The ultimate achievement

 કરું જીવનમાં કાબુ વિચારોના વેગને, 

અપનાવું જીવનમાં સારા આદર્શોને. 


ઘડુ જીવનમાં સારા વિચારોથી એક ટેવને, 

કેળવું જીવનમાં પરીક્ષણથી આત્મનિયંત્રણને. 


આચરૂં જીવનમાં આ અમૂલ્ય ધ્યેયને, 

મેળવુ જીવનમાં ત્વરિત પરમસિદ્ધિને.  


         વ્યક્તિનું મન ક્યારેય આરામ નથી કરતુ.તેમાં વિચારોનો વેગ સતત વહ્યા કરે છે. માનવીની બેધ્યાન અવસ્થામાં સારા -ખરાબ વિચારોનો ધોધ સતત વહ્યા જ કરે છે. વિચારોના વેગ નિયંત્રિત થાય તો પોતાની જાત સાથે જીવી શકાય છે. આ નિયંત્રણ એકાગ્રતાથી શક્ય છે. ક્યારેક-ક્યારેક વ્યક્તિ પોતે જ  નથી જાણતો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. એટલે વિચારો આમ -તેમ ભટક્યા કરે છે. ધ્યાન પૂર્વક વિચારોનું નિરીક્ષણ કરી મનમાંથી નિર્બળ વિચારોને દુર કરી સતત સારા વિચારોનું સિંચન થાય તો  એક સારા આદર્શનું ઘડતર કરી શકાય છે. 


        સતત સારા વિચારો પ્રત્યેની એકાગ્રતાથી  એક સારી ટેવ ઘડાય છે. વ્યક્તિની ટેવનો પાયો મજબૂત હોય છે. આ મજબૂત પાયા પર બહારની નકારાત્મકતાનું તોફાન અસર કરતું નથી.મનમાં સારા વિચારોના બીજારોપણથી આદર્શનું વટવૃક્ષ ટેવ બની મોટુ થતું જાય છે જે આત્મનિયંત્રણનું મીઠુ ફળ આપે છે જે જીવનની સાચી સફળતાનો સ્વાદ ચખાડે છે.  


          જીવનમાં એક સારા વ્યક્તિ બનવાનો ધ્યેય અપનાવામાં આવે તો મીઠાં ફળની પરમસિદ્ધિ અવશ્ય મળે છે.

  ધારા મનિષ ગડારા "ગતિ"

ENGLISH TRANSLATION 


Let the speed of thoughts overcome in life,


 Adopt good ideals in life.



 Make a habit of good thoughts in life,


 Cultivate self-control from testing in life.



 To this invaluable goal in life,


 Get instant ultimate achievement  in life.



 The mind of a person never rests. The speed of thoughts is constantly flowing in it.  In the unconscious state of mind , a cascade of good and bad thoughts is constantly flowing.  If the speed of thought is controlled, one can live with oneself.  This control is possible with concentration.  Sometimes the person himself does not know what is going on in his mind.  That is why thoughts wander like this.  A good ideal can be formed by carefully observing the thoughts and removing the weak thoughts from the mind and constantly irrigating the good thoughts.

By planting good thoughts in the mind, the ideal tree grows into a habit that bears the sweet fruit of self-control that tastes true success in life.


 Constant concentration on good thoughts leads to good habits.  The foundation of a person's habit is strong.  On this strong foundation, the storm of negativity from outside does not affect.


 If the goal of becoming a good person in life is adopted, the ultimate achievement of sweet fruit is definitely achieved.


 Dhara Manish Gadara "Gati"



Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow