Birthday of Krishnavi
કૃષ્ણવીનો કિલકિલાટ લાવે છે સૌની ખુશી, પ્રભુને એટલી પ્રાર્થના રહે તું સદાયે હસતી-રમતી. સ્ત્રી છે એક શક્તિ સ્વરૂપ એ વાત કદી ના ભૂલતી, તકલીફમાંથી તક શોધી જીવનમાં રહેજે આગળ ધપતી. કર્મ તારા કરજે દિલથીને જીવજે તું મોજથી, ફરજ કદીયે ના ચુકતી આત્મસન્માનને જાળવી. માતા-પિતાને પરિવારની છો તું લાડલી, ઘડજે સારૂ વ્યક્તિત્વ સમાજ અને દેશ-સેવા કરી. લાગણીઓને દીકરીઓ જીવતી હોય છે. જન્મથી જ તેના લોહીમાં પ્રેમ, સંભાળ કરુણા જેવા ગુણો વણાયેલા હોય છે. સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે, માઁ જગદંબાના અંશનો સાક્ષાત્કાર છે. છતાં લોકો સંતાનમાં ફક્ત દિકરાને જ કેમ મહત્વ આપે છે? દીકરો વંશને આગળ વધારશે, ઘડપણનો સહારો બનશે એવી ખોટી દલીલો આગળ ધરશે. જો દીકરીને પ્રેમ અને સ્વતંત્રતા અને સમાનતાનું મુક્ત આકાશ આપવામાં આવે તો દીકરી પણ કુળનું નામ આભને આંબતું કરે છે. સંતાનમાં દીકરો કે દીકરી કોઈ પણ હોય ફક્ત તેનો ઉછેર પ્રેમ અને સંસ્કારોથી કર્યો હોય તો બંને આપણા માટે ગર્વ અપાવે એવું કાર્ય કરી શકે છે. ...
Comments
Post a Comment