Life Partner
જો હોય તમારો સંગાથ તો,
મુશ્કેલ પરિસ્થિતિને પણ માણવી ગમે મને.
આપજો સદાયે આમ જ સાથ,
થયા કરે મારા અસ્તિત્વનો અહેસાસ મને.
જીવનના સંગાથી એટલે જીવનના સફરમાં રસ્તો કોઈ પણ હોય, કાંટાળો કે એકદમ સરળ, મંઝિલ સુધી દરેક પગલે જે સાથ નિભાવે તે, એકબીજાની લાગણીઓને વગર કહ્યે અનુભવી શકે તે, જેના સાનિધ્યમાં જીવનનાં અસ્તિત્વનો અહેસાસ થાય તે, હૃદયને પોતાની જાત કરતા પણ વધારે સમજી શકનાર વ્યક્તિ.
જીવનમાં દરેક વ્યક્તિને આવી ખુશનસીબી નથી મળી શકતી. કેમ કે, તે લોકો એકબીજાને સમજવાને બદલે દેખાદેખી, પોતાના વિચારો સામી વ્યક્તિ પર જબરદસ્તી થોપીને, પોતાની મરજી મુજબનું જીવન જીવવાની અપેક્ષા રાખતા હોય છે. આવા લોકોના રસ્તાઓ તો સાથે હોય છે પણ એકબીજા સાથે કદમ મિલાવી શકતા નથી.એમાંથી પણ અમુક લોકો પોતાના જીવનનાં રસ્તાઓ જ અલગ-અલગ કરી નાંખે છે. તેના પરિણામની માઠી અસર બાળકો, પરિવાર અને સમાજ પર પણ થાય છે.
એકબીજા પર વિચારો થોપવાને બદલે પોતાની મરજી મુજબના જીવન જીવવાનો ખુલો અવકાશ પરસ્પર વિશ્વાસની ભાવના જન્માવે છે. અરસ -પરસની સમજણથી સંબંધની મજબૂતાઈ વધે છે. નિસ્વાર્થ ભાવે પરસ્પરની લાગણીઓ, કામની કદર પ્રેમની મૂડીને વધારે છે.આપણા હોવાનો,આપણા અસ્તિત્વનું કારણ, જીવન જીવવાનું કારણનો અહેસાસ કરાવી શકનાર વ્યક્તિ જ સાચી અમાનત છે. આવા સંબંધો જીવનના છેવટની ઉંમર સુધી એકબીજાના સાચા સહભાગી બની શકે છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
If I accompanied u,
I like to enjoy difficult situations.
Give me accompanied till my last breath,
Let me realize my existence.
The companion of life, whatever the path in the journey of life, thorny or very simple, the one who accompanies each step to the destination, who can feel each other's feelings without saying, the person in whose presence the existence of life is realized, the person who understands the heart more than himself.
Not everyone in life has such happiness. Because, instead of understanding each other, these people are expecting to live the life they want, by imposing their thoughts on the other person. The paths of such people are together but they cannot keep pace with each other. Even some of these people separate the paths of their lives. Its effects have a profound effect on children, families and society as well.
The open space to live a life of one's own choice instead of imposing ideas on each other breeds a sense of mutual trust. Understanding each other increases the strength of the relationship. Selfless feelings of appreciation, appreciation of work increases the capital of love. The only true trust is the one who can make us realize the reason for our being, the reason for our existence, the reason for living life. Such relationships can be true partners until the end of life.
Dhara Manish Gadara "GATI".
Very nicely narrated. Good.
ReplyDelete