Chandrayaan -3 India's Pride.
છેલ્લા દસ-અગ્યાર વર્ષોના અથાગ પરિશ્રમની સફળતા હાથવેંત જ દૂર હોય અને છેલ્લી ઘડી નિષ્ફળતામાં પલટે, ત્યારે કુદરત આપણી સાથે રમત કરતી હોય એવું લાગે.
છ સપ્ટેમ્બર 2019ની મધ્ય રાત્રીએ મિશન ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચાંદામામાને જાણે હાથતાલી આપીને ક્યાંક ગાયબ થઈ ગયું. જો અંતિમ ડગલામાં કોઈ વિઘ્ન ના આવ્યું હોત, તો, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ કહેવાત.
ઈશરો ઓછા ખર્ચે અવકાશમાં સંશોધન પ્રવૃત્તિઓ માટે દુનિયાના શક્તિશાળી દેશોને ટક્કર આપી શકે, તેટલી પ્રગતિ સાધી છે.તેમની મહેનતને સલામ છે.ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ભલે ચંદ્રની સપાટી પર લેન્ડ ના થઈ શક્યું, પણ,ઓર્બીટર ચંદ્રની ફરતે ચક્કર લગાવી ચંદ્ર વિશે માહિતી પહોંચાડતું રહ્યું.વિજ્ઞાન તો પ્રયોગો અને અવલોકનો પર આધાર રાખે છે, દરેક પ્રયોગમાંથી કંઈક નવું શીખી શકાય છે. અવલોકનનું પરિણામ નિષ્ફળ રહ્યું આપણે તેમ ના કહી શકીએ, સમર્પણ પૂર્વક કરેલા પ્રયત્નનું પરિણામ સફળતા જ હોય છે. પણ, તે પ્રયોગોની જુદી-જુદી રીત કરવાથી સાચી રીત સુધી પહોંચી શકીએ છીએ.
ચંદ્રયાન 2 નિષ્ફળ રહ્યું તેમ ના કહેવાય, પણ, ત્યાં સુધી પહોંચવાની એક રીત મળી એમ કહેવાય.ચંદ્રયાન 2નું અંતિમ ડગલું ભલે સાકાર ના થઈ શક્યું. પણ, આગળ ભરેલા ડગલાઓ નિષ્ફળ ન હતા ગયા.અંતિમ રીતના પ્રયાસો સુધારી ચંદ્રયાન 3એ ચંદ્ર પર સફળતાના પગલા પાડ્યા.
કરેલું કોઈ પણ કામ ફોગટ જતું નથી. વૈજ્ઞાનિકોની દિવસ-રાતની મહેનતનું ફળ મળ્યું. ઈશરો સાથે જોડાયેલ દરેક વ્યક્તિની વર્ષોથી કરેલી નાનીથી માંડીને મોટી મહેનતનું પરિણામ 23 ઓગષ્ટ 2023 વિશ્વએ નિહાળ્યું.
ચંદ્રયાન 2ના અંતિમ ડગલાંની ક્ષતિ સમયે દેશવાસીઓએ વૈજ્ઞાનિકોનો હિંમત અને જુસ્સો વધારેલો. સૌના સંપૂર્ણ પ્રયાસથી આજે ભારત દેશનો તિરંગો ચંદ્ર પર લહેરાઈ રહ્યો છે.
ચંદ્ર પર પહોંચનાર ભારત વિશ્વમાં ચોથો અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ બન્યો. ચંદ્ર પર વાતાવરણ ના હોવાથી અને દક્ષિણ ધ્રુવ જોખમી હોવાથી તે પ્રદેશ પર લેન્ડ કરવું ઘણું જોખમી હોય છે.પણ,વિશ્વમાં સૌથી ઓછા ખર્ચે અવકાશી પરિક્ષણોની સિદ્ધિ મેળવનાર ઈશરોએ 615 કરોડ જેટલા બજેટમાં ચંદ્રયાન 3ની સિદ્ધિ મેળવી.આ સિદ્ધિની ખુશી, ગર્વિત ઐતિહાસિક ઘટનાને દરેક ભારતીય પોત-પોતાની રીતે ઉજવી રહ્યું છે. ચંદ્ર પર ભારત માતાની આન-બાન-શાન સમા તિરંગાને લહેરાવવા માટે ઈશરોના દરેક નાનાથી માંડીને મોટા દરેક વ્યક્તિ, વૈજ્ઞાનિક બધાને હૃદય પૂર્વક સલામ અને વંદન.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
When the success of last ten-eleven years of hard work is far away and turns into failure at the last minute, it seems that nature is playing with us.
On the midnight of September 6, 2019, the lander Vikram of Mission Chandrayaan 2 disappeared somewhere after clapping its hands to Chandamama. If there had been no disruption in the final step, India would have been the first country in the world to make a soft landing on the Moon's South Pole.
ISRO has made such progress that it can compete with the world's powerful countries for space exploration activities at a low cost. Salute to their hard work. Although Chandrayaan 2's lander Vikram could not land on the surface of the moon, the orbiter continued to circle the moon and transmit information about the moon. Science relies on experiments and observations, something new can be learned from each experiment. We cannot say that the result of observation is failure, the result of true effort is success. But, we can arrive at the correct method by doing different kinds of experiments.
Chandrayaan 2 is not said to be a failure, but a way to reach it is said to have been found. Though The final step of Chandrayaan 2 could not materialize. But, the steps forward were not a failure. A last-ditch effort to improve and this improvement leadsChandrayaan 3 made a successful soft landing on the Moon.
Nothing can be waste which we do with heart full efforts. It's fruit of day -night hardwork of Scientists.So the world saw the result of years of hard work done by everyone associated with ISRO, from small to big effort, on 23 August 2023.
At the time of Chandrayaan 2's final step can't reach, the countrymen boosted the scientists' courage and passion. Today, India's tricolor is waving on the moon due to everyone's efforts.
India became the fourth country in the world to reach the Moon and India became the first country in the world to reach the South Pole of moon. Since the Moon has no atmosphere and the South Pole is dangerous, it is very dangerous to land on that region. However, ISRO, who achieved the world's lowest cost space experiments, achieved Chandrayaan 3 with a budget of 615 crores. The happiness of this achievement, the proud historical event is being celebrated by every Indian in his own way. Heartfelt salutations and salutations to every person, scientist, from the smallest to the oldest of Indian Space Research organization for hoisting the proud of Bharat mata's Tri colour flag on Moon.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment