The battle of life in the will of the mind and heart

 હૃદય સહી રહ્યું હતું દુઃખ અપાર,

પડી રહી હતી જયારે સંબંધમાં અદ્રશ્ય તિરાડ.

હૃદય સહી ના શક્યું વધારે પીડાનો બોજ,

ભાવશૂન્ય બનેલા હૃદયોથી સંબંધોમાં સર્જાઈ મોટી ખાઈ 

હૃદય જંખતું રહ્યું લાગણી અને સ્નેહ,

મગજ ઇચ્છતું રહ્યું પ્રસિદ્ધિ, પૈસા ને ભૌતિક સુખ.

હૃદય અને મગજની ચાહમાં જિંદગી લડતી રહી લડાઈ,

પૂરી થઈ મગજની ખ્વાહિશ ને હારી ગઈ જિંદગી.

          યંત્રવત બનેલા માનવીમાં એક નાનકડું હૃદય જ સતત લાગણીનો સંચાર કરતુ રહે છે. હૃદયના ઉંડાણમાંથી જન્મતી લાગણી જ માણસને એક યંત્ર બનતા રોકે છે. બાકી આજના માણસ અને યંત્રમાં શું ભેદ રહ્યો છે? નાનકડું હૃદય જ બધી લાગણીઓનુ જન્મસ્થાન છે. સુખ, દુઃખ, ખુશી, નિરાશા, ઉત્સાહ, પ્રેમ, કરુણા, દયા બધી જ સંવેદનાઓ હૃદયમાંથી ઉદ્દભવે છે.

            દૈનિક અખબારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે વાંચીએ કે રસ્તાઓ પર ભણવાની ઉંમરે નાના બાળકોને ભીખ માંગતા જોઈએ કે રેસ્ટોરન્ટમાં આપણી ડીશમાં કોઈ છોટુને પીરસતા જોવું એ આપણા માટે સામાન્ય બની ગયું છે. ખરેખર આ બધી ઘટનાઓ વિશે દિલથી વિચારીએ તો થાય કે આપણી સંવેદનાઓ ઓછી થઈ ગઈ છે કાં તો મરી ગઈ છે.

               આધુનિક સમયમાં માનવીના નિકટના સંબંધો પણ જાણે યંત્રવત બની ગયા છે. બીજાના કરતા શ્રેષ્ઠ દેખાવું, દેખાદેખી અને વર્ચુઅલી દુનિયામાં સતત વ્યસ્ત રહેવાથી નિકટના વ્યક્તિઓ માટે ગુણાત્મક સમય મળતો નથી અને સબંધમાં કંઈક ખૂટતું રહે છે. આ અભાવથી મન સતત હૃદયને ડંખતું રહે છે, આ ડંખની ઈજાથી સંબંધમાં ના દેખાઈ એવી અદ્રશ્ય તિરાડ સર્જાતી રહે છે.સતત પડતા ડંખની પીડાનો બોજ જયારે હૃદય માટે અસહ્ય બની જાય છે ત્યારે તેનામાં કોઈ જ લાગણીનું સર્જન થઈ શકતું નથી. ભાવશૂન્ય બનેલા હૃદયથી અંતે સંબંધોમાં કોઈ તેજ રહેતું નથી.



            હૃદય સ્નેહ અને ભાવભીની લાગણીને જંખતું રહે છે. જયારે મગજ પૈસા, પ્રસિદ્ધિ અને ભૌતિક સુખ પાછળ દોડતું રહે છે. હૃદય અને મગજની ખ્વાહિશ પૂરી કરવા જિંદગી દરરોજ લડતી રહે છે.જીવનમાં બધી વસ્તુઓ જરૂરી છે. પણ, કોઈ પણ ચીજનો  અતિરેક થાય તો તેના પગલાં અંતે વિનાશ તરફ મંડાતા રહે છે. આજનો માનવી જિંદગીને જીતવા મગજની ચાહ પૂરી કરતો જાય છે ને અંતે જિંદગી જીતવાના બદલે હારી જાય છે. કોઈના દિલમાં જો સ્નેહના, શ્રદ્ધાના દીવડાને આપણા પ્રયાસોથી જગાવીએ તો કદાચ આપણા પછી આપણી જિંદગી અમર બની જાય.

ધારા મનિષ ગડારા "ગતિ".


English Translation


The heart was restaurant ief immeasurable,


 The invisible crack in the relationship when falling.


 The heart could not bear the burden of more pain,


 A big gap in the relationship created by the hearts that became devoid of emotion


 Heart pounding feeling and affection,


 The mind wants fame, money and material happiness.


 Fighting life in the hope of ​​heart and mind,


 Life is lost after the desire of the brain is fulfilled.



 In a mechanized human being, only a small heart is constantly communicating emotions.  It is the feeling born from the depths of the heart that prevents man from becoming a machine.  What is the difference between today's man and machine?  The little heart is the birthplace of all emotions.  Happiness, sorrow, joy, despair, excitement, love, compassion, kindness are all sensations emanating from the heart.


 Read about criminal activities in the daily newspaper, young children of school age should beg, a little one serving in our dish in a restaurant it has become common for us to see.n fact, if we think about all these events from heart, it happens that our senses have become less or dead.


 In modern times, even close human relationships have become mechanical.looking better than others, unnecessary show off and busy in virtual life, there is no productive time for close relationship and something is missing in it.Due to this lack constantly stinging the heart, the injury of this sting creates an invisible crack in the relationship. When the burden of the pain of the constant sting becomes unbearable for the heart, no emotion can be created in it.  There is no brilliance in a relationship with a heart that is devoid of emotion.


 The heart yearns for affection and affection.  While the brain keeps running after money, fame and material happiness.  Life struggles every day to fulfill the desires of the heart and mind. Everything is necessary in life.but,something goes for more than excess,its action will eventually lead to destruction.  Today's human being is fulfilling the desire of the brain to win life and in the end life is lost instead of winning.  If we light the lamp of love and faith in someone's heart with our efforts, then maybe our life will become immortal after us.


 Dhara Manish Gadara "GATI".


 






 .







            

.

           


            



Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow