A daughter who breaks the mentality of society and illuminates the clan with the lives of her parents
છું હું સૃષ્ટિના સર્જનહારનું સૌથી સુંદર સર્જન, છતાં પોતાના અસ્તિત્વ, સંરક્ષણ, અને સ્વાભિમાન માટે લડુ છું. ઘરના સમ્રાજ્યની સાથે દુનિયાના દરેક ક્ષેત્રે પહોંચી, છતાં કુળદિપક ના હોવાના મહેંણા સાંભળું છું. કેટલીય શારીરિક પીડાઓની સાથે નિભાવું છું ફરજો, છતાં નિર્બળ કહેવાઉં છું. શક્તિની વારસદાર બની ખીલવું છું જીવનરૂપી પુષ્પ, છતાં અબળા કહેવાઉં છું. સૌને હૃદયના તાંતણે બાંધી, લાગણીઓના રંગો ભરી ઘરનું નિર્માણ કરું છું, છતાં જાતને ખીલવવા અનેક સાબિતીઓ આપું છું. સ્ત્રીને ભલે શારીરિક રીતે નબળી માનવામાં આવે, પણ, ઈશ્વરે તેના ઘડતર સમયે તેને માનસિક મજબૂતાઈ આપી છે, જો અંદર રહેલી શક્તિને સમજવામાં આવે, તો સ્ત્રી પોતાની જાતને વધારે મજબૂત બનાવી શકે છે. સમાજમાં હજુ પણ સંતાનમાં દીકરો જ જોઈએ એ માનસિકતા ઓછી નથી થઈ, દીકરીને લોકો જન્મ આપતા થયા છે, સ્વીકારતા થયા છે, પણ, ફક્ત દીકરી કે દીકરીઓ હોય તો, લોકો એ માતા-પિતાને બિચારાની નજરે જુએ છે. દીકરો એટલે તારણહાર, દીકરો એટલે સક્ષમ, દીકરો એટલે કુલદીપક એવું માનતા લોકો દીકરીને અક્ષમ, નબળી માનતા હોય છે. એ અક્ષમ અને નબળી એટલા માટે છે કે આપણે એને નબળી બનાવી દીધી છે. જો તેની ...