Every pain has cure

 


જીવનમાં જયારે કુદરતી રીતે પીડા મળે, ત્યારે તેનો મલમ સમય હોય છે.

જયારે સામેથી નોતરેલી પીડા મળે,
ત્યારે તેનો મલમ પસ્તાવો અને જાતસુધાર હોય છે.
જયારે અન્ય દ્વારા પીડા મળે,
ત્યારે તેનો મલમ સમજદારી હોય છે.

જીવનમાં દુઃખનું હોવું સ્વાભાવિક છે, પણ, તે દુઃખનું કેવી રીતે સંચાલન કરવું, તે માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. દુઃખને શ્વાસો પર હાવિ થવા દેવું કે દુઃખ સામે લડવું,  તે પણ માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. જયારે કુદરતી રીતે પીડા મળે, એટલે કે, આપણા હાથમાં કશું ના હોય અને અચાનક જ એવી ઘટનાઓ બને કે જેમાં આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય ને દિવસ-રાત કાઢવા અઘરા થઈ પડે, ત્યારે એ દુઃખને વહી જવા દેવું, વ્યક્ત થઈ જવા દેવું. ધીરજ રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે, તેમાં તેને મારા જીવનની યોજના આ પ્રમાણે બનાવી હશે. ઈશ્વરને સમર્પિત જીવન પીડા ઓછી કરે છે. આ પીડાનો મલમ સમય છે. જેમ સમય પસાર થઈ જાય છે, તેમ પીડાનો સ્વીકાર થઈ જાય છે, સત્યનો, પરમતત્વની મરજીનો સ્વીકાર થઈ જાય છે. 
જીવનમાં ક્યારેક જાણતા કે અજાણતા આપણાથી થયેલી ભૂલની સજા મળે, ત્યારે થતી પીડાનો મલમ જાતનો સુધાર કરીને કે પસ્તાવો છે. મોટા ભાગના માણસો જે કરતા હોય છે, તેના પરિણામની તેમને ખબર જ હોય છે, પણ, જયારે પરિણામ મળતું હોય છે, તે તેમનાથી સહન નથી થતું હોતું. એક વખત સમજ આવ્યા પછી આત્મનિરીક્ષણ કરી પસ્તાવા રૂપે માફી માંગે અને જાત સુધાર કરી ફરી આવું ના થાય તેનું વચન લે તો, પીડા ઓછી થઈ શકે. કેમકે, ભૂલનો સ્વીકારી ને માફી માંગી લેવાથી મન હળવું થઈ જતું હોય છે. મોટા ભાગના લોકો તેમની જાણ બહાર આ પીડાથી પીડાતા હોય છે. પેલી વાત કે લોકો પોતે માનવા જ તૈયાર નથી હોતા કે તેમનાથી ભૂલ થયેલી છે. પણ, તેનો અંતર આત્મા બધું જાણતો જ હોય છે. જાતને સુધારવાને બદલે, માફી માંગવાને બદલે પોતાનો બચાવ કરતો માણસ જાણતો નથી કે એક છૂપો ડર તેને અંદરથી જ જંપવા નહીં દે. તેના કરતા ગમે તેટલી મોટી ભૂલ થઈ હોય, છુપાવાને બદલે સામેથી માફી માંગી લેવાથી અને ભવિષ્યમાં ક્યારેય આવું ના થાય તેવું વચન આપવાથી મન હળવું બને છે અને પીડાનો ભાર ઓછો થાય છે.
જયારે જીવનમાં સંપૂર્ણપણે ફરજો નિભાવ્યા છતાં, સમર્પિત રહેવા છતાં, બીજાની વાણી, વર્તનથી પીડા મળે, કોઈ છેતરપિંડી કરે, અપમાનિત કરે, અવગણના કરે અને ખોટા દંભના મુખવટા પહેરીને આપણી સાથે છળ કપટ કરે, ત્યારે જે પીડા મળે, ત્યારે તેનો મલમ આપણી સમજદારી છે. લોકો આપણી સાથે જે વ્યવહાર કરે, પણ, આપણા મનને આપણે સમજાવાનું કે, એ તેમને કર્યુ, તે તેમનું કર્મ. બીજાના વાણી, વર્તન, કર્મથી દુઃખી થયા બાદ તેને આપણા મન પર હાવિ રહેવા દેવું કે તેમાંથી બહાર નીકળીને આપણી સ્વતંત્ર જિંદગીની મજા લેવી, તે આપણા વિચારો પર નિર્ભર છે. બીજાના વારંવારના ખરાબ વ્યવહારથી વારંવાર મનને દુઃખ મળે એવા વિચારો કરવા કરતા આપણે તેમાંથી બહાર નીકળીને આ સૃષ્ટિની, આપણા મહામુલા જીવનની, આપણા શ્વાસો પ્રત્યે જાગ્રત રહેશુ, તો પીડાનો ઈલાજ આપણા હાથમાં જ છે. આપણી સમજદારી એ જ આપણો ઈલાજ.

ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH
TRATRANSLATION



When we experience pain naturally in life, its cure is time.

When we experience pain from our act nd behave,
then its cure is repentance and self-improvement.

When we experience pain from others,
then its cure is understanding.

It is natural to experience pain in life, but how to manage that pain depends on the nature of human. Letting pain dominate our breaths or fighting against pain also depends on the nature of human. When we experience pain naturally, that is, when we have nothing in our hands and suddenly such events happen that completely change our life and it becomes difficult to get through the day and night, then let that pain flow, let it express itself. Having patience and having faith in God who manages this creation, he must have planned my life in this way. A life dedicated to God reduces pain. This is the balm of pain.  As time passes, the pain is accepted, the truth, the will of the Supreme Being is accepted. 

Sometimes in life, when we are punished for a mistake we have made knowingly or unknowingly, the only way to relieve the pain is to correct ourselves or repent. Most people know the consequences of what they do, but when the consequences come, they cannot bear it. Once they understand, if they introspect and apologize as a form of repentance and correct themselves and promise not to do it again, the pain can be reduced. Because, by accepting the mistake and apologizing, the mind becomes lighter. Most people suffer from this pain without their knowledge. The thing is that people themselves are not ready to believe that they have made a mistake. But, their inner self knows everything. Instead of correcting themselves, instead of apologizing, a person who defends himself does not know that a hidden fear will not let him rest from within.  No matter how big a mistake is, instead of hiding it, apologizing in front of others and promising never to do it again in the future makes the mind lighter and the burden of pain is reduced.

When, despite fulfilling our duties in life and remaining dedicated, we are hurt by the words and behavior of others, when someone cheats, humiliates, ignores us and deceives us by wearing a mask of false pretense, the balm for the pain we feel is our understanding. Whatever people do to us, but we have to explain to our minds that it is their karma. After being hurt by the words, behavior and actions of others, whether we let it dominate our minds or get out of it and enjoy our independent life, depends on our thoughts. Instead of thinking that the mind is hurt repeatedly by the repeated bad behavior of others, if we get out of it and remain vigilant towards this creation, our great life, and our breath, then the cure for pain is in our hands.  Our wisdom is our cure.

Dhara Manish Gadara "Gati".

Comments

Popular posts from this blog

Do not fulfill responsibilities at the cost of self respect.

આપણી ભાષા આપણી ઓળખ છે.

The pain we experience does not reach others, such feelings and actions become immortal.