Defeat jealousy with love.
નીતિથી કાર્ય કરો, આવડતનો સાચી દિશામાં ઉપયોગ કરો,
પોતાની સાથે બીજાનો પણ ઉદ્ધાર કરો,
શક્ય તેટલું માફ કરતા શીખો,
જરૂરિયાતમંદને સાચા અર્થમાં મદદ કરતા રહો,
સત્યના માર્ગે ચાલો,
નિસ્વાર્થભાવે ફરજો નિભાવો,
છતાં, તમારા જીવનની ઈર્ષ્યા થતી હોય,
તો, ક્ષતિ આપણામાં નહીં, બીજાની દ્રષ્ટિમાં છે.
જે પોતે પવિત્ર છે, તેને પ્રગતિમાં મહેનત દેખાશે,
ને સાચા હૃદયથી શુભેચ્છા આપશે.
પણ, જે તમારા સાચા માર્ગે, કોઈને હાની પહોંચાડ્યા વગર થયેલી પ્રગતિમાં પોતે પાછળ રહી ગયા એવો ભાવ અનુભવે અને તેના માટે જવાબદાર તમને જ ઠેરવે તો એ એમનો ઈર્ષાભાવ છે.
સાચા માર્ગે થયેલી પ્રગતિથી કોઈને પરેશાની થતી હોય, તો તેની સમસ્યા છે. આપણી નહીં. છતાં, આપણે આપણું આત્મનિરીક્ષણ કરતા રહેવું કે ક્યાંક મારાથી કોઈ ક્ષતિ નથી રહી ગઈ ને?
આ જગતમાં બધા આપણાથી ખુશ રહે એવું જરૂરી નથી. લોકો ભગવાનને પણ દોષી ઠેરવે છે, તો આપણે તો પામર મનુષ્ય છીએ.
શ્વાસોને મુક્તપણે જીવો, મજા કરો અને આપણા વ્યક્તિત્વથી સૌને મજા કરાવો. આ જીવન જીવવા મળ્યું છે, તો શા માટે તેને ખુશીથી વધાવીએ નહીં.
ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જ જવાનુ છે, જે રહી જશે તો એ ફક્ત ને ફક્ત કર્મની જ સુવાસ રહેશે. મન-વચન કે કર્મથી ઈરાદાપૂર્વક કોઈને કષ્ટ ના આપવું અને વ્યવહાર વિશુદ્ધ રાખી નિસ્વાર્થ ભાવે સૌનું કલ્યાણ થાય એવી લાગણી રાખીશું, તો હજારહાથવાળો તમારા વગર માંગ્યે, જરૂર કરતા બમળું પુરુ પાડશે, બસ માહ્યાલાને ચોખ્ખું હોવું જોઈએ.
ધારા મનિષ ગડારા "ગતિ".
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Act ethically,
Use your skills in the right direction
Made progress others along with yourself,
Learn to forgive as much as possible,
Keep helping the needy in the true sense,
Walk on the path of truth,
Perform your duties selflessly,
However, if your life has been are jealoused,
Then the fault is not in us, but in the eyes of others.
The one who is pure in self will see hard work in progress,
And will congratulate us with a sincere heart.
But, if one feels that one has lagged behind in the progress made on your true path, without harming anyone, and holds you responsible for it, then that is others jealousy.
If someone is troubled by the progress made on the right path, then it is their problem. Not ours. However, we should keep introspecting ourselves and see if is there any fault left in me?
It is not necessary that everyone in this world should be happy with us. People blame even God, so we are poor human beings.
Live your breath freely, have fun and make everyone have fun with your personality. We have been given this life to live, so why not celebrate it with joy.
We came empty-handed and we will leave empty-handed, whatever remains will be the fragrance of karma. If we do not intentionally cause anyone any pain through our thoughts, words or deeds and keep our behavior pure and selflessly maintain the feeling that everyone will be well-off, then the thousand-handed will provide more than enough for you, without asking for it, just be pure from inner.
Dhara Manish Gadara "Gati".
Comments
Post a Comment