Bow to the brave of the country

કુરબાની આપી તમારા શ્વાસોની, 
અમારા આજના મુક્ત શ્વાસો માટે. 

રહ્યા ઉધાર અમારા શ્વાસો, 
આપણા અખંડ ભારતના નિર્માણ માટે. 

પ્રણામ છે તમારી જનેતાને, 
જન્મ આપ્યો તમને દેશ -સેવા માટે. 

વંદન છે તમારા પરિવારને, 
જેના બળે દાખવ્યું શૌર્ય દેશ માટે. 

સલામ છે તમારા જુસ્સાને, 
કાયરોને ભગાડી અપાવ્યો વિજયદિવસ દેશ માટે. 



 
         16 ડિસેમ્બર 1971ના રોજ કાયર પાકિસ્તાનને હરાવી દેશને વિજયદિવસ અપાવનાર અને જેના વીરતાથી આજે આપણો દેશ સુરક્ષિત છે તેવા તમામ સૈનિક યોદ્ધાઓને હૃદયપૂર્વક નમન.જેનો એક અને અંતિમ ધ્યેય દેશપ્રેમ અને દેશસેવા જ હોય છે, તેના માટે બીજી બધી બાબતો કે સમસ્યાઓ ગૌણ બની રહે છે. તેનામાં દેશપ્રેમનું જનુન એટલું તીવ્ર હોય છે કે જે ઘાયલ થઈને પણ લડતા જ રહે છે, જે ભરજુવાનીએ પણ સામી છાતીએ ગોળીઓ ખાઈને દેશ માટે શહીદી વહોરવા તૈયાર થાય છે. તેમની કુરબાનીથી જ આપણે શાંતિથી હરી -ફરી શકીએ છીએ, મોજ -શોખથી જીવી શકીએ છીએ. તેમના શ્વાસોની કુરબાનીથી આજે આપણે મુક્ત, સ્વતંત્ર શ્વાસો લઈ શકીએ છીએ. આ વાત આપણે ક્યારેય ના ભૂલવી જોઈએ.
                પોતાનું વ્યક્તિગત જીવન, મોજ-શોખ, પરિવાર અને બીજુ ઘણું બધું ત્યાગીને દેશની સરહદે પ્રતિકૂળ વાતાવરણમાં પણ તેઓ દેશની સેવા કરતા રહે છે. કેમકે, તેમની એક જ આશા છે કે તેમનો દેશ સદાયે અમર રહે.પોતાના શરીર પર ભારેભરખમ વજન ઉંચકીને તેઓ જાગતા રહે છે, કેમકે, તેમના દેશવાસીઓ આરામથી ઊંઘી શકે. પોતાના પરિવારથી વિખુટા રહીને તેમની ફરજ નિભાવે છે, કેમકે, દેશવાસીઓ પરિવાર સાથે રહી શકે, તહેવારો મનાવી શકે, શાંતિથી જીવી શકે. આપણી પણ તેમના પ્રત્યે ફરજ રહે છે. આપણે  તેમનો જુસ્સો વધારવો જોઈએ, તેમને નિરાશા થાય એવું કાર્ય ક્યારેય ના કરવું જોઈએ.આપણા ઇષ્ટદેવને તેમની અને તેમના પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ,આપણે તેમને મનોમન વચન આપવું જોઈએ કે, આપણા અખંડ ભારત દેશની રક્ષા માટે હંમેશા તમારી સાથે રહીશુ. 
                   સંતાનો જયારે ઘરે મોડા પહોંચે કે ક્યાંય બહાર ગયા હોય તો માઁ -બાપને ચિંતા થતી હોય છે, ત્યારે એ જનેતા કે જેમનું  સંતાન દેશસેવા માટે ઘરેથી નીકળે છે, ત્યારે એ પણ નથી જાણતી કે તે ફરીથી તેને જોઈ શકશે કે નહીં. તેને તો દેશ સેવા માટે તેના સંતાનનું ઘડતર કર્યું હોય છે. ધન્ય છે એ માતાને જેને ભારતમાતાની સેવા માટે વીરને જન્મ આપ્યો, ભારતમાતાને જ પોતાના લાડકવાયાને સોંપી દિધા. 
                     એ પરિવારને નમન છે જેના બળે આ જવાનો તેમનું શૌર્ય દાખવી શકે છે, તેમની પત્ની, બાળકો અને પરિવારના બીજા સભ્યોના સાથ -સહકારથી જ તેમને શક્તિ મળતી હોય છે. આપણે સૌ દેશવાસીઓ દેશના રખેવાળના પરિવારના પણ ઋણી છીએ. 
                સામાન્ય માણસને થોડી પણ બીમારીમાં જયારે આરામ કરવો હોય ત્યારે આ વીરો કાયર દુશ્મનોની ગોળીઓ ખાઈને પણ વીંધાયેલા શરીરે દુશ્મનોને હંફાવી છેલ્લા શ્વાસ બાકી રહે ત્યાં સુધી ત્રિરંગાની રક્ષા કરી તેને મુક્ત હવામાં  લહેરાતો રાખે છે. સલામ છે તમારી વીરતાને, સાહસને, સલામ છે તમારી બહાદુરી, નીડરતાને, સલામ છે તમારા જુસ્સાને.ભગવાનને મારી પ્રાર્થના મારા દેશના વીરો અને તેમના પરિવારને દેશની રક્ષા કરવાની શક્તિ અર્પજો, તેમની રક્ષા કરજો. 

ધારા મનિષ ગડારા "ગતિ ".

ENGLISH TRANSLATION 


                    
                   
Sacrifice your breath,

 For our today's free breaths.


 Borrowing our breaths,

 For building our united India.


 Salutations to your Mother,  

 Gave birth to you for country service.


 Greetings to your family,

 Whose flames showed heroism for the country.


 Salute your passion,

 Cowards fled for Victory Day country.

               A heartfelt salute to all the soldiers who defeated the cowardly Pakistan on 16th December 1971 and gave victory to the country and from whose heroism our country is safe today. one whose ultimate goal is patriotism and service to the country, all other matters or problems remain secondary.  The passion of patriotism in him is so intense that he keeps on fighting even after being injuredEven in his youth, he is ready to become a martyr for the country even after taking bullets  in his chest. Only through their sacrifice can we move around in peace, live happily.  By sacrificing His breath we can take free, independent breaths today.  We must never forget this.

 Giving up his personal life, hobbies, family and much more, he continues to serve the country even in the hostile environment at the country's borders.  Because, their only hope is that their country will be immortal forever. They stay awake by lifting heavy weight on their body, because, their countrymen can sleep comfortably.  Separating from his family, he fulfills his duty, as the countrymen can live with the family, celebrate festivals, live in peace.  We also have a duty to them.  We should raise their spirits, never do anything that will disappoint them. We should pray to our god for the protection of them and their family, we should promise them mentally that we will always be with you for the protection of our united India.

 Parents are worried when their children arrive home late or go out somewhere, but the people whose children leave home for national service do not even know if they will be able to see them again.  She  has raised her child for country service.  Blessed is the mother who gave birth to Veer for the service of Bharatmata, handed over her pampering to Bharatmata.

 It is a tribute to the family who can show their bravery in this, they get strength only from the cooperation of their wife, children and other members of the family.  All of us countrymen are also indebted to the guardian family of the country.





 When the common man wants to rest even in a little illness, this hero eats the bullets of the coward  enemies, but the pierced body keeps the enemies afloat, protects the tricolor national Flag till the last breath is left and keeps it flying in the open air.  Salutations to your heroism, adventure, salutations to your bravery, fearlessness, salutations to your passion. My prayers to God give my country's heroes and their families the strength to defend the country, protect them.


 Dhara Manish Gadara "GATI ".


 





Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty