A glorious feeling of peace
ખુદ ભટકે શાંતિની શોધમાં.
વિતાવ્યું જેને આયખું અન્ય માટે,
મળી તેને ભીતર જ શાંતિની ભવ્ય અનુભૂતિ.
માણસનો સ્વભાવ પણ કેવો વિચિત્ર છે !જયારે તેને અન્ય કોઇ સાથે મનદુઃખ થયુ હોય ને તે દુઃખ કે તકલીફમાં હોય ત્યારે કહે છે કે "આપણને તેને ખૂબ તકલીફો આપી, ઘણું ખોટું કર્યું. આ તેનું જ ફળ છે, ભગવાને તેને અહીંનું કરેલું અહીંયા જ દેખાડ્યું "અને બીજું ઘણું બધું તેના વિશે કહે છે. જયારે પોતાના પર દુઃખ કે તકલીફ આવે ત્યારે તે એવું શા માટે નથી વિચારતો કે મને જેનાથી મનદુઃખ થયું છે તેવી રીતે મારાથી પણ કોઇ નારાજ હોય શકે છે, મે પણ કોઈને તકલીફ આપી હશે, મે પણ કાંઈ ખોટું કર્યું હશે, આ તેનું જ ફળ મને મળ્યું. ત્યારે તે અહીંનું કરેલું અહીં જ મળે તે નિયમ ભૂલી જઈ ભગવાનને ફરિયાદ કરતા પોતે શું સારૂ કર્યું તેની ગણતરી કરાવે છે.
અન્યના સંકટ સમયે આપણે નિર્ણાયક બની જઈએ છીએ અને આપણા સંકટ સમયે ફરિયાદી. કહેવાનો ભાવાર્થ એ કે અન્યના દુઃખના નિર્ણાયક બનવા કરતા તેના સહભાગી બનવું જોઈએ. સુખ અને દુઃખ તો નિયતિના ખેલ છે, અન્યના નસીબમાં જે સમયે દુઃખ લખેલુ હતું ત્યારે તેને મળ્યું. આપણે તેને નસીબ માનવાને બદલે તેના કર્મોનું ફળ જ માનતા હોઈએ તો એ વાત પણ આપણે સ્વીકારવી પડે કે આપણા સંકટ માટે આપણે પોતે જ જવાબદાર છીએ, આપણા જ કર્મોનું ફળ છે. ત્યારે શું સારા કામો કર્યા તેનો હિસાબ લઈને ભગવાનને ફરિયાદ ના કરવી જોઈએ કે મે આટલુ સારૂ કર્યું તેમ છતાં મને દુઃખ આપ્યું.
જયારે આપણું જીવન અન્યને ઉપયોગી બને, આપણા કર્મોથી કોઈનું જીવન બહેતર બને, કોઈના દુઃખના સહભાગી બનીએ ત્યારે કોઇ જ ફરિયાદ નહીં રહે. કેમકે, જે બીજા માટે જીવે છે તે જ ખરેખર જીવે છે, તેમનું જીવન ફૂલોની જેમ મહેકીને ખુશ્બૂ પ્રસરાવે છે. હાલના સમયે સૌ શાંતિને ખોજે છે ત્યારે એ વાત તો સો ટકા સાચી છે કે જેને સમગ્ર જીવન નિસ્વાર્થ ભાવે બીજાને સમર્પિત કર્યું તેને ક્યારેય શાંતિની ખોજ નથી રહેતી. તેના ભીતરમાં જ ભવ્ય શાંતિની અનુભૂતિનો ખજાનો મળી રહે છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Giving trouble to others,
Wandering himself in search of peace.
Spent it for others,
Found a glorious feeling of peace within him.
How strange is the nature of man too! When he is upset with someone else and he is in pain or distress, he says, "He gave me a lot of trouble, he did a lot of wrong. This is his fruit, God showed him what he did here." And a lot more says a lot about it. When he is in pain, why doesn't he think that someone may be offended by me in the same way that I am hurt, I may have hurt someone, I may have done something wrong, this is the fruit I got . Then he forgets the rule that what he has done here is found here and complains to God and calculates what he has done well.
We become decisive in times of crisis of others and plaintiffs in times of our crisis. The implication is that one should be a participant in the suffering of others rather than a judge. Happiness and sorrow is a game of destiny, it was found in the destiny of others when sorrow was written. If we consider him to be the fruit of his deeds instead of our destiny, then we have to accept that we are responsible for our own crisis, the fruit of our own deeds. Then I should not complain to God about what good deeds I have done, that even though I did so well, it hurt me.
When our life becomes useful to others, someone's life becomes better by our deeds, when we become a participant in someone's sorrow, there will be no complaint. Because, only those who live for others really live, their life spreads fragrance like flowers. At the present time, when everyone is looking for peace, it is one hundred percent true that those who have dedicated their entire lives to others unselfishly will never be looking for peace. Within it is a treasure trove of glorious peace.
Dhara Manish Gadara "GATI".
Comments
Post a Comment