Balance of life

 નિભાવવું છે બંધન જવાબદારીનું, 

પહેરવું છે કવચ સ્વતંત્રતાનું. 

બંધન હોય એને, 

શાનું કવચ? 

બને નહીં સ્વતંત્રતા આંધળી ને, 

જળવાઈ રહે જીવનની સમતુલા. 

બંધન બને છે કવચ ને, 

કવચ બને છે બંધન. 



                આજનો માનવી કોઈ ને કોઈ જવાબદારીના બોજ તળે દબાયેલો છે. કોઈ પર આર્થિક જવાબદારી છે તો કોઈ પર પારિવારિક જવાબદારી છે.આ જવાબદારી પૂરી કરવાની સાથે વ્યક્તિનાં મનના ક્યાંક ખૂણામાં પોતાના સપનાઓ, ઉમ્મીદો પૂરું કરવાનું પોતાની માટે જીવવાનુ પોટલું બાંધેલું હોય છે. આ પોટલું આજે નહીં તો કાલે તે ખોલી શકશે, પોતાની માટે જીવી શકશે, મુક્ત બની શકશે એવી તમન્ના સાથે તે જીવતો હોય છે.એક દિવસ આઝાદ બનીને ઉડવાના અરમાનની સાથે રોજેરોજ નવી -નવી જવાબદારીઓ, ફરજોના બંધનમાં બંધાતો જ જાય છે. જે બંધાયેલું હોય એ કઈ રીતે ઉડી શકે? 

                  પોતાની ફરજો પૂરી કરવાની સાથે પોતાની ઈચ્છાઓ પૂરી કરવી પણ શક્ય જ છે. જો ઈચ્છાઓ, પોતાના માટે કંઈક કરવાની ઉમ્મીદને જો મનમાં જ દબાવી રાખશુ તો તે ક્યારેય પૂરું નહીં થાય. કર્મ અને ફરજ પુરા કરવાની સાથે સપનાઓ પુરા થઈ શકે છે. બસ, તેના માટે એક ચાહ જોઈએ, એ પૂરું કરવાની આગ અંદર સતત સળગતી રહે તો, પોતાના માટે કંઈક કરવાની, પોતાની સાથે જીવવાની, મુક્ત બનીને ઉડવાની ઉમ્મીદ હકીકતમાં પરિણમી શકે છે.

                બીજાના વિચારને છોડીને પોતાની જવાબદારી અને ફરજો પૂરી કર્યા વગર જો આપણે ફક્ત આપણા માટે જ જીવીએ તો તેને સ્વાર્થી કહેવાય.આવો સ્વાર્થી માણસ કોઈ ને કોઈ બહાને પોતાની જવાબદારી અને ફરજો પૂરી ના કરવાની છટકબારીઓ શોધતો રહે છે.પોતાની સ્વતંત્રતાને આંધળી બનાવી તે પોતાનો જ વિનાશ નોતરે છે. 

                 જે વ્યક્તિ પોતાની ફરજો અને પોતાના સપનાઓ વચ્ચે સમતુલા જાળવી રાખે તો તે બન્ને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે. બંધનથી માણસનો સ્વભાવ અંકુશિત રહે છે ને એ જ અંકુશિત સ્વભાવ મુક્ત બનીને ઉડવાની પાંખોને વિસ્તારી શકે છે. 

ધારા મનિષ ગડારા "ગતિ". 

ENGLISH TRANSLATION 


To fulfill the obligation of bondage,


 Wear the shield of freedom.


 If there is a bond,


 Shield of what?


 Freedom does not happen blindly,


 Maintain the balance of life.


 Bonding becomes a shield,


 The shield is made of binding.




 Today's human being is burdened with a responsibility.  Some have financial responsibility and some have family responsibility. In addition to fulfilling this responsibility, in some corner of one's mind, fulfilling one's dreams and hopes is a bundle of living for oneself.  He is living with the desire to be able to open this bundle today or tomorrow, to be able to live for himself, to be free.  How can one who is bound fly?


 It is possible to fulfill one's duties as well as one's desires.  If we keep the desires, the expectation of doing something for ourselves in our minds, it will never be fulfilled.  Dreams can be fulfilled with the completion of karma and duty.  Just wanting Indomitable desire for him, if he keeps burning inside the fire of fulfillment, the hope of doing something for himself, living with himself, becoming free and flying can turn into reality.


 If we live only for ourselves without fulfilling our responsibilities and duties by giving up the idea of ​​others, then it is called selfishness.Such a selfish man keeps looking for loopholes for not fulfilling his responsibilities and duties under any pretext. Blinding his freedom leads to his own destruction.



 A person who maintains a balance between his duties and his dreams can fulfill both successfully.  Man's nature is controlled by bondage and the same controlled nature can become free and spread its wings.


 Dhara Manish Gadara "GATI".

Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty