The heart of childhood

 ક્યાં ગયા એ દિવસો? 

જયારે જીવન શું છે એ જાણતા ન હતા તો પણ, 

જીવતા હતા હર ઘડી મોજથી. 

જીવતરના ઉંબરે પહોંચ્યા ત્યારે, 

વિચારવું પડે છે હર ઘડી મોજથી જીવવા.

મળે જો મને એક વરદાન, 

ચાહું ફરીથી જીવવા એ બેફિકર બાળપણ. 



               દરેક વ્યકિતના હૃદયમાં તેના બાળપણના સંસ્મરણો હંમેશા જીવતા રહે છે. બાળપણ એટલે બેફિકર જીવન.કોઈ પણ ઉમરના વ્યક્તિને જયારે બાળપણની યાદો તાજી થાય ત્યારે તેના ચહેરા પર એવું જ નિર્દોષ સ્મિત આવી જાય છે.એ હસતું રમતું જીવન સમયની સાથે ક્યાં ખોવાય ગયું? જીવન શું છે તેની કાંઈ જ ખબર ન હતી, જીવવા માટે કાંઈ જ વિચારવું ન હતું પડતું. બસ, બિન્દાસ્ત બનીને દિલથી, મોજથી હસતા,રમતા, રડતા, લડતા, ઝગડતા અને વળી,પાછા લડીને ભેગા થઈ જતા પણ સમય ના લાગતો. 

                 મજાની વાત તો એ છે કે ત્યારે જીવન વિશે અજાણ હતા તો પણ મન મૂકીને જીવતા હતા અને અત્યારે જીવનની બધી એ, બી, સી, ડી જાણ્યા પછી પણ જીવવા માટે વિચારવું પડે છે, મોજને વેચાતી લેવા જવી પડે છે. 

               લોકો કહે છે કામની જવાબદારીના બોજ તળે બધું દબાય ગયું.બાળપણમાં  પણ જવાબદારી હતી જ. ત્યારે ઉંમર પ્રમાણે હતી, ભણવાનું, સ્કૂલે જવાનું, સમયસર લેસન પૂરું કરવાનું.આપણે મોટા થયા તો સાથે જવાબદારી પણ મોટી થાય ને ! ત્યારે જવાબદારી સાથે મોજથી જીવતા તો અત્યારે શા માટે નથી જીવી શકતા. કેમકે, ત્યારે મન મૂકીને જીવતા અને અત્યારે મનને તો સાથે રાખીએ પણ તેમાં વણજોઈતા વિચારો પણ સાથે લઈને ફરીએ છીએ. ત્યારે વિચારતા આવડતુ ન હતું અને અત્યારે બિનજરૂરી, નકારાત્મક, પાયા વગરના વિચારો સાથે જીવીએ તો કઈ રીતે જીવનમાં મોજ પ્રવેશી શકે? 

                 મોજ વેચાતી ન મળે તે તો  આપણા દિલની અંદર જ છે. બસ, એ દિલને, મનને આવતીકાલના વિચારોથી મુક્ત બનાવી ફરીથી નાદાન બનાવવું પડે.મનમાં સકારાત્મક ઉર્જાનો  સંચય થાય એવા વિચારો ભરવા જોઈએ.તો એ બિન્દાસ્ત, બેફિકર બાળપણ જીવવાના ચાહનું વરદાન ફળસ્વરૂપે મળે છે. 

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION 


Where did those days go?


 Even when you don't know what life is,


 Were living happily ever after.


 When we reach the threshold of the living,


 You have to think to live happily ever after.


 If I get a blessing,


 Living again is a worryfree childhood.




 Memories of his childhood are always alive in everyone's heart.  Childhood is a worryfree life. A person of any age gets the same innocent smile on his face when the memories of childhood are refreshed. Where did that smiling life get lost with time?  Childhood didn't know what life was, childhood didn't have to think about living. Just enjoy merrily, from heart laugh, cry, play, fight and come back together after fight.


 The funny thing is that even though they were unaware of life then, they lived with enjoy and now even after knowing all the A, B, C, D of life, we have to think to live, we have to sell the merriment.


 People say that under the burden of work responsibilities, everything was suppressed. Even in childhood, there was responsibility.  At that time it was according to age, to study, to go to school, to complete the lesson on time. As we grow older, the responsibility also becomes bigger!  If you live happily with responsibility in childhood why can't you live now.  Because, living with the mind then and now keeping the mind together but also carrying unwanted thoughts in it.  Childhood didn't know how to think then and now if we live with unnecessary, negative, baseless thoughts, how can life be fun?


 It is in our hearts that merriment cannot be sold.  The heart, the mind has to be freed from the thoughts of tomorrow and made worryfree again. Thoughts that accumulate positive energy should be filled in the mind.So, the blessing of wish to live a carefree,enjoying childhood comes as a result.

Dhara Manish Gadara "GATI".







 




Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow