Chandrayaan -3 India's Pride.
છેલ્લા દસ-અગ્યાર વર્ષોના અથાગ પરિશ્રમની સફળતા હાથવેંત જ દૂર હોય અને છેલ્લી ઘડી નિષ્ફળતામાં પલટે, ત્યારે કુદરત આપણી સાથે રમત કરતી હોય એવું લાગે. છ સપ્ટેમ્બર 2019ની મધ્ય રાત્રીએ મિશન ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચાંદામામાને જાણે હાથતાલી આપીને ક્યાંક ગાયબ થઈ ગયું. જો અંતિમ ડગલામાં કોઈ વિઘ્ન ના આવ્યું હોત, તો, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ કહેવાત. ઈશરો ઓછા ખર્ચે અવકાશમાં સંશોધન પ્રવૃત્તિઓ માટે દુનિયાના શક્તિશાળી દેશોને ટક્કર આપી શકે, તેટલી પ્રગતિ સાધી છે.તેમની મહેનતને સલામ છે.ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ભલે ચંદ્રની સપાટી પર લેન્ડ ના થઈ શક્યું, પણ,ઓર્બીટર ચંદ્રની ફરતે ચક્કર લગાવી ચંદ્ર વિશે માહિતી પહોંચાડતું રહ્યું.વિજ્ઞાન તો પ્રયોગો અને અવલોકનો પર આધાર રાખે છે, દરેક પ્રયોગમાંથી કંઈક નવું શીખી શકાય છે. અવલોકનનું પરિણામ નિષ્ફળ રહ્યું આપણે તેમ ના કહી શકીએ, સમર્પણ પૂર્વક કરેલા પ્રયત્નનું પરિણામ સફળતા જ હોય છે. પણ, તે પ્રયોગોની જુદી-જુદી રીત કરવાથી સાચી રીત સુધી પહોંચી શકીએ છીએ. ચંદ્રયાન 2 નિષ્ફળ રહ્યું તેમ ના કહેવાય, પણ, ત્યાં સુધી પહોંચવાની એક રીત મ...