Feelings

નથી મારી આકૃતિ કે, 
નથી મારી કલાકૃત્તિ. 
નથી થતી મારી ગણતરી કે, 
નથી થતો મારો હિસાબ. 
ઉદ્દભવું છું અંતરના ઉંડાણથી ને, 
જોડાઉં છું જીવોમાં પરસ્પર સ્નેહના સેતુથી. 
નથી મારી પરિભાષા કેમકે, 
હું છું લાગણી. 
   
  

        લાગણીનો જન્મ અંતરના ઉંડાણમાંથી થાય છે. તેને વ્યકત થવા શબ્દોની પણ જરૂર નથી રહેતી, મૌનથી પણ તે વ્યકત થઈ શકે છે.નાનું જન્મેલું બાળક પણ આ ભાષાને સમજી શકે છે.
સંપૂર્ણપણે નવી દુનિયામાં જન્મેલું બાળક માઁનો સ્પર્શ થતા જ શાંત થઇ જાય છે, કંઈ જોઇ કે અનુભવી ના શકતું બાળક પોતાની માતાના સ્પર્શ, હૂંફ, સાંત્વનાને અનુભવી શકે છે. મૂંગા પશુઓ પણ લાગણીની ભાષાને સમજે છે. 
            લાગણીનું મૂલ્ય ભેટ -સોગાદોથી આંકી શકાતું નથી. લાગણીને  વ્યકત થવા બાહ્ય વસ્તુઓની  આવશ્યકતા નથી, જેમકે, મોંઘી ભેટ -સોગાદ, રૂપિયા -પૈસા અને એવું બીજું ઘણું બધું. મોંઘી ભેટ -સોગાદ ના આપી શકતા વ્યક્તિના હૃદયમાં પણ તમારા પ્રત્યે અપાર ભાવ હોય શકે ને મોંઘી વસ્તુઓનો ધોધ વહાવનાર વ્યક્તિનું હૃદય કદાચ તમારા પ્રત્યે ભાવશૂન્ય હોય શકે, તે કદાચ તમારી ભાવનાઓ સમજી ના શકે.ટૂંકમાં, કહેવાનો ભાવાર્થ એટલો જ કે, બે વ્યક્તિ વચ્ચેની સમજણનું સ્થાન બાહ્ય વસ્તુઓ નથી લઈ શકતી, બે વ્યક્તિના સંબંધની મજબૂતાઈ મોંઘી ભેટ-સોગાદોથી નથી ટકતી, પણ, પરસ્પરના સ્નેહ, વફાદારી, વિશ્વાસ, વાત્સલ્ય,સમજણ ને સ્નેહના સેતુથી ટકી રહે છે.એટલે કે, એકબીજા પ્રત્યે અંતરમાં ઉદભવતી લાગણીથી ટકી રહે છે. 
      
         કઈ વ્યક્તિને કોના પ્રત્યે કેટલો સ્નેહ છે તેની ગણતરી કે હિસાબ નથી હોતો.જેમકે, એક માતાનો પોતાના બાળક પ્રત્યેનો વ્હાલનું કોઈ આર્થિક મૂલ્ય નથી હોતું. આવી જ રીતે દરેક સંબંધમાં સ્નેહની કિંમત નથી આંકી શકાતી. બસ, તે હોય છે અને તેને માણી શકાય છે ને અનુભવી શકાય છે ને તે અનંત સમય સુધી રહે છે. 

          ધારા મનિષ ગડારા "ગતિ "
   
    
  ENGLISH TRANSLATE 

  
         

Not my figure that,

 Not my artwork.

 I don't think so,

 My account is not done.

 Emerging from the depths of the distance,

 Join the creatures by the bridge of mutual affection.

 Not my terminology because,

 I am feeling.




 Emotions are born from the depths of heart.  It doesn't even need words to be expressed, it can be expressed even in silence. Even a small child can understand this language.

 A child born in a completely new world calms down as soon as he is touched by his mother, a child who cannot see or feel anything can feel his mother's touch, warmth, comfort..  Even dumb animals understand the language of emotion.
 


 The value of emotion cannot be measured by gifts.  External things are not required to express feelings, such as expensive gifts, money and much more.  Even the heart of a person who cannot give expensive gifts may have immense value towards you and the heart of a person who pours a cascade of expensive things may have no value towards you, he may not understand your feelings. In short, the meaning of understanding between two people is  the place cannot be taken by external things, The strength of the relationship between two people is not sustained by expensive gifts, but by mutual affection, loyalty, trust, affection, understanding, by the bridge of affection.



 There is no calculation of how much affection a person has for whom. For example, a mother's love for her child has no economic value.  In the same way the value of affection in every relationship cannot be underestimated.  Simply, it exists and can be enjoyed and felt and lasts indefinitely.


 Dhara Manish Gadara "Gati"





 




Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow