મને મારું કર્મ કરવામાં અહંકાર આડે ના આવે એવી સમજણશક્તિ આપજે.



                 જયારે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે સમકેન્દ્રી વિચારોથી પોતાનું કાર્ય કરે ત્યારે જે લાગણી જન્મે છે તે સ્વાભિમાનની છે. તેમાં તે પોતાની સાથે બીજાની શ્રેષ્ઠતાને પણ જોવે છે.તેમાં જાતને ઉજાળવાની સાથે સમગ્રને ઉજાળે છે. તેના કાર્યની કદર ના થાય કે તેનું અપમાન થાય તો તેને ભગવાનની મરજી સમજી, યોગ્ય સમયની રાહ જોઈ,પોતાના કાર્યને ફરજ સ્વરૂપે સ્વીકારે છે. પોતાની શ્રેષ્ઠતાને પ્રતિકૂળ સંજોગોમાં પણ અમલમાં મુકવાની શક્તિને તે ભગવાને આપેલી સમજણશક્તિ રૂપે સ્વીકારે છે. સ્વાભિમાની માણસ ઘમંડી નહીં પરંતુ આત્મવિશ્વાસી છે, તેનો પ્રચંડ આત્મવિશ્વાસ અંતે સમાજ-કલ્યાણની ભાવના સેવે છે.

ધારા મનિષ ગડારા "ગતિ".

                  

English Translation


 Something is burning inside me,


 Who burns the world with own self.


 Something is ignited in me,


 Which illuminates the world with own self.


 I am burning with my ego,


 I am overwhelmed with my self-esteem.


 I am the best one, my ego,


 I also have the best of my confidence.




 God has created every human being with a combination of good and bad.  If god-gift talent sees it from the point of view of ego, it does not last very long.  The egoistic man coughs from within.  He is always lost in self-centered thoughts.  His gaze cannot see the superiority of the other. Seeing the other go ahead of himself, he seems to live in the thoughts of bringing him down.  Instead of using his God-given skills, he burns himself in the thoughts of why others have gone beyond him, as well as harming others by trying to bring down the best of ownself.


 When a person does not appreciate his work or does not get the expected return or honor, he becomes arrogant.  When he does not get the expected result even though he has worked harder than his equivalents, He thinks what did I get in return for what I did? Why should I do it?  He seems to be proud of his God-given ability to not get the expected fruit of his deeds that I am the best I must get the result of my excellence.one who gets sorrow when the deeds done by forgetting oneself are not appreciated or honored, but that sorrow should not be allowed to turn into ego. True appreciation is done in the court of nature. Why should one do karma in expectation of getting something.  It is our duty to put into practice what God has given us.  I should pray to God to give me the understanding that ego does not interfere in my karma.


 The feeling that arises when a person selflessly works with concentric thoughts is one of self-respect.  In it, he sees the superiority of others along with himself. In it, he enlightens himself as well as the whole.  If his work is not appreciated or insulted, he understands God's will, waits for the right time, and accepts his work as a duty.  He acknowledges his God-given power of excellence in the face of adversity.  A self-respecting man is not arrogant but self-confident, his tremendous self-confidence ultimately serves the spirit of social welfare.

Dhara Manish Gadara "Gati".



 




Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty