The victory of truth

શાને થાય છે તું દુઃખી? 
સાચો ન્યાય તો દુનિયાના રાજાના દરબારમાં થાય છે.
મળી છે તને હાર જીવનમાં, 
સાચી જીત તો કર્મનાં નિયમની થાય છે.
ના નિરાશ થા તું જીવનમાં, 
અંતે સત્યનો વિજય થઈ ન્યાયનું પલ્લું તોળાય છે.   



     જીવનની નાની અને નકામી વાતોથી દુઃખી થઈને આપણે જાતે જ આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. નજીવી વાતોથી પરેશાન થઈને આપણી અંદર બેઠેલા પરમાત્માને આપણે દુઃખી કરીએ છીએ.આપણા સુખ અને દુઃખના નિર્માણકાર આપણે જાતે જ છીએ.ચાલો માની લઈએ કે, બીજાના વર્તન-વ્યવહારથી આપણને દુઃખ થતું હોય. કદાચ આપણે  નિર્દોષ પણ હોય .આપણા  કાર્યની કદર ના થતી હોય, આપણને  માન -સન્માન, પ્રેમ મળવાને બદલે અપમાન મળતું હોય.તો માનવ સહજ દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ, એ દુઃખને આપણા પર હાવી શા માટે થવા દેવું?બીજાના દોષે આપણી જાતને શા માટે તકલીફ આપવી? બીજા જે કરે છે એ એમનું કર્મ છે. એમના વર્તન -વ્યવહારથી આપણા અંતરાત્માને શા માટે દુભાવવો? વળતા વ્યવહારમાં પણ આપણું કર્મ ચોખ્ખું હોવું જોઈએ. કેમકે, બધા કાર્યોની કદર, કર્મોની નોંધ દુનિયાના રાજાના દરબારમાં થાય છે. તો આપણે વળતો વ્યવહાર બીજા જેવો જ રાખશુ તો દુનિયાનો રાજા એ પણ નોંધશે. અમુક દુઃખ આપણે જાતે ઉભા કર્યા હોય, અમુક આપણા મનના વિચારો ને કારણે થતા હોય. તો એ બધામાંથી બહાર નીકળી મનને શુદ્ધ રાખવું જોઈએ. બાકી બધું ઈશ્વર પર છોડી દેવું જોઈએ. એ સૌનું ધ્યાન રાખે છે. 

              પ્રયત્ન કરવા છતાં અરે વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ જો નિષ્ફળતા મળતી હોય તો નિરાશ થયા વગર ધીરજપૂર્વક અવિરત જોડાયેલા રેહવું જોઈએ. કેમકે, કરેલું કાર્ય ક્યારેય ફોગટ જતું નથી. નિષ્ફળતા એ ઝળહળતી સફળતાનું જ એક પગથિયું છે. એક પછી એક પગથિયાં હિંમત અને ધીરજપૂર્વક પાર કરતા રહીશું તો અંતે એ ઝળહળતી સફળતા આપણી જ બનવાની છે. તેને આપણી પાસે આવવું જ પડે કેમકે, સાચી જીત તો કર્મના નિયમની જ થાય ને , એ જ સત્ય છે. 
             જીવનમાં અન્યાયથી, હારથી થાકીને નિરાશ ના થવું જોઈએ. આ સૃષ્ટિમાં કુદરતનો નિયમ છે અન્યાય ક્યારેય જીત્યો નથી ને ક્યારેય જીતશે પણ નહીં. બસ, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખવી. આજે નહીં તો કાલે, વહેલો કે મોડો સત્યનો વિજય થઈ ન્યાયનું પલ્લું તોળાય છે. 

  ધારા મનિષ ગડારા "ગતિ ". 


 ENGLISH TRANSLATION 

  
 
             

       
      
        What makes you sad

 True justice is done in the court of the king of the world.

 Have found defeat in life,

 True victory comes from the law of karma.

 Don't despair in life, 

 In the end, truth prevails and justice is weighed.



 We hurt ourselves by being saddened by the small and useless things of life.  Disturbed by trivial things, we grieve the God sitting inside us. We are the creators of our own happiness and sorrow. Let's assume that we are hurt by the behavior of others.  Maybe we are innocent too. If our work is not appreciated, we get humiliation instead of respect, love. Then it is natural for human instinct to suffer.  But, why let that pain overwhelm us? Why bother ourselves with the guilt of others?  What others do is their karma.  Why hurt our conscience by their behavior?  Our karma should also be clean in return.  Because, the appreciation of all deeds, deeds are recorded in the court of the king of the world.  So the king of the world will also notice if we keep the reciprocal treatment the same as the others.  Some of the pain is caused by ourselves, some is caused by the thoughts of our mind.  So get out of it all and keep the mind pure.  Everything else should be left to God.  It takes care of everything.

 Despite repeated attempts, if you fail, you should be patiently connected without getting frustrated.  Because, the work done never goes unnoticed.  Failure is a stepping stone to success.  If we continue to cross one step after another with courage and patience, in the end, that shining success will be ours.  It has to come to us because the only true victory is the law of karma, that is the truth.

 We should not be discouraged by the injustice and defeat in life.  The law of nature in this creation is that injustice has never won and will never win.  Just have unwavering faith in God.  If not today, then tomorrow, sooner or later the truth will triumph and the scales of justice will be weighed.


 Dhara Manish Gadara "GATI".



 













Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty