Celebrate yourself

 રિબાતી જાતને બચાવવાં,

કર્યા અનેક મરણીયા પ્રયાસ.

બધું જ હોય જીવનમાં,

છતાં, અંદરથી કંઈક કોરી ખાઈ.

ઉપચાર ઘણો કર્યો,

પણ, દરેક રીત ખોટી નીવડી.

અનેક પ્રયાસોને અંતે,

ઉપચારની સાચી ઔષઘી મળી.

સ્વનું સતત મૂલ્યાંકન કરવું,

અન્યનું મૂલ્યાંકન બંધ કરવું.

સ્વ-મૂલ્યાંકનથી સ્વદોષ દેખાશે,

ને જાતની વધારે નજીક જવાશે.

જે જીતે જાતને,

તે જીતે જગને.




પોતાની જાતથી નાખુશ માણસ બીજાને ક્યારેય ખુશી નથી આપી શકતો.ઉલટું, સ્વભાવ અને આદતોથી ઘવાયેલો માણસ સૌથી પહેલા પોતાની જાતને ઇજા પહોંચાડે છે. આ ઇજા પર રૂઝ લાવવાના પ્રયત્નોને બદલે ઘા ને વધારે ખોતરીને ઘાયલ થતો રહે છે. એટલે કે, ખોટી આદતોથી થતા નુકશાનને સુધારવાને બદલે ધીમે-ધીમે આદતને વશ થતો જાય છે. અને આ રીતે પોતાની અંદર એક નાખુશ માણસને જન્મ આપે છે. આ આદતો એટલે સપનાઓ જોવા પણ, મહેનત માટે થોડું પણ સમર્પણ ભાવ નહીં, જીવનમાં કંઈક મેળવવાની અપેક્ષા અંદર ને અંદર વધતી જાય,પણ,સમર્પણ ભાવના અભાવે કાંઈ પરિણામે નહીં.મેળવી ન શક્યાંનું દુઃખ વધારે પીડા આપે અને પીડાનું કારણ પોતાની જાતને ના માનતા સમય, સંજોગો અને પરિસ્થિતિને માને.એટલે બીજા પર દો્ષારોપણ કરીને જાતને અબળા માની વધારે દુઃખ પેદા કરે છે.

એ જ રીતે જયારે બીજા દ્વારા આપણને દુઃખ થાય તેવું વર્તન કે વ્યવહાર થાય ત્યારે તેનું કારણ જાણવાનો પ્રયાસ બિલકુલ નથી કરતા, સામી વ્યક્તિના દુઃખ આપતા વર્તનનું કારણ કદાચ આપણી ચૂકાઈ ગયેલી ફરજ હોય શકે, આપણા બોલેલા અણગમતા શબ્દો હોય શકે,કે આપણું બેજવાબદાર વર્તન હોય શકે. પણ, આપણી ક્ષતિ આપણને દેખાતી નથી. અને બીજાની દુઃખ આપતી વાતોને આપણે બિલકુલ નિર્દોષ હોઈ એ રીતે હોય તેના કરતા મસમોટી કરીએ છીએ. ચાલો, માની લઈએ કે કદાચ આપણી સંપૂર્ણ ફરજ નિભાવી હોય, આપણું મન, વચન અને કર્મ પણ શુદ્ધ હોય, તેમ છતાં બદલામાં આપણને કષ્ટદાયક વર્તન મળે તો, શું કરવું? આ ઘટનાથી દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ, જો આપણે સતત અંદર ને અંદર એ વાતથી રિબાયા કરશું કે, કંઈ વાંક વગર કેમ મને દોષિત ઠેરવે છે? ત્યારે એવું વિચારવું કે, મારી જાણ બહાર સામી વ્યક્તિ પ્રતિ કદાચ મારી કાંઈ ભૂલ થઈ હોય શકે. મોટુ હૃદય રાખી જો આપણે ભૂલીને ક્ષમા આપી દઈશું તો, વાત અહીં જ પુરી થઈ જશે.માફી આપણે એમના માટે નહીં, પણ, આપણા મનની શાંતિ માટે આપવી જોઈએ. કેમ કે, જ્યાં સુધી માફ ના કરીએ, ત્યાં સુધી વિચારો આપણને જંપવા નહીં દે.આપણા માટે કોણ સાચું કે, કોણ ખોટું એ નહીં પણ, સંબંધ મહત્વનો હોવો જોઈએ. પણ, જો વારંવાર સારુ કરવા છતાં, બદલામાં સામી વ્યક્તિ તરફથી તેમના કાર્ય કે શબ્દથી દુઃખ મળતું હોય અને વારંવાર માફ કરવા છતાં પણ, તેનું પુનરાવર્તન થતું હોય ત્યારે સ્વાભિમાન જાળવવું જરૂરી બની જાય છે.

આ જગતમાં સૌથી કઠિન જાત્રા જાત સુધી પહોંચવાની હોય છે. બીજાએ આ શા માટે કર્યું, શું કામ કર્યું, આ રીતે કરવું જોઈતું હતું, તે બધું મૂલ્યાંકન કરવાને બદલે આપણે શું કર્યું, શું કરીએ છીએ અને શું કરવું જોઈએ, જેનાથી શાંતિ મળી શકે. સ્વમુલ્યાંકનથી જાતના દોષ સુધારી આપણા પાત્રને જેટલું પવિત્ર બનાવશું, તેટલી વધારે મન શાંતિ અનુભવશે.જેટલા જાતની નજીક જઈએ, તેટલા જ આપણે આપણા પ્રત્યે સ્પષ્ટ બનીએ છીએ.

આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે જગત આખું ફરીએ છીએ, પણ, જાત સુધી પહોંચવાની મથામણ નથી કરતા.પોતાનાપણાનો ઉત્સવ ઉજવવાનું નામ જ જિંદગી છે.

ધારા મનિષ ગડારા "ગતિ ".


ENGLISH TRANSLATION


To save a brewing self,


 Made many mortal attempts.


  Have Everything in life,


 Yet, scartch something  inside.


 did a lot of therapy to heal,


 But, every healing attempt made wrong.


 After several attempts,


 Found the true medicine of healing mind 


 Constant self-evaluation,


 Stop evaluating others.


 Self-evaluation will reveal self-blame,


 Will get closer to you.


 One who conquers oneself,


 He conquers the world




A Human being unhappy with self can never bring happiness to others. On the contrary, a human wounded by nature and wrong habits injures self first.  Instead of trying to heal this injury, the wound continues to be injured.  That is, rather than correcting the damage caused by wrong habits, the habit is gradually succumbed.  And thus gives birth to an unhappy self. These habits mean to see dreams, not even a little dedication to hard work, the expectation of getting something in life grows inside and inside, but, due to the lack of dedication, there is no result.  Believing that circumstances and situation are reasons of pain instead of self.That is, by blaming others creates more pain.


In the same way, we do not try to know the reason when we are treated by others that hurt us, the reason for the hurtful behavior of the other person may be our missed duty, our disgust words spoken, or our irresponsible behavior. But, we do not see our weakness.  And we frown upon the hurtful words of others like that we were completely innocent.  Let us assume that we may have performed our duty perfectly, our mind, word and deed may be pure, but if in return we receive distressing treatment, what shall we do?  It is natural to be saddened by this incident.  But, if we constantly rebuke inwardly, why blame me without fault?  Then to think that I might have done something wrong to the same person without my knowledge.  With a big heart, if we forget and forgive, the matter will end here. We should forgive not for them, but for our own peace of mind.  Because, until we forgive, the thoughts will not let us go. For us, not who is right or who is wrong, but the relationship should be important.  But, if, despite repeated good deeds, one's deed or word gets hurt in return, and despite repeated forgiveness, it becomes necessary to maintain self-respect.


The hardest journey in this world is to reach our self. Instead of evaluating why others did this, what worked, should have been done this way, what we did, what we do and what we should do, can bring peace.  The more we purify our character by correcting our faults through self-evaluation, the more our mind will feel at peace. The closer we get to ourselves, the clearer we become to ourselves.


 In today's fast-paced life, we travel around the world, but we don't try to reach ourselves. Life is the name of celebrating the festival of self.


 Dhara Manish Gadara "Gati".







Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty