Favorable approach to unfavorable life

શું કહું એ જિંદગીનું?
 છે બધું જ છતાં રહે છે ફરિયાદ.
 સલામ છે એ જિંદગીને,
 નથી બે ટંકનું ભોજન છતાં રહે છે મોજમાં.


      
         વહેલી સવારે ઉગતા સુરજદેવના દર્શન કરવા એ એક લ્હાવો છે. સૂર્યદેવની સાથે જીવનમાં એક નવી આશાનો જન્મ થાય છે, નવી સ્ફ્રુર્તિનો સંચાર થાય છે જે અધૂરા રહી ગયેલા કામને પુરા કરવાનો, કંઈક નવું કરવાનો, કડવી યાદોને ભૂલીને નવી શરૂઆત કરવાનો સંદેશો આપે છે. દરરોજ સવારે એ તાજગીભર્યો અહેસાસ કરાવવા માટે આપણે ભગવાનના આભારી રહેવું જોઈએ. તેને આપણું સુંદર મનુષ્યદેહ આપીને સર્જન કર્યું એ જ સૌથી મોટી ભેટ છે. તેમ છતાં મોટા ભાગના માનવીઓ જે નથી મળ્યું તેના અફસોસ સાથે જ જીવતા હોય છે. જે કાંઈ છૂટી ગયું છે, જેને આપણે પ્રાપ્ત નથી કરી શક્યા તેના અફસોસમાં જે અમૂલ્ય ચીજ આપણી પાસે છે તેનો આપણે આનંદ માણી શકતા નથી. તે છે આપણું વિચારશીલ તંદુરસ્ત મન. મનમાં અગાધ શક્તિનો ભંડાર છે. પણ, આપણે તેમાં સકારાત્મક વિચારના બીજ રોપવા પડે. જે નથી તેનો અફસોસ ત્યજીને, જે પ્રાપ્ત કરવું છે તેમાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી, ધીરજપૂર્વક સતત પ્રયાસ કરીશુ તો જરૂર સફળતા મળશે. તે પ્રાપ્ત ના થાય તો પણ તેને મેળવવાની સફરમાં જરૂર કંઈક નવું શીખી શકાય છે જે કદાચ જીવનમાં નવો વળાક પણ લાવી શકે. કેમકે, ખંતપૂર્વક કરેલા પ્રયત્નો ક્યારેય નિરર્થક જતા નથી. આજે નહીં તો કાલે તે મીઠા ફળસ્વરૂપે મળે જ છે. બસ, નથી તેની ફરિયાદ કરવાનું છોડીને જે છે તેને જાગ્રત અવસ્થામાં માણતાં શીખવું પડશે. 
                  કુદરતે સુંદર -તંદુરસ્ત સ્વાસ્થ્ય, તેને ટકાવવા જરૂરી ભોજન ઉપરાંત કેટલીયે ભૌતિક સુખ -સગવડતાઓ, માતા -પિતા, પરિવાર, સમાજ, જ્ઞાન પ્રાપ્ત કરવાની તક  આપી છે તેમ છતાં માનવી નાનું અમસ્તું દુઃખ આવે તો ભાંગી જાય છે. કેમકે, તેનું મન નિર્બળ હોય છે. જીવનમાં કદાચ નસીબજોગે અસહ્ય દુઃખ પણ આવી પડે ત્યારે પણ કુદરતની મરજી માની તેની પાસે તેમાંથી બહાર નીકળવાની શક્તિ માંગવી જોઈએ.



જીવનની નાની -નાની બાબતોથી ભાંગી પડતો નિર્બળ મનના માનવી કરતા સલામ છે એ જીવનને જેની પાસે કાંઈ જ નથી છતાં નિજાનંદમાં મસ્ત રહે છે, તે અસહ્ય મજૂરી કરવા છતાં તેને આજે જમવાનું મળ્યું તો કાલની તેને કાંઈ ખબર નથી છતાં મોજથી જિંદગી જીવે છે.  સલામ છે એ બાળપણને જે ભણવાની, મોજ-મસ્તી કરવાની ઉંમરે મજૂરી કરે છતાં ચહેરા પર સ્મિત હોય છે.સલામ છે તે બધા જીવનને જે પ્રતિકૂળ જીવનને પણ અનુકૂળ અભિગમથી જીવે છે. 

ધારા મનિષ ગડારા "ગતિ".

 ENGLISH TRANSLATION 


                  

          
           What can I say about life?

 Complaints remain despite everything.

 Salutations to life,

 Not two Time  meals though remain in the happiness.






 It is a privilege to see the rising sun in the early morning.  With the Sun God, a new hope is born in life, a new impulse is communicated which conveys the message of completing the unfinished work, doing something new, forgetting the bitter memories and making a fresh start.  We should be thankful to God for making us feel refreshed every morning.. He created it by giving us our beautiful human body is worthful gift for us.  Yet most humans live with the regret of not getting it.  We cannot enjoy the precious things we have in the regret of what we have missed, what we have not been able to achieve.  That is our thinking healthy mind.  The mind is a storehouse of immense power.  Also, we have to plant the seeds of positive thinking in it.  Abandoning the regrets of what is not, cultivating a positive outlook on what is to be achieved, if we patiently and persistently strive, we will surely succeed.  Even if it is not achieved, in the journey of getting it, something new can be learned which may bring a new turn in life.  Because diligent efforts are never in vain.  If not today, then tomorrow it is available as a sweet fruit.  Just stop complaining and learn to enjoy what you have.



 Nature has given us the opportunity to acquire beautiful-healthy health, the food required to sustain it, as well as material comforts, parents, family, society, Opportunity to acquire knowledge.  Yet the human being collapses coming small grief, because his mind is weak.In life, if there is unbearable misery due to luck, consider the will of nature and The power to get out of it should be sought. The weak mind that is shattered by the small things of life is more salutable than the human being who lives in bliss even though he has nothing, he is unbearable.  If he gets to eat today despite doing labor, he will live happily even though he knows nothing of tomorrow.   Salute to  a smile on the face of a child who works hard at the age of learning, having fun.Salutations to all those who live a hostile life with a favorable attitude.


 Dhara Manish Gadara "GATI".












Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow