A daughter who breaks the mentality of society and illuminates the clan with the lives of her parents

 છું હું સૃષ્ટિના સર્જનહારનું સૌથી સુંદર સર્જન,

છતાં પોતાના અસ્તિત્વ, સંરક્ષણ, અને સ્વાભિમાન માટે લડુ છું.

ઘરના સમ્રાજ્યની સાથે દુનિયાના દરેક ક્ષેત્રે પહોંચી,

છતાં કુળદિપક ના હોવાના મહેંણા સાંભળું છું.

કેટલીય શારીરિક પીડાઓની સાથે નિભાવું છું ફરજો,

છતાં નિર્બળ કહેવાઉં છું.

શક્તિની વારસદાર બની ખીલવું છું જીવનરૂપી પુષ્પ,

છતાં અબળા કહેવાઉં છું.

સૌને હૃદયના તાંતણે બાંધી, લાગણીઓના રંગો ભરી ઘરનું નિર્માણ કરું છું,

છતાં જાતને ખીલવવા અનેક સાબિતીઓ આપું છું.



સ્ત્રીને ભલે શારીરિક રીતે નબળી માનવામાં આવે, પણ, ઈશ્વરે તેના ઘડતર સમયે તેને માનસિક મજબૂતાઈ આપી છે, જો અંદર રહેલી શક્તિને સમજવામાં આવે, તો સ્ત્રી પોતાની જાતને વધારે મજબૂત બનાવી શકે છે.

સમાજમાં હજુ પણ સંતાનમાં દીકરો જ જોઈએ એ માનસિકતા ઓછી નથી થઈ, દીકરીને લોકો જન્મ આપતા થયા છે, સ્વીકારતા થયા છે, પણ, ફક્ત દીકરી કે દીકરીઓ હોય તો, લોકો એ માતા-પિતાને બિચારાની નજરે જુએ છે. દીકરો એટલે તારણહાર, દીકરો એટલે સક્ષમ, દીકરો એટલે કુલદીપક એવું માનતા લોકો દીકરીને અક્ષમ, નબળી માનતા હોય છે. એ અક્ષમ અને નબળી એટલા માટે છે કે આપણે એને નબળી બનાવી દીધી છે. જો તેની પાંખો કાપવામાં ના આવે તો એ પણ પુરી રીતે આભને આંબી શકે છે. 

સમય અને સ્થિતિ બદલાયા છે, પણ માનસિકતા પુરી રીતે નથી બદલાઈ. દીકરાને ઘરકામ નહિ શીખવવું અને દીકરીને આત્મનિર્ભર ના થવા દેવી તેવા ભેદભાવ આપણે જ ઉભા કર્યા છે. સમય પ્રમાણે થોડી સ્થિતિ બદલાઈ પણ છે. પણ, તેના કાર્યક્ષેત્રમાં તે સક્ષમ હોવા છતાં, ચડિયાતી હોવા છતાં પુરેપુરી તક નથી મેળવી શકતી અથવા તો પોતાની સાર્થકતાની વારંવાર સાબિતી આપવી પડે છે.

આજના સમયમાં દીકરીઓ પોતાના માતા-પિતાને સાચવવા પોતાનો સંસાર નથી વસાવતી. જયારે, કુલદીપકો ઝંખતા લોકો, તેને જ સર્વસ્વ માનતા લોકો પોતાના આખરી દિવસો વૃદ્ધાશ્રમમાં વિતાવતા હોય છે. તેમના કુળના પ્રકાશનું તો શું?, તેમના જીવનમાં અંધારું થઈ જતું હોય છે. સમાજમાં આવી ઘટનાઓ બનતી જ હોય છે. સલામ છે એવી દીકરીઓ જે સમાજની ખોટી માનસિકતાઓને પડકારીને પોતાનું આકાશ જાતે બનાવે છે અને તેમના જન્મદાતાનું ઋણ અદા કરવા પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર સંસાર વસાવતી નથી. એ મજબૂત શક્તિનું ભવિષ્ય પણ સુરક્ષિત જ હોય છે.

દીકરો કે દીકરી બંને સમાન છે. બંને પુષ્પોને ભેદભાવ વગર સમાન તક આપવામાં આવે તો, બંને ખીલી શકે છે. સૌને પોત-પોતાની નબળાઈ અને સક્ષમતા હોવાની એ સત્ય સ્વીકારી લઈએ તો સમાજની ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જશે.

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION 


I am the most beautiful creation of the Creator of the universe,


yet I fight for my existence, protection, and self-respect.


I have reached every region of the world with the empire of my home,


yet I hear the complaints of not being a clan light.


I perform my duties with many physical pains,


yet I am called weak.


I blossom as the heir of power, the flower of life,


yet I am called weak.


I tie everyone to the thread of my heart, build a house filled with the colors of emotions,


yet I give many proofs to make myself blossom.


Even though a woman is considered physically weak, God has given her mental strength at the time of her creation. If the power within is understood, then a woman can make herself stronger.


The mentality that only sons are wanted in children has not diminished in society. People have been giving birth to daughters and accepting them, but if there are only daughters, people look at those parents as poor. People who believe that a son is a savior, a son is capable, a son is a great leader, consider a daughter to be incapable and weak. She is incapable and weak because we have made her weak. If her wings are not clipped, she can also completely  able to reach the sky .


Times and situations have changed, but the mentality has not changed completely. We have created discrimination such as not teaching a son to do housework and not allowing a daughter to become self-reliant. The situation has changed a little with time.  However, despite being competent and superior in their field of work, women are unable to get full opportunities or have to prove their worth repeatedly.


In today's time, daughters do not get married to protect their parents. While, people who long for the family lights as a son, people who believe that He is everything, spend their last days in old age homes. What about the light of their family? Their lives become dark. Such incidents always happen in society. Salute to such daughters who challenge the wrong mindsets of society and create their own sky and do not get married without thinking about their future to repay the debt of their parents. The future of that strong power is also secure.


Both sons and daughters are equal. If both flowers are given equal opportunities without discrimination, both can bloom. If we accept the truth that everyone has their own weaknesses and strengths, many problems of society will be solved automatically.


Dhara Manish Gadara "Gati".




Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow