Giving Time our kids is an investment. It gives return now as well as future.
ભગવાનની કૃપાથી આંગણે ખીલ્યું કુમણું પુષ્પ,
ઉગ્યું ત્યારે જોઈને થઈ ખૂબ ખુશી,
પણ, ઉગેલું પુષ્પ કાંઈ એમનેમ નથી ઉછરતું,
પાણીની સાથે પ્રેમ આપીએ,
ખાતરની સાથે સંભાળ રાખીએ,
પોષણની સાથે સ્નેહ આપીએ,
સૂર્ય પ્રકાશની સાથે સ્પર્શ આપીએ,
નીંદણની સાથે તેને ભરપૂર વ્હાલથી નીરખીએ,
ને સાથે-સાથે આપણે શ્રદ્ધા દાખવીએ,
તો પુષ્પ ખીલવાની સાથે મહેકી ઉઠશે.
આખા દિવસના ચોવીસ કલાકમાંથી પોતાના સંતાન માટે ફક્ત અડધી કલાક ગુણવત્તાસભર કાઢી ના શકતા માતા-પિતાને સંતાન પાસેથી નાનપણથી જ બહુ બધી અપેક્ષાઓ બંધાયેલી રહે છે.
બાળકોને કહેવા કરતા આપણું કરેલું વધારે સમજાય છે.અત્યારના બીઝી માતા-પિતાને બાળક કેવી રીતે વ્યસ્ત રહે એમાં જ રસ છે. પણ, તંદુરસ્ત ચર્ચા કરવામાં નથી. બાળકો સાથે વાત કરીએ, તો, તેઓનો આત્મવિશ્વાસ વધે છે. તેની અંદર કેવા પ્રકારની રુચિ છે, તે જાણી શકાય છે. બાળકને વ્યસ્ત રાખવા કરતા તેની સર્જન શક્તિ ખીલવીએ.
આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ થોડી વાતચીત, થોડી રમત, થોડી મસ્તી તો કરી જ શકીએ છીએ. બાળકને તમારી પાસેથી આનાથી વધારે અપેક્ષાઓ પણ નથી.
પણ, મોટા ભાગના માતા-પિતા કામકાજ ઉપરાંત મોબાઈલમાં નુકશાનકારક બિન જરૂરી સમય વેડફે છે. એક વખત બાળક તમારી પાસે આવે ત્યારે, મોબાઈલને છોડીને એનો હાથ પકડીને વાત કરજો, થોડી મસ્તી કરજો, એને તો મજા પડશે, પણ, સાથે તમને પણ ઉર્જા મળશે. શક્ય તેટલું બાળક તમારી જોડે હોય, ત્યારે મોબાઈલ નામનું દુષણ દૂર રાખવાનો પ્રયાસ કરજો.
બાળક સાંભળેલા કરતા જોયેલું વધારે અનુકરણ કરે છે. તમે તેને કહેશો તો, તે નહીં માને, પણ, તમે કરશો, એ કરવાનો એ પ્રયત્ન કરશે. તમે પુસ્તક વાંચશો, તો એ તમારી પાસેથી મોબાઈલ નહીં, પણ, પુસ્તક જ માંગશે. એ સો ટકાની વાત છે.
બાળઉછેર એ ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે. માતાનો તેમાં મહત્વનો ફાળો હોય છે. કેમકે, તે બાળક સાથે કુદરતી રીતે જોડાયેલી હોવાની સાથે, તેને કુદરતી બક્ષિસ પણ મળેલી છે. મોટા ભાગનો બાળકનો સમય માતા સાથે જ પસાર થતો હોય છે. નાનાથી મોટુ થતું જતું બાળક માતાના શબ્દો, વર્તન અને કાર્ય ચુપચાપ જિલતું રહેતું હોય છે. સમય પ્રમાણે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ પણ જરૂરી છે, તમે બાળકને સાવ વંચિત તો ન જ રાખી શકો, પણ, એ આપણા અને આપણા બાળક પર હાવિ ના થઈ જાય, તે જોવાની જવાબદારી આપણી છે. વધારે પડતી કૂટેવો આપણા જીવનને પણ નુકશાન કરે જ છે. ગમે તેવો ખરાબ માણસ હોય, તેના સંતાનો સારા બને એવી જ તેની અપેક્ષાઓ હોય છે. તો, આપણી કુટેવોનું નિયંત્રણ બાળકો અને આપણા બંને માટે સારૂ છે. સારા અને સંસ્કારી બાળકના ઉછેર માટે પુષ્પના નીંદણની જેમ ખોટી વસ્તુઓ કરતા અટકાવવા માટે કડક બનવું પણ જરૂરી છે. જે ના થવું જોઈએ, તે નથી જ કરવાનું એવો અંકુશ બાળપણથી જ રાખીએ તો તેને થોડો ડર પણ રહેશે. વધારે પડતી સવલતતા તેના વિકાસને અને વ્યક્તિત્વને રૂંધે છે. આગળ જતા સારા વ્યક્તિના સર્જન માટે થોડો ડર પણ હોવો જરૂરી છે. સ્નેહ અને સમય સાથે અંકુશ જ સારા વ્યક્તિનું નિર્માણ કરે છે.
આજનું બાળક એક આત્મવિશ્વાસુ અને સાર્થક વ્યક્તિ બને એ માતા-પિતા અને ઘરના સદસ્યોના જ હાથમાં છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
By the grace of God, a small flower bloomed in the sweet home,
When it grew, it was very happy to see it,
But, the flower that grew does not raise like easily,
If we give love with water,
Take care of it with fertilizer,
Give affection with nourishment,
Touch it with sunlight,
Keep it with full love with weeds,
And at the same time, if we show faith,
Then the flower will bloom with fragrance.
Parents who are not able to spend even half an hour of quality time for their children out of the entire twenty-four hours of the day have a lot of expectations from their children from childhood.
Children understand more by what we do than by what we say. Today's busy parents are only interested in how their children stay busy. But, they are not interested in healthy discussions. If we talk to children, their confidence increases. We can know what kind of interest they have inside. Let's nurture the creativity of the child instead of keeping them busy.
No matter how busy we are, we can still have a little conversation, a little play, a little fun. The child does not expect more from you than this.
But, most parents waste unnecessary time on mobile phones in addition to work. Once the child comes to you, leave the mobile phone and hold their hand and talk, have some fun, it will be fun for them, but, at the same time, you will also get energy. As much as possible, when the child is with you, try to keep the evil called mobile away.
The child imitates what he sees more than what he hears. If you tell him, he will not believe it, but, if you do, he will try to do it. If you read a book, he will not ask you for a mobile phone, but a book. That is a hundred percent thing.
Child rearing is a process that requires patience. The mother has an important role in it. Because, along with being naturally attached to the child, she has also received a natural gift. Most of the child's time is spent with the mother. As the child grows up, the mother's words, behavior and actions silently resonate. It is also necessary to use technology according to time, you cannot completely deprive the child, but it is our responsibility to see that it does not dominate us and our child. Excessive misbehavior also harms our lives. No matter how bad a person is, his expectations are that his children will be good. So, controlling our bad habits is good for both the children and us. To raise a good and cultured child, it is also necessary to be strict to prevent them from doing wrong things like weeds in a flower. If we control from childhood that what should not be done, must not be done, then he will also be a little afraid. Excessive convenience hinders his development and personality. A little fear is also necessary for the creation of a good person in future. Love and control along with time make a good person.
It is in the hands of parents and family members that today's child becomes a confident and worthwhile person.
Dhara Manish Gadara "Gati".



Comments
Post a Comment