Posts

Showing posts from September, 2025

Strengthen your thoughts and perspectives rather than your life circumstances.

Image
  હજાર કારણો હાજર છે દુઃખી રહેવાના, તૈયાર જ હોય છે ફરિયાદો ને બળાપા, અંધ બની જાય છે દ્રષ્ટિ, આનંદિત રાખતા કારણ પ્રત્યે, આંસુઓની વચ્ચે ચહેરા પર, મહામુલુ સ્મિત વરસાવી શકનાર, નબળા સંજોગોને મજબૂત મનથી હરાવી, નિજાનંદમાં રહેતા જીવ ઈશ્વરે સર્જેલા કિંમતી સર્જનને સાર્થક કરે છે. જીવનમાં દુઃખી, ઉદાસ, હતાશ રહેવાના હજારો કારણો મળી રહેશે. પણ, સુખી, આનંદિત અને સંતોષી રહેવાનું કોઈ એક કારણ જીવનમાં હોય, તો હજાર કારણોને ભૂલીને તે એક કારણને પ્રાથમિકતા આપો. કેમકે, ઈશ્વરે આપેલું સુંદર જીવન જીવવા માટે છે, મરતા-મરતા જીવવા માટે નહીં. આપણા વિચારો અને આપણી આવડત પર જ જીવનમાં બનતી ઘટનાઓની પ્રતિક્રિયા સકારાત્મક બનાવી શકીએ. જેમકે, કોઈ અપમાનિત કરે, ત્યારે તેના શબ્દો ને વર્તન કરતા આપણું મન મજબૂત હોવું જોઈએ. નમ્રતાથી જવાબ આપી ઘટનાને ભૂલી જવી, આપણે ખડે પગે રહ્યા હોય છતાં, કોઈ આપણી જરૂરના સમયે મદદે ના આવે, તો સમજવુ કે, કોઈને મદદ કરી શકીએ એટલા ઈશ્વરે આપણને કાબેલ બનાવ્યા છે ને, મારી પડખે તો, જગતના સર્જનહાર છે, બધુ તેમને સમર્પિત છે. આવી જીવનની બીજી ઘણી બાબતો હોય શકે, આપણા વિચારો અને દ્રષ્ટિકોણ જ જીવન જીવતા અ...

Giving Time our kids is an investment. It gives return now as well as future.

Image
ભગવાનની  કૃપાથી આંગણે ખીલ્યું કુમણું પુષ્પ, ઉગ્યું ત્યારે જોઈને થઈ ખૂબ ખુશી, પણ, ઉગેલું પુષ્પ કાંઈ એમનેમ નથી ઉછરતું, પાણીની સાથે પ્રેમ આપીએ, ખાતરની સાથે સંભાળ રાખીએ, પોષણની સાથે સ્નેહ આપીએ, સૂર્ય પ્રકાશની સાથે સ્પર્શ આપીએ, નીંદણની સાથે તેને ભરપૂર વ્હાલથી નીરખીએ, ને સાથે-સાથે આપણે શ્રદ્ધા દાખવીએ, તો પુષ્પ ખીલવાની સાથે મહેકી ઉઠશે. આખા દિવસના ચોવીસ કલાકમાંથી પોતાના સંતાન માટે ફક્ત અડધી કલાક ગુણવત્તાસભર કાઢી ના શકતા માતા-પિતાને સંતાન પાસેથી નાનપણથી જ બહુ બધી અપેક્ષાઓ બંધાયેલી રહે છે. બાળકોને કહેવા કરતા આપણું કરેલું વધારે સમજાય છે. અત્યારના બીઝી માતા-પિતાને બાળક કેવી રીતે વ્યસ્ત રહે એમાં જ રસ છે. પણ, તંદુરસ્ત ચર્ચા કરવામાં નથી. બાળકો સાથે વાત કરીએ, તો, તેઓનો આત્મવિશ્વાસ વધે છે. તેની અંદર કેવા પ્રકારની રુચિ છે, તે જાણી શકાય છે. બાળકને વ્યસ્ત રાખવા કરતા તેની સર્જન શક્તિ ખીલવીએ. આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ થોડી વાતચીત, થોડી રમત, થોડી મસ્તી તો કરી જ શકીએ છીએ. બાળકને તમારી પાસેથી આનાથી વધારે અપેક્ષાઓ પણ નથી. પણ, મોટા ભાગના માતા-પિતા કામકાજ ઉપરાંત મોબાઈલમાં નુકશાનકારક બિન જરૂરી સ...

Every pain has cure

Image
  જીવનમાં જયારે કુદરતી રીતે પીડા મળે, ત્યારે તેનો મલમ સમય હોય છે. જયારે સામેથી નોતરેલી પીડા મળે, ત્યારે તેનો મલમ પસ્તાવો અને જાતસુધાર હોય છે. જયારે અન્ય દ્વારા પીડા મળે, ત્યારે તેનો મલમ સમજદારી હોય છે. જીવનમાં દુઃખનું હોવું સ્વાભાવિક છે, પણ, તે દુઃખનું કેવી રીતે સંચાલન કરવું, તે માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. દુઃખને શ્વાસો પર હાવિ થવા દેવું કે દુઃખ સામે લડવું,  તે પણ માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. જયારે કુદરતી રીતે પીડા મળે, એટલે કે, આપણા હાથમાં કશું ના હોય અને અચાનક જ એવી ઘટનાઓ બને કે જેમાં આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય ને દિવસ-રાત કાઢવા અઘરા થઈ પડે, ત્યારે એ દુઃખને વહી જવા દેવું, વ્યક્ત થઈ જવા દેવું. ધીરજ રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે, તેમાં તેને મારા જીવનની યોજના આ પ્રમાણે બનાવી હશે. ઈશ્વરને સમર્પિત જીવન પીડા ઓછી કરે છે. આ પીડાનો મલમ સમય છે. જેમ સમય પસાર થઈ જાય છે, તેમ પીડાનો સ્વીકાર થઈ જાય છે, સત્યનો, પરમતત્વની મરજીનો સ્વીકાર થઈ જાય છે.  જીવનમાં ક્યારેક જાણતા કે અજાણતા આપણાથી થયેલી ભૂલની સજા મળે, ત્યારે થતી પીડાનો મલમ જાતનો સુધાર કરીને...