The Degree is not everything
બાહ્ય સ્પર્ધામાં નીવડેલા અમુક વિજેતાઓ જીવનની નીતિમત્તા નથી જાળવતા હોતા. જેમકે, કોઈ ડૉક્ટર જાતિ પરિક્ષણ કરે, કોઈ વકીલ અપરાધીનો સાથ આપે, કોઈ સી. એ બેનામી આવક દર્શાવે, કોઈ શિક્ષક અયોગ્ય વિદ્યાર્થીને વગર પરીક્ષાએ ઉતીર્ણ કરે અને આવા ઘણા બધા ડિગ્રીધારીઓ પોતાના આર્થિકહેતુના સ્વાર્થ માટે સમાજના દુશ્મન બને છે જેને આપણે કાગળ પર ઉંચો બુદ્ધિમતા આંક દર્શાવવા પર તેજસ્વી માનીએ છીએ.
સાચો તેજસ્વી માનવી એ જ છે કે જે મુશ્કેલ સંજોગોમાં પણ જીવનના મૂલ્યોને જાળવી રાખી પોતાનું જીવન બીજાને સમર્પિત કરે, જે નિડરતાપૂર્વક જીવનના સંઘર્ષોનો સામનો કરી વિજયી બને તે ખરા અર્થમાં શૌર્ય એટલેકે તેજસ્વીના ગુણને સાર્થક કરે છે.
જેઓ ઉંચા બુદ્ધિમતા આંક સાથે જીવનના મૂલ્યોને સાર્થક કરે તો તેઓ સમાજ માટે સોનામાં સુગંધ ભળવા જેવું કાર્ય કરતા હોય છે.
ભારતીય સમાજમાં નાનપણથી જ બાળક પર ભણતરનો બોજ નાખી દેવામાં આવે છે. જેથી આ બોજારૂપ ભણતરને કારણે બાળક તેમાં રસ-રુચિ દાખવતું નથી. ઉલ્ટાનું તેનાથી દુર ભાગતું જાય છે. બાળકને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે તો તેનું મનપસંદ બની રહે છે. બાળકને નવું શીખવા માટે પ્રેરણા આપીએ, તેના રસ-રુચિના વિષયો જાણીને તેને આગળ વધવા માટે ઉત્સાહિત કરીએ પણ, તેને વધારે માર્ક્સ લાવવા તેના પર દબાણ ના કરવું જોઈએ. તે તેની શક્તિ પ્રમાણે જે રીતે ખીલે તેમ ખીલવા દેવું જોઈએ. કેમકે, ઈશ્વરે દરેક ફૂલની રચના અલગ-અલગ રીતે કરી છે. દરેક ફૂલ એકસરખી રીતે ના મહેકી શકે. બધાને પોતાની અલગ ખુશ્બુ હોય છે.
માતા-પિતા જેટલું બાળકને ભણવામાં આગળ વધવા
દબાણ કરતા હોય છે તેટલું તે જીવનની નીતિમત્તા શીખવવામાં ઉત્સાહિત નથી હોતા. જીવનના મૂલ્યોને બાળ ઉછેરમાં પાયા તરીકે ચણવામાં આવે તો એક સુંદર વ્યક્તિત્વ રૂપી ઇમારત તૈયાર થતી હોય છે જે પરિવાર સમાજ, દેશ અને દુનિયા માટે ખરી મૂડી સાબિત થાય છે.
ધારા મનિષ ગડારા "ગતિ "
English Translate
Some of the winners in the external competition did not maintain the ethics of life. For example, a doctor conducts a sex test, a lawyer accompanies the offender,chartered Accountant shows anonymous income, a teacher passes the exam without an unqualified student and many such degree holders become enemies of society for their own financial gain which we consider brilliant on showing high intelligence score on paper.
The true brilliant human being is the one who dedicates his life to others while maintaining the values of life even in difficult circumstances, the one who fearlessly overcomes the struggles of life and becomes victorious, truly embodies the virtue of heroism.
Those who make the values of life meaningful with a high intelligence score are like mixing fragrance in gold for the society.
In Indian society, the burden of education is placed on the child from an early age. So that the child does not show interest in this cumbersome learning. On the contrary, it runs away. If knowledge is served to a child with a joke, it remains his favorite. Encourage the child to learn something new, encourage him to move forward by knowing the topics of interest to him, but do not force him to get higher marks. It should bloom as much as it can according to its power. Because God designed each flower differently. Not every flower smells the same. Everyone has their own unique scent.
As far as parents go to educate the child, They are not as enthusiastic about teaching the ethics of life as they are about pushing educated.
If the values of life are laid as a foundation in child rearing, a beautiful personality building is created which proves to be a real capital for the family, society, country and the world.
Dhara Manish Gadara "Gati"
Comments
Post a Comment