Be Independent to do own work

જીવ રેડી દે મહેનતમાં,
છતાં, નથી અંબાતો નિર્વાહનો છેડો,
ને ખુદ્દાર બની કરે પોતાનું કર્મ,
તેની મદદ એ  મહેનતનું છે પ્રોત્સાહન.

છે સંપૂર્ણ સક્ષમતા,
છતાં, બહાનાઓ બતાવી, નથી કરવી મહેનત,
ને નિર્વાહ કાજ અવલંબે અન્ય પર,
તેની મદદ એ આળસ વૃત્તિનું છે પ્રોત્સાહન.



જેમને  ખરેખર જીવનમાં કંઈ મેળવવું છે, કાંઈ કરવું છે તે ક્યારેય બહાનાઓ નહીં બતાવે. તે કર્મનું ફળ મળે કે ના મળે, અવિરત કર્મની સાતત્યતા જાળવી રાખશે. સમય, સંજોગો, વ્યક્તિઓ કે પરિસ્થિતિને દોષ આપવાના બદલે શક્ય તેટલી મહેનતમાં જીવ રેડશે.

ઘણી વખત લોકો કહેતા હોય છે કે, મારા જીવનમાં આ ઘટનાઓ બની કે, આ વ્યક્તિએ મને સાથ ના આપ્યો, કે મારા જીવનમાં અનેક બંધનો હતા. આવા બધા બહાનાઓ રજૂ કરી જાતને છાંવરતા કહે છે કે, આ બઘી સમસ્યાઓ હોવાથી હું કંઈ કરી ના શક્યો કે કરી ના શકી.

પણ,જીવનમાં જે લોકોએ કાંઈ મેળવ્યું છે, આગળ વધ્યા છે,તે સીધી રીતે તેના હાથમાં આવી ગયું હશે? બિલકુલ નહીં, તેમના જીવનમાં પણ વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કે સંજોગોના રૂપમાં અસંખ્ય અવરોધો આવ્યા હશે. પણ, તેઓએ તેમના કામ માટેનો માર્ગ કાઢી લીધેલો.એ અવરોધોના બહાનાઓ બતાવાને બદલે ધ્યેયને સમર્પિત જીવન માટે હિમંત પૂર્વક એક -એક ડગલુ આગળ માંડતા ગયા. પરિસ્થિતિ, સંજોગોને સ્વીકારીને આગળના માર્ગ માટે ધીમે -ધીમે પગલાં પાડીને રસ્તો બનાવતા ગયા, વિરોધોનો કે વ્યક્તિઓનો દલીલો કરવાને બદલે વિનમ્રતાથી સામનો કરતા ગયા, ફરજોને સમર્પિત જીવન જીવ્યા અને સમય ચોરી-ચોરીને પોતાના કાર્ય માટે સંગ્રહિત કરતા ગયા.

કાંઈ મેળવવા કે કંઈ કરવા માટે કોઈનો પણ માર્ગ જીવનમાં સરળ નથી હોતો. સપનાઓને જીવવાના મજબૂત સંકલ્પ સામે તમામ અવરોધો નબળા પડી જતા હોય છે. આ અવરોધઓને જે જીતી લે, તે જીવનમાં જીતી જાય છે.

 જેટલો સંઘર્ષ મોટો, તેટલી સફળતા મોટી. દરેક ક્ષણે પોતાના કાર્ય માટે લડતા રહીએ તો, કાર્યક્ષમતા વધારે ને વધારે કુશાગ્ર બને છે. જો સંઘર્ષ ના હોય તો આરામદાયક સ્થિતિમાં અંદર પડેલી શક્તિને આપણે ક્યારેય ઓળખી જ નથી શકતા. આરામદાયક સ્થિતિમાં વણ વપરાયેલી આવડત કાટ ખાઈ જાય છે, જયારે સંઘર્ષમય સ્થિતિમાં ટકાવી રાખેલી જાતથી, સાતત્યથી આવડત ખીલી ઉઠે છે, જે અંતે સફળતાના માર્ગે દોરી જાય છે.

જીવનમાં એવા ઘણા ખુદ્દાર લોકો હોય છે, જે પોતાની સ્થિતિ માટે પોતાને જ જવાબદાર ગણતા હોય છે, જાત નિરીક્ષણથી, ભૂલ સુધારી મહેનત કરનારની મદદ એક પ્રોત્સાહન છે.

જયારે, પોતાના જીવનની સ્થિતિ માટે સતત બીજાને દોષિત સમજનાર, પોતાની ફરજ ના પુરી કરનાર અને આરામદાયક વર્તુળથી પોતાની જાતને ઘેરનાર પોતાના જ કાર્ય માટે બીજા પર અવલંબે ત્યારે તેની મદદ કરવી એ આળસવૃત્તિનું પ્રોત્સાહન બનતી હોય છે.તેની મદદ તેના કાર્યક્ષમતાની અને આપણા જીવનના સમયની, કર્મની બરબાદી બને છે.


ધારા મનિષ ગડારા"ગતિ"



ENGLISH TRANSLATlON 


Pouring life into hardwork,

 However, not reach end of subsistence,

 Do own karma with faithfully,

 Ones help is the encouragement of hard work.

One who is absolute competence,

Yet, making excuses, not working hard,

 Dependent on others for subsistence,

 Ones help is the encouragement of laziness.



Those who really want to achieve something in life, want to do something, will never make excuses.  One will maintain the continuity of unbroken karma whether he gets the fruit of karma or not.  Instead of blaming time, circumstances, persons or situations, pour life into the effort as much as possible.

Many times people say that these incidents happened in my life, that this person did not support me, that there were many bonds in my life.  By presenting all such excuses, they cover themselves and say that, because of all these problems, I could not do anything.

But, the people who have achieved something in life, have progressed, would it have directly come into  hands?  Not at all, their life too may have had numerous obstacles in the form of persons, situations, events or circumstances.  But, instead of making excuses for the obstacles that paved the way for their work, they marched forward one step at a time to a life dedicated to the goal.  Accepting the situation, making way for the way forward by taking slow steps, facing opposition or individuals with humility instead of arguing, leading a life devoted to duties and stealing time for storing one's work.

 No one's path in life to get anything or do anything is easy.  All obstacles weaken against the strong determination to live the dreams.  Whoever overcomes these obstacles, wins in life.

The greater the struggle, the greater the success.  By fighting for one's work every moment, efficiency becomes more and more adroit.  If there is no struggle, we never recognize the power that lies within a comfortable state.  Unused skills in a relaxed state corrode, while in a conflicted state the self-sustained, keeping persistance,skills bloom, which ultimately leads to success.


 There are many independent people in life, who hold themselves responsible for their own condition, through self-observation,improving mistakes,the help of that type of hard worker is an encouragement.
When a person who constantly blames others for the condition of ones life, not fulfilling ones duty and surrounds oneself with a comfortable circle, depends on others for his own work, ones help becomes an incentive to laziness. His help becomes a waste of his efficiency and our  precious time nd karma.

Dhara Manish Gadara "GATI".











Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow