True Success of Life
નથી નકામું ઈશ્વરનું કોઇ પણ સર્જન,
સભર છે છુપાયેલા રત્નથી એક-એક સર્જન.
સ્વમાં ડોકિયું કરી પામી લે આ રત્નને,
કર સાકાર ઈશ્વરના આ અમૂલ્ય સર્જનને.
દરેક મનુષ્યમાં કોઇને કોઇ શક્તિ છુપાયેલી હોય છે, કોઇ પાસે કલા હોય, કોઇ પાસે આવડત હોય, કોઇ પાસે બુદ્ધિ હોય. ટૂંકમાં કહું તો કુદરતના ઘડેલા માનવીમાં કાંઈક તો શક્તિરૂપી ખજાનો છુપાયેલો જ હોય છે. પણ, મોટા ભાગના માનવી એ નથી જાણતા કે તેની અંદર કયું ખજાનારૂપી રત્ન છુપાયેલું છે.બધા પાસે એક જ પ્રકારની શક્તિની અપેક્ષા ના રાખી શકાય. કુદરતે બધામાં અલગ-અલગ પ્રકારની શક્તિનું સર્જન કર્યું છે, જેથી બધાને એકબીજાનો લાભ મળે.
કોઇ કામ નાનું નથી હોતું.એક માળી પાસે ફૂલો યોગ્ય રીતે ખીલી શકે એ માટે બિનજરૂરી પાનની કાપણી કરવાની આવડત હોય છે, તેની આ આવડતથી જ ફૂલોનો બગીચો સુંદર બને છે. બધા કામને પોત-પોતાનું મહત્વ હોય છે.પણ, મનુષ્યને ગાડરિયા પ્રવાહમાં ચાલવું વધારે પસંદ છે. પહેલેથી નક્કી કરેલા ક્ષેત્રોમાં દોડતા માનવીમાંથી જે આગળ નીકળે તે જ સફળ ગણાય છે.એ નક્કી કરેલી બાઉન્ડરીની બહાર પોતાની શક્તિ મુજબનું કાર્ય કરનાર માનવી હૃદયથી ખુશ અને જીવનમાં સફળ હોય છે.
બહારની દુનિયામાં ભટકતો માનવી પોતાનામાં ડોકિયું કરી છુપાયેલા રત્નને ચમકાવે તો કુદરતનું અમૂલ્ય સર્જન સાકાર થાય છે. આત્મવિશ્વાસની જ્યોતથી આ રત્નને પ્રકાશતો માનવી હૃદયથી ખુશ અને સંતોષી બને છે. આ જ તો જીવનની સાચી સફળતા છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Not useless any creation of God,
Creation is full of hidden gems.
This gem can be peeked into the self,
Make this invaluable creation of God come true.
Every human being has some hidden power, some have art, some have skills, some have intelligence. In short, there is something hidden in nature's man-made treasure of power. Also, most human beings do not know what treasure gem is hidden inside them. Not everyone can be expected to have the same kind of power. Nature has created different kinds of power in all, so that all benefit each other.
No work is small. A gardener has the ability to prune unnecessary leaves so that the flowers can bloom properly, this skill alone makes the flower garden beautiful. All work has its own significance. However, human beings prefer to walk in the predetermined area, The one who goes beyond the pre-determined areas is considered successful.but, The human being who works outside this fixed field and according to his own power becomes happy at heart and becomes successful in life.
Dhara Manish Gadara "GATI".
Comments
Post a Comment